Hanuman/ HLFT-42 એરક્રાફ્ટમાંથી બજરંગબલીનો ફોટો હટાવાયો, જાણો કેમ?

હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટના પાછળના ભાગમાંથી ભગવાન હનુમાનજીની તસવીર હટાવી દીધી છે. બેંગલુરુમાં આયોજિત એરો ઈન્ડિયા…

Top Stories World
HLFT-42 Bajrangbali photo

HLFT-42 Bajrangbali photo: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) એ એરશોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટના પાછળના ભાગમાંથી ભગવાન હનુમાનજીની તસવીર હટાવી દીધી છે. બેંગલુરુમાં આયોજિત એરો ઈન્ડિયા શોમાં ટ્રેનર ફાઈટર એરક્રાફ્ટ HLFT-42 પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, જેના પર હાથમાં ગદા લઈને ઉડતા ભગવાન હનુમાનની તસવીર હતી. તેની સાથે પ્લેન પર લખેલું હતું કે તોફાન આવી રહ્યું છે (ધ સ્ટોર્મ ઇઝ કમિંગ). તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

એરો શો દરમિયાન આ ટ્રેનર એરક્રાફ્ટની તસવીર સામે આવ્યા બાદ લોકોએ સોશિયલ મીડિયા પર સવાલો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. લોકોએ સવાલ કર્યો કે ધર્મનિરપેક્ષ દેશમાં વિમાનમાં ભગવાન હનુમાનની તસવીર કેવી રીતે હોઈ શકે? તો કંપનીએ વિમાનમાં ભગવાન હનુમાનની તસવીર રાખવાના બે કારણો આપ્યા હતા. કંપનીએ કહ્યું હતું કે આ વિમાન હનુમાનજીની શક્તિઓથી પ્રેરિત છે. આ સિવાય કંપનીએ જણાવ્યું કે જ્યારે તેઓએ પહેલું ટ્રેનર એરક્રાફ્ટ બનાવ્યું હતું, જેનું નામ મરુત હતું. તેનો શાબ્દિક અર્થ મારુતિ છે એટલે કે ભગવાન હનુમાન પવનદેવ અને પવનદેવના પુત્ર હતા.

સીબી અનંતક્રિષ્નન, સીએમડી, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ બેંગલુરુમાં એરો ઈન્ડિયા શોમાં પ્રદર્શિત HLFT-42 એરક્રાફ્ટ મોડેલમાંથી ભગવાન હનુમાનની તસવીર દૂર કરવા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે એરક્રાફ્ટ પર ભગવાન હનુમાનની તસવીર કોતરીને તેણે પોતાની જૂની પરંપરાને આગળ વધારી છે. HALએ પોતાના પેવેલિયનમાં આ ફાઈટર એરક્રાફ્ટનું મોડલ લગાવ્યું છે. આ એક સુપરસોનિક એરક્રાફ્ટ છે અને તેને ફાઈટર પાઈલટોની તાલીમ માટે તૈયાર કરવામાં આવ્યું છે. તે બે એન્જિન સાથેનું પ્રથમ સ્વદેશી ટ્રેનર ફાઇટર એરક્રાફ્ટ હશે. જણાવી દઈએ કે HAL પાસે હાલમાં જે ફાઈટર એરક્રાફ્ટ છે તે એક એન્જિન સાથે તેજસ છે.

આ પણ વાંચો: Entertenment/મહાઠગને જેલમાં સતાવી રહી છે ગર્લફ્રેન્ડની યાદ, સુકેશ ચંદ્રશેખરે જેકલીનને આ રીતે કર્યો વેલેન્ટાઈન વિશ