Not Set/ ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી જૂનાજોગી દિલીપ સંઘાણીની વરણી

ગુજરાત રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટું માળખુ એટલે ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ. આ ગુજકોમાસોલમાં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેનું સુકાન ફરી એકવાર દિલીપભાઈને સોંપવામાં આવ્યું છે. આજે ગુજકોમાસોલમાં ફરી એકવાર ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે ગોવિંદભાઈ પરમારને રિપીટ કરાયા છે. બંનેને દિગ્ગજોને ભાજપે વધુ એક […]

Gujarat Others
ગુજકોમાસોલ ગુજકોમાસોલના ચેરમેન પદે ફરીથી જૂનાજોગી દિલીપ સંઘાણીની વરણી

ગુજરાત રાજ્યના કૃષિક્ષેત્રનું સૌથી મોટું માળખુ એટલે ગુજરાત સ્ટેટ કો ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન એટલે ગુજકોમાસોલ. આ ગુજકોમાસોલમાં આજે ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. જેનું સુકાન ફરી એકવાર દિલીપભાઈને સોંપવામાં આવ્યું છે.

આજે ગુજકોમાસોલમાં ફરી એકવાર ચેરમેન તરીકે દિલીપ સંઘાણી અને વાઈસ ચેરમેન તરીકે ગોવિંદભાઈ પરમારને રિપીટ કરાયા છે. બંનેને દિગ્ગજોને ભાજપે વધુ એક તક આપી છે.

આજે આ ખેડૂતો માટે અતિ અગત્યની સંસ્થા છે. રાજયમાં તાલુકા જિલ્લા સંઘો અને સહકારી મંડળીઓ સહિત કુલ 5400 સભાસદો છે.  દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, તેઓ હમેશા ખેડુતોના પડખે ઉભા રહેશે. ખેડુતોની આવકમાં કઇ રીતે વધારો કરવામા આવે એ અંગે પણ રોડ મેપ તેયાર કરાયો હોવાનું જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.