ST Corporation/ દિવાળી તહેવાર નિમિત્તે એસટી નિગમને થઇ અધધ આવક,કમાણીનો આંકડો કરોડોને પાર

દિવાળીના પર્વમાં તારીખ 19 ઓકટોબરથી 26 ઓકટોબર સુધી એસટી નિગમની આવકનો આંકડો ધરખમ વધ્યો છે

Top Stories Gujarat
21 5 દિવાળી તહેવાર નિમિત્તે એસટી નિગમને થઇ અધધ આવક,કમાણીનો આંકડો કરોડોને પાર

દિવાળીના તહેવારમાં દર વર્ષ કરતા ચાલુ વર્ષે વધુ રોનક જોવા મળી હતી. તહેવારની રજામાં પ્રવાસન સ્થળો ધમધમતા રહ્યા હતા. પરિવાર સાથે દિવાળીનો તહેવાર કરવા જતાં એસટી બસ સ્ટેશનો પર પણ ભારે ભીડ જોવા મળી હતી.દિવાળીના પર્વમાં તારીખ 19 ઓકટોબરથી 26 ઓકટોબર સુધી એસટી નિગમની આવકનો આંકડો ધરખમ વધ્યો છે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે સાડા 7 કરોડથી વધારે એસટી નિગમમાં આવક થઇ છે, એસટી બસની 8 હજાર 304 ટ્રીપ કરી જેમાં સાડા 7 કરોડ કરતા વધારે આવક નોંધાઇ છે, દિવાળીના પર્વને ધ્યાને લઇ પંચમહાલ અને સુરતના રત્ન કલાકારો જેવા મુસાફરોની સુવિધા માટે દરેક જગ્યાએ બસની સુવિધા કરવામાં આવી હતી.

 દિવાળીના તહેવાર દરમિયાન 2,300 બસો દોડાવવાનું આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. જેમ મુસાફરોનો ધસારો વધે તેમ વધારાની બસો દોડાવવા માટે તમામ ડિવિઝનને સૂચના આપવામાં આવી હતી. 16 ડિવિઝનમાંથી કુલ 8,304 એક્સ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવ્યું હતું. જેના કારણે 7 કરોડ 18 લાખની આવક થઈ છે. જે ગત વર્ષની દિવાળીના તહેવારની સરખામણીએ ચાલુ વર્ષે 2 કરોડની વધુ આવક થઈ છે.રાજ્યભરમાં 2,300 વધારાની બસો દોડાવવાની જાહેરાત કરી હતી. વધારાની બસો દોડાવવામાં આવતા રાજ્યના નાગરિકોને ઘણો લાભ થયો છે.