Not Set/ પાકિસ્તાન જેલમાંથી 6 વર્ષ બાદ આજે ભારત પરત આવશે હમીદ અન્સારી, હતો જાસુસીનો આરોપ

ભારતીય નાગરિક હમીદ નેહલ અન્સારી, જે પાકિસ્તાનની જેલમાં 6 વર્ષથી કેદ હતા તેઓ આજે વાઘા બોર્ડરથી ભારત પરત આવશે. એમનાં પર જાસુસીનો આરોપ હતો. એક્સટર્નલ અફેર મીનીસ્ટ્રીનાં પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે , આ એક મોટી રાહત છે ખાસ કરીને એમનાં પરિવાર માટે. 6 વર્ષ બાદ પોતાનો દીકરો ભારત પરત આવે છે ત્યારે એમની માતાએ […]

Top Stories India
hamid ansari પાકિસ્તાન જેલમાંથી 6 વર્ષ બાદ આજે ભારત પરત આવશે હમીદ અન્સારી, હતો જાસુસીનો આરોપ

ભારતીય નાગરિક હમીદ નેહલ અન્સારી, જે પાકિસ્તાનની જેલમાં 6 વર્ષથી કેદ હતા તેઓ આજે વાઘા બોર્ડરથી ભારત પરત આવશે. એમનાં પર જાસુસીનો આરોપ હતો. એક્સટર્નલ અફેર મીનીસ્ટ્રીનાં પ્રવક્તા રવીશ કુમારે જણાવ્યું કે , આ એક મોટી રાહત છે ખાસ કરીને એમનાં પરિવાર માટે.

6 વર્ષ બાદ પોતાનો દીકરો ભારત પરત આવે છે ત્યારે એમની માતાએ કહ્યું કે, ‘એ સારા ઈરાદા સાથે ગયો હતો પણ શરુઆતમાં એ ગાયબ થઇ ગયો અને ત્યારબાદ એ મળ્યો અને એને કેદ કરી લેવામાં આવ્યો. એ વિઝા વગર ગયો ન હતો. એને છોડી દીધો એ વાત માનવતાની જીત છે.’

પાકિસ્તાન ઇન્ટરનલ અફેર્સ મીનીસ્ટ્રીનાં પ્રવક્તા ડોક્ટર મોહમ્મદ ફૈઝલે આ માહિતીને ટ્વીટ કરીને જણાવ્યું હતું , જેમાં એમણે હમીદ અન્સારીને ‘ભારતીય જાસુસ’ કહ્યો હતો અને જણાવ્યું હતું કે તે પાકિસ્તાનમાં ગેરકાનૂની રીતે દાખલ થયો હતો જે ‘એન્ટી સ્ટેટ ક્રાઈમ’ માં શામેલ હતો.

૩૩ વર્ષીય અન્સારી એક એન્જીનીયર હતા. તેઓ મુંબઈથી હતા. અન્સારી 4 નવેમ્બર, 2012નાં રોજ કબુલ, અફઘાનિસ્તાન ટુરિસ્ટ વિઝા પર જોબ માટે ગયાં હતા. ત્યરબાદ તેઓ પાકિસ્તાનમાં દાખલ થયાં હતા એક છોકરીને મળવા ગયાં હતા જેને તેઓ ફેસબુક પર મળ્યાં હતા. એ જ વર્ષે તેઓ પાકિસ્તાન દ્વારા કસ્ટડીમાં લેવાય ગયાં હતા.