Not Set/ આ મુસ્લિમ વ્યક્તિએ એવું કઈક કર્યું કે તમે જાણશો તો ચોંકી જશો

અમદાવાદ, ગુજરાતમાં અમદાવાદ શહેરમાં એક વ્યક્તિએ ૫૦૦ વર્ષ જુનું હનુમાનજીના મંદિરનું જીણોદ્ધાર કરાવીને હિંદુ મુસ્લિમ એકતાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદના રહેવાસી મોઈન મેમોનના કાર્યની પ્રસંશા ચારે બાજુ થઇ રહી છે. આ મંદિર અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં હનુમાન ગલીમાં આવેલું છે. મંદિરનો જીણોદ્ધાર પૂરું કરતા મેમોનને બે અઠવાડિયાનો સમય લાગ્યો હતો. આ કાર્ય વિશે […]

Gujarat
aaaa આ મુસ્લિમ વ્યક્તિએ એવું કઈક કર્યું કે તમે જાણશો તો ચોંકી જશો

અમદાવાદ,

ગુજરાતમાં અમદાવાદ શહેરમાં એક વ્યક્તિએ ૫૦૦ વર્ષ જુનું હનુમાનજીના મંદિરનું જીણોદ્ધાર કરાવીને હિંદુ મુસ્લિમ એકતાનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદના રહેવાસી મોઈન મેમોનના કાર્યની પ્રસંશા ચારે બાજુ થઇ રહી છે. આ મંદિર અમદાવાદના મિરઝાપુર વિસ્તારમાં હનુમાન ગલીમાં આવેલું છે.

મંદિરનો જીણોદ્ધાર પૂરું કરતા મેમોનને બે અઠવાડિયાનો સમય લાગ્યો હતો. આ કાર્ય વિશે મેમોને જણાવ્યું હતું કે હનુમાનજીના આટલા બધા ભક્ત વચ્ચે મને મંદિરનો જીણોદ્ધાર કરવાની તક મળી. હું તે બદલ પોતાને ભાગ્યવાન સમજુ છુ.

Related image

Related image

Related image

હિંદુમુસ્લિમની એકતાનું ઉદાહરણ આનાથી વિશેષ શું હોઈ શકે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ભારતભરમાં સંપ્રદાયિક ઘટનાના લીધે ૧૧૧ વ્યક્તિના મૃત્યુ નીપજ્યા હતા અને ૨,૩૮૪ લોકો ઘાયલ હતા.

લોકસભા દરમ્યાન એક પ્રશ્નના જવાબમાં રાજ્ય ગૃહમંત્રી  હંસરાજ આહિરે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૭માં સંપ્રદાયિક હિંસાની ૧૯૫ ઘટના ઉત્તર પ્રદેશમાં થઇ હતી જેમાં ૪૪ લોકો માર્યા ગયા હતા અને ૫૪૨ લોકો ઘવાયા હતા. કર્ણાટકમાં ગયા વર્ષે ૧૦૦ સંપ્રદાયિક ઘટનામાં ૯ લોકોના મોત અને ૨૨૯ લોકો ઘાયલ થયા હતા. રાજસ્થાનમાં પણ આવી ૯૧ ઘટના થઇ હતી જેમાં ૧૨ લોકોના મૃત્યુ અને ૧૭૫ લોકો ઘાયલ થયા હતા.