Not Set/ પોરબંદર : માધવપુરમાં આજથી ૫ દિવસીય મેળા મહોત્સવનો પ્રારંભ

પોરબંદર, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આજથી પાંચ દિવસીય મેળા મહોત્સવનો આરંભ થયો છે. આ મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહનું આયોજન કરવામાં આવશે. આ વિવાહ તારીખ ૨૫ થી ૨૯ માર્ચ સુધી લોકો તેને નિહાળી શકશે. સુત્રો તરફથી એવી માહિતી પણ મળી છે કે ૨૭ માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ૪ રાજ્યોના મુખ્યમંત્રી પણ […]

Gujarat
shamalaji melo પોરબંદર : માધવપુરમાં આજથી ૫ દિવસીય મેળા મહોત્સવનો પ્રારંભ

પોરબંદર,

પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આજથી પાંચ દિવસીય મેળા મહોત્સવનો આરંભ થયો છે. આ મેળામાં ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના વિવાહનું આયોજન કરવામાં આવશે.

આ વિવાહ તારીખ ૨૫ થી ૨૯ માર્ચ સુધી લોકો તેને નિહાળી શકશે. સુત્રો તરફથી એવી માહિતી પણ મળી છે કે ૨૭ માર્ચે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ૪ રાજ્યોના મુખ્યમંત્રી પણ હજાર રહેશે. ઉપરાંત તેની સાથે સાથે ભારતના રક્ષામંત્રી નિર્મલા સીતારમણ અને કેદ્રિય મંત્રી મહેશ શર્મા પણ હજાર રહેશે.

Image result for porbandar mela

આ મેળામાં ૪૫૦ થી પણ વધુ લોકસાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. એટલું જ નહી ૬૦થી નૃત્યના કલાકારો અને શાસ્ત્રીય સંગીતના કલાકારો ભાગ લેશે.