Not Set/ લોકરક્ષક પેપર લીક : ૪ આરોપીની ધરપકડ, આરોપીમાં એક પીએસઆઈ પણ શામેલ

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની રવિવારે યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થઈ જતા પરીક્ષા જ રદ કરવી પડી હતી. ૪  આરોપીની ધરપકડ, પીએસઆઈ શામેલ   આ મામલે ૫ આરોપીમાંથી ૪ની ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આરોપીમાં એક પીએસઆઈ પણ શામેલ છે. ગાંધીનગરના સેક્ટર ૭માં આ ફરિયાદ નોંધવામાં આવી છે. ૫ આરોપીઓના […]

Top Stories Gujarat Trending
2b66068596200110bb83dd459e07b2f2 લોકરક્ષક પેપર લીક : ૪ આરોપીની ધરપકડ, આરોપીમાં એક પીએસઆઈ પણ શામેલ

ગુજરાત પોલીસ ભરતી અંતર્ગત લોક રક્ષક-કોન્સ્ટેબલની રવિવારે યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થઈ જતા પરીક્ષા જ રદ કરવી પડી હતી.

૪  આરોપીની ધરપકડ, પીએસઆઈ શામેલ  

આ મામલે ૫ આરોપીમાંથી ૪ની ધરપકડ કરવામાં આવી છે. નવાઈની વાત તો એ છે કે આરોપીમાં એક પીએસઆઈ પણ શામેલ છે.

ગાંધીનગરના સેક્ટર ૭માં આ ફરિયાદ નોંધવામાં આવી છે.

૫ આરોપીઓના નામ 

૧.વડોદરાનો યશપાલસિંહ જશવંતસિંહ સોલંકી (દિલ્હી ગુરગાવથી આવ્યો હતો)
૨.ગાંધીનગરની શ્રીરામ હોસ્ટેલની રૂપલ શર્મા
૩.અરવલ્લી જિલ્લાના અરજણવાવ વિસ્તારનો મનહર રણછોડભાઈ પટેલ
૪.ગાંધીનગર વાયરલેસ પી.એસ.આઈ પી.વી.પટેલ
૫.બનાસકાંઠા જિલ્લાના ઈડરણા ગામનો મુકેશ મૂળજીભાઈ ચૌધરી
આઈ.પી.સીની કલમ-૪૦૬, ૪૨૦, ૪૦૯ અને ૧૨૦-બી મુજબ સે-૭ પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 

સીએમએ આપી હતી આવી પ્રતિક્રિયા 

ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકાર દ્વારા ગઈ કાલે યોજાનાર લોકરક્ષક ભરતીની લેખિત પરીક્ષા પેપર લિક થવાના કારણે રદ્દ કરવામાં આવી હતી. આ પેપર લિક થવાની ઘટનાની CM વિજય રૂપાણીએ ઘણી ગંભીરતાથી નોંધ લીધી હતી. આ મામલે CM વિજય રૂપાણીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપી દીધા હતા. એટલું જ નહિ, ફરીથી પરીક્ષા સમયે ઉમેદવારોને બસ ભાડું ચુકવવું નહીં પડે તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે, આ પરીક્ષાના ઉમેદવારોનું બસનું ભાડું રાજ્ય સરકાર ચુકવશે અને આવી ઘટના ભવિષ્યમાં ફરી ન બને તે માટે સંબંધિત વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે.

ગઈ કાલે  8,76,356 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. રાજ્યના 29 શહેરોમાં લોકરક્ષકની 9,713 બેઠકો માટે લેખીત પરીક્ષા લેવામાં આવાની હતી.

૮,૭૬,૩૫૬ ઉમેદવાર આપવાના હતા પરીક્ષા 

થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના 8,76,356 ઉમેદવારો લેખિત પરીક્ષા આપવાના હતા. લેખિત પરીક્ષા માટે 2,440 શાળા/કોલેજોના 29,200 બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા.

રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષકની ભરતી માટે પ્રારંભમાં 6189 બેઠકો મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી વધુ 3524 બેઠકોનો વધારો કરવામાં આવ્યો હતો. જેના લીધે કુલ 9,713 બેઠકો માટે પરીક્ષા લેવામાં આવનાર હતી. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જેમાં કુલ બેઠકના આઠ ગણા એટલે કે,77,704 ઉમેદવારોને પ્રેક્ટિકલના મેરિટ માટે સમાવવામાં આવશે.

ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું પુતળું સળગાવ્યું 

બનાસકાંઠાના દાંતામાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા લોકરક્ષક ભરતીનું પેપર લીક થવાને મામલે સરકારનો વિરોધ કરવામાં આવ્યો હતો. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું પૂતળું બાળી વિરોધ કરવામાં આવ્યો હતો.

રસ્તા પર ચક્કાજામ સાથે વિરોધ કર્યો હતો 

પરીક્ષા રદ્દ થતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા પરીક્ષાર્થીઓએ બનાસકાંઠામાં ચક્કાજામ કર્યો હતો. વળી, ગઢડામાં પણ પરીક્ષાર્થીઓ અને કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. તેમજ ચાર રસ્તા પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો. ઉમેદવારોએ સરકાર અને શિક્ષણ મંત્રી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

આ ઉપરાંત હિંમતનગરમાં પણ ગુસ્સે થયેલા ઉમેદવારોએ સરકારની હાય-હાય બોલાવી હતી અને કોલ લેટર ફાડી નાખ્યા હતા.

પેપર નથી ફૂટ્યું પણ બેરોજગારોનું નસીબ ફૂટ્યું છે.

ત્યારે પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલાએ રાજ્ય સરકારને આડે હાથ લેતા સખ્ત પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું  કે, ભાજપ સરકારે પેપરો ફોડવામાં નિપુણતા હાંસલ કરી છે. આ પેપર નથી ફૂટ્યું પણ બેરોજગારોનું નસીબ ફૂટ્યું છે.

વાઘેલાએ બેરોજગારી મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું કે, રાજ્યમાં 60થી 70 લાખ યુવાનો બેરોજગાર ફરે છે. પેપર ફૂટવાથી ખબર પડી જાય છે કે સરકારી તંત્ર કેટલું ફુટેલુ છે. ભૂતકાળમાં પણ ટેટ, ટાટ, તલાટી વગેરે પરીક્ષાના પેપરો પણ ફૂટી ચુક્યા છે.