Not Set/ સુરત ઉધના રેલ્વે સ્ટેશન સામે 70થી વધુ દુકાનો જમીનદોસ્ત કરાઇ

સુરત સુરતના ઉધના રેલ્વે  સ્ટેશન નજીક આવેલ દુકાનોમાં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલીશનમાં કોર્પોરેશને ઉધના રેલ્વે સ્ટેશનની બરાબર  સામે આવેલી  ૭૦થી વધુ   દુકાનોને જમીનદોસ્ત કરી દીધી હતી.આ ડીમોલેશનમાં કોઇ ઘર કે બીજી ઇમારતને તોડી નહોતી નંખાઇ પરંતુ જે દુકાનો તોડી નંખાઇ તેમાં કપડા,કરિયાણા અને વાસણની મુખ્ય હતી. 70થી વધુ દુકાનો તોડવામાં કોર્પોરેશને […]

Gujarat
Surat123 1 સુરત ઉધના રેલ્વે સ્ટેશન સામે 70થી વધુ દુકાનો જમીનદોસ્ત કરાઇ

સુરત

સુરતના ઉધના રેલ્વે  સ્ટેશન નજીક આવેલ દુકાનોમાં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલીશનમાં કોર્પોરેશને ઉધના રેલ્વે સ્ટેશનની બરાબર  સામે આવેલી  ૭૦થી વધુ   દુકાનોને જમીનદોસ્ત કરી દીધી હતી.આ ડીમોલેશનમાં કોઇ ઘર કે બીજી ઇમારતને તોડી નહોતી નંખાઇ પરંતુ જે દુકાનો તોડી નંખાઇ તેમાં કપડા,કરિયાણા અને વાસણની મુખ્ય હતી.

70થી વધુ દુકાનો તોડવામાં કોર્પોરેશને 3 જેસીબી મશીનોનો ઉપયોગ કર્યો છે. મહત્વનું છે કે આ દરમ્યાન એસએમસીની ટીમના અધિકારી અને ઉધના ઝોનના અધિકારી ઉપસ્થિત હતા.ડિમોલીશન કરવા અંગે  દુકાનદારો અને  સુરત નગરપાલિકા વચ્ચે કાનૂની લડત  કેટલાય સમયથી ચાલી રહી હતી.

જો કે કોર્ટમાં ચુકાદો  સુરત નગરપાલિકાની તરફેણમાં આવતા મેગા ડિમોલીશન શરૂ કરવામાં આવ્યું હતું. સુત્રોના જણાવ્યા મુજબ નોટિસ આપ્યા હોવા  છતાં દુકાનો ખાલી ન કરતા સુરત નગરપાલિકાના કર્મચારીઓ અને લોકો વચ્ચે હોબાળો થયો હતો. ડીમોલીશન સમયે મોટી સંખ્યામાં અહી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. જેને લઇને પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ૫ણ ફરજ ૫ડી ગઈ  હતી.