Not Set/ ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભાણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું

યુવતીના પતિ અને પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા. જોકે, યુવતીએ અન્ય લોકો સાથે કેમ આપઘાત કરી લીધો તે હજુ જાણી શકાયું નથી.

Top Stories Gujarat Others
A 366 ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભાણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું

ગુજરાતમાં દિવસેને દિવસે આપઘાતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે વધુ એક ઘટના સામે અવી છે. ચાણસ્મા તાલુકામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ગઈ કાલે ભુલાપુરાની યુવતીએ પોતાની બે વર્ષની દીકરી અને માતા સાથે કેનાલમાં ઝંપલાવી દેતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં આસપાસથી લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. યુવતીના પતિ અને પરિવારના અન્ય સભ્યો પણ દોડી આવ્યા હતા. જોકે, યુવતીએ અન્ય લોકો સાથે કેમ આપઘાત કરી લીધો તે હજુ જાણી શકાયું નથી.

મળતી મહિતી અનુસાર, પાટણના ચાણસ્માના ભુલાપુરામા રહેતા બાબુલાલ ઉર્ફે દુર્ગાપ્રસાદની પત્ની, પુત્રીએ માસૂમ 2 વર્ષની ભાણી સાથે એક્ટિવા પર કોઈ કારણોસર ઘરેથી નીકળ્યા હતા અને ચાણસ્મા નજીક આવેલ ખોરસમ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં મોતની છલાંગલગાવી હતી.

આ પણ વાંચો :અમદાવાદમાં 9 વર્ષની બાળકી સાથે ગેરેજવાળાએ કરી છેડતી

કિનારે પડેળી એક્ટિવા અને ચંપલો તેમજ આધાર કાર્ડ મળી આવ્યા હતા. આ બનાવની જાણ વાયુવેગે સમગ્ર પંથકમાં ફેલાતા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યાં હતા. તો બીજી તરફ મૃતકના પતિ સહિત પરિવારજનો અને ચાણસ્મા પોલીસઘટના સ્થળે દોડી આવ્યા હતા.

જે બાદ સ્થાનિક તરવૈયાઓને કામે લગાડી મૃતકોની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ સફળતા નહીં મળતાં મોડી સાંજે પાટણ ફાયર બ્રિગેડના જવાનોને બોલાવી પાણીમાં ઉતર્યા હતા. આમ છતાં મૃતદેહ મળી આવ્યા નહોતા.

new project 25 1622187249 ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભાણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું

આ પણ વાંચો :પરબડા પાસે દીવાલ ધરાશાયી, એકનું વ્યક્તિનું મોત, 2 ઘાયલ

મૃતક મહિલાના પતિ બાબુલાલ પટેલે જણાવ્યું હતું કે બપોરે ખાઈ પરવારીને ગરમીના કારણે ઘરમાં આરામ કરી રહ્યા હતા અને અચાનક દોઢથી પોણા બેના ગાળામાં મારા ફોન ઉપર ફોન આવેલ કે તમારા ઘરના કેનાલમાં પડ્યા છે. તરત જ હું અને મારો પરિવાર ઘટનાસ્થળે આવ્યા હતા. કોઈ દિવસ અમારા ઘરમાં મારી પુત્રી કે મારી પત્નીને કોઇ પ્રકારની તકલીફ હતી નહીં. કયા કારણોસર આવું પગલું ભર્યું છે તે હજુ મને પણ સમજાતું નથી તેમ કહીને પોતે ભાવુક બની ગયા હતા.

આ પણ વાંચો :મહેસાણામાં છોકરાની પ્રાપ્તિ માટે સાસરિયાઓએ પુત્રવધુ પર ગુજાર્યો ત્રાસ, અંતે કંટાળી પરિણીતાએ કર્યો આપઘાત

sago str 28 ચાણસ્મા નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં ઘટી મોટી દુર્ઘટના, માતા-પુત્રીએ ભાણી સાથે કેનાલમાં ઝંપલાવ્યું