સ્પષ્ટતા/ પાકિસ્તાનના પત્રકારને બોલાવવાના આરોપ પર હામિદ અંસારીએ કર્યો આ ખુલાસો

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે, પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવા પર ભાજપે આજે અંસારી અને કોંગ્રેસ પાસેથી જવાબ માંગ્યો હતો

Top Stories India
9 1 5 પાકિસ્તાનના પત્રકારને બોલાવવાના આરોપ પર હામિદ અંસારીએ કર્યો આ ખુલાસો

ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો છે. પાકિસ્તાની પત્રકાર નુસરત મિર્ઝાના દાવા પર ભાજપે આજે અંસારી અને કોંગ્રેસ પાસેથી જવાબ માંગ્યો હતો. મિર્ઝાએ કહ્યું હતું કે તેઓ હામિદ અન્સારીના આમંત્રણ પર ઘણી વખત ભારત આવ્યા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ISIના નિર્દેશ પર તે કોંગ્રેસના શાસનમાં ભારત ગયા હતા અને ગુપ્ત માહિતી એકઠી કરી હતી. મિર્ઝાના આ દાવાઓ બાદ જ બીજેપીએ અંસારી પર હુમલો કર્યો હતો.

હામિદ અંસારીએ શું કહ્યું?

અંસારીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે તેમણે ક્યારેય કોઈ પાકિસ્તાની પત્રકારને આમંત્રણ આપ્યું નથી અને મિર્ઝાને ક્યારેય મળ્યા નથી. તેમણે કહ્યું કે ઉપરાષ્ટ્રપતિ વતી સરકારની સલાહ પર વિદેશી હસ્તીઓને આમંત્રણ મોકલવામાં આવે છે. અંસારીના આ નિવેદન બાદ હવે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં જવાબ આપે તેવી શક્યતા છે, કારણ કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ આમંત્રણ મોકલવાના મુદ્દે સીધી રીતે તત્કાલીન કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી છે.

ભાજપે પણ પ્રહારો કર્યા

અન્સારીએ ઈરાનમાં ભારતના રાજદૂત તરીકે રાષ્ટ્રીય હિતોની સાથે ચેડા કર્યા હોવાના આરોપોને પણ ફગાવી દીધા હતા. તેમણે કહ્યું- “ઈરાનમાં રાજદ્વારી તરીકે, તેઓ હંમેશા સરકારની માહિતી હેઠળ હતા. તેમણે કહ્યું કે તેઓ આવી બાબતોમાં રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતાથી બંધાયેલા છે અને તેમના પર ટિપ્પણી કરવાનું ટાળશે. અંસારીએ કહ્યું, “મીડિયા અને ભાજપ કંપનીના સત્તાવાર પ્રવક્તાએ મારી સામે એક પછી એક જુઠ્ઠાણા ફેલાવ્યા છે.

ભારત સરકાર પાસે તમામ માહિતી છે

2007 થી 2017 સુધી ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલા અંસારીએ કહ્યું, “મેં 11 ડિસેમ્બર 2010 ના રોજ આતંકવાદ પર ‘આતંકવાદ અને માનવ અધિકારો પર ન્યાયવાદીઓની આંતરરાષ્ટ્રીય પરિષદ’નું ઉદ્ઘાટન કર્યું હતું. સામાન્ય પ્રથાની જેમ, આયોજકો દ્વારા આમંત્રિતોની યાદી તૈયાર કરવામાં આવી હશે. મેં તેમને (પાકિસ્તાની પત્રકાર) ક્યારેય આમંત્રણ આપ્યું નથી કે તેમને મળ્યા નથી.”

અંસારીએ કહ્યું, “ભારત સરકાર પાસે તમામ માહિતી છે અને સત્ય કહેવાની તે એકમાત્ર સત્તા છે. એ રેકોર્ડની વાત છે કે તેહરાનમાં મારા કાર્યકાળ પછી, મને સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. ત્યાં મારા દ્વારા કરવામાં આવેલા કામની દેશ-વિદેશમાં પ્રશંસા કરવામાં આવી છે.”