દિલ્હી હત્યાકાંડ/ સાક્ષીના હત્યારેને આપો ફાંસી, સુરતમાં ABVP દ્વારા પૂતળા દહન કરી કરાઈ માગ

દિલ્હીમાં સાહિલ દ્વારા 16 વર્ષની સાક્ષીની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી, સુરતમાં ABVP દ્વારા પૂતળા દહન કરી સાહિલને ફાંસીની સજા આપવાની માગ કરાઇ

Top Stories Gujarat Surat
ABVP

@અમિત રૂપાપરા 

દિલ્હીમાં સાહિલ નામના વિદર્મી દ્વારા 16 વર્ષની સાક્ષીને 20 જેટલા ચપ્પુના ઘા ઝીંકી પથ્થરથી તેનું માથું છીંદી તેની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાને લઈને હવે હિન્દુ સંગઠનોમાં રોષ છે. ત્યારે સાહિલને ફાંસીની સજા થાય તે માટે સુરતમાં અણુવ્રતદ્વાર ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પૂતળા દહન અને વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું.

Untitled 110 1 સાક્ષીના હત્યારેને આપો ફાંસી, સુરતમાં ABVP દ્વારા પૂતળા દહન કરી કરાઈ માગ

દિલ્હીના શાહબાદ ડેરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સાહિલ નામના વિધર્મી દ્વારા 16 વર્ષની વિદ્યાર્થીની સાક્ષીની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિધર્મી સાહિલની ઉંમર 20 વર્ષની હતી અને સાહિલને સાક્ષી સાથે ફોન પર કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. આ ઝઘડાના કારણે સાહિલે રોસે ભરાઈને સાક્ષીની હત્યા કરી નાખવામાં આવી હતી. સાક્ષીની હત્યા કર્યા બાદ સાહિલ ઘટના સ્થળેથી ભાગી ગયો હતો. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીએ 16 વર્ષની સાક્ષીને એક પછી એક 20 જેટલા ચપ્પુના ઘા ઝીંકવામાં આવ્યા હતા અને ત્યારબાદ લોહી લુહાણ કરી નાખી હતી. લોહી લુહાણ કર્યા બાદ એક વજનદાર પથ્થરથી સાક્ષીના માથાના ભાગે એક પછી એક ઇજા કરવામાં આવી હતી અને સાક્ષીનું માથું છુંદી નાખવામાં આવ્યું હતું. જો કે દિલ્હી પોલીસે સાહિલની ધરપકડ ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી કરી લીધી છે.

Untitled 110 સાક્ષીના હત્યારેને આપો ફાંસી, સુરતમાં ABVP દ્વારા પૂતળા દહન કરી કરાઈ માગ

તો આ મામલે ભાજપ નેતા કપિલ મિશ્રાએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,આ લવ જેહાદ છે. ત્યારે હવે દિલ્હીમાં બનેલી આ ઘટનાને લઈને હિન્દુ સંગઠનોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને સુરતમાં પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ ઘટનાનો વિરોધ કરવામાં આવ્યો હતો.

Untitled 111 સાક્ષીના હત્યારેને આપો ફાંસી, સુરતમાં ABVP દ્વારા પૂતળા દહન કરી કરાઈ માગ

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આરોપી સાહિલ સરફરાજને ફાંસીની સજા આપવાની માગણી કરવામાં આવી હતી અને પૂતળું દહન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આ ઘટનાને નીંદનીય ગણાવવામાં આવી હતી. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સુરતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અણુવ્રત દ્વાર ખાતે પૂતળા દહન કરી વિરોધ પ્રદર્શન કરી માગણી કરવામાં આવી હતી કે, આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને જેહાદી સાહિલને ફાંસીની સજા આપવામાં આવે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી કે, સાક્ષીના હત્યારાને ફાંસીની સજા નહીં થાય તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો:બોટાદ-ધંધુકા હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત, ત્રણના સ્થળે જ મોત

આ પણ વાંચો:રિટર્ન ગુડ્સનો રેસિયો વધતા સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ચિંતામાં મુકાયા

આ પણ વાંચો:સુરતના ડાયમંડ ઉદ્યોગ માટે માઠા સમાચાર, રશિયાની રફમાંથી તૈયાર થયેલા હીરા અમેરિકાના જવેલર્સો નહીં ખરીદે

આ પણ વાંચો:ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું-… ભારત જ નહીં પાકિસ્તાનને પણ બનાવી દઈશું હિન્દુ રાષ્ટ્ર