મોંઘવારી !/ જો આવું થાય તો પેટ્રોલ અને ડીઝલ ભારતમાં સસ્તું મળી શકે છે…

જો આવું થાય તો પેટ્રોલ અને ડીઝલ ભારતમાં સસ્તું મળી શકે છે…

Top Stories Trending Business
આધાર 7 12 જો આવું થાય તો પેટ્રોલ અને ડીઝલ ભારતમાં સસ્તું મળી શકે છે...

@ ચિરાગ પંચાલ, અમદાવાદ 

ભારતમાં મિસાઇલની જેમ આકાશમાં ઉંચે જઇ રહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવોથી જનતાની અકળામણ વધી ગઇ છે. કારણ કે કેટલાક શહેરોમાં તો પેટ્રોલનો આંકડો ૧૦૦ રૂપિયા પર પહોચ્યો છે. સરકાર આ ભાવમાં ઘટાડો કેવી રીતે થાય તેના પ્રયાસ કરી રહી છે. પણ જાણકારો કહે છે કે સામાન્ય જનતાને તેમાંથી હાલ કોઇ રાહત મળવાના સમાચાર નથી. કારણ કે આંતરાષ્ટ્રીય બજારોમાં ભાવ હજુ વધી શકે તેમ છે.

ભારતમાં કદાચ પહેલીવાર પેટ્રોલની કીંમત કેટલાક શહેરોમાં સો રૂપિયા થઇ ગઇ છે. જો આંતરાષ્ટ્રીય બજારોમાં કાચાતેલની કિંમત જોઇએ તો તેલ હજુ મોંઘુ થવાનું છે. તો શું સમાન્ય જનતાને હાલમાં તેની કિંમતોમાં કોઇ રાહત નહી મળી શકે..? શું આપણે પેટ્રોલ અને ડિઝલ પર ધીરે ધીરે નીર્ભરતા ઓછી કરવી પડશે..? તેલની આકાશે અડી રહેલી કિંમતોને લઇને વિપક્ષ સતત સરકારની આલોચના કરી રહયુ છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સંઘવીએ થોડા દિવસ પહેલાં કહ્યુ હતુ કે સરકારને પેટ્રોલ અને ડીઝલના વધારાના કરને તાત્કાલિક હટાવી દેવા જોઇએ. તેનાથી ભાવ નિંચા લાવવામાં મદ મળશે.

ખબર એવી છે કે કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યુટી થોડી ઓછી કરવાનો વિચાર કરી રહી છે. સુત્રો પ્રમાણે તેના પર નાણાકિય અને તેલ મંત્રાલય વચ્ચે સમજૂતિ થઇ શકી નથી. પણ જો સરકાર થોડી ઘણી એક્સાઇઝ ડ્યુટી ઓછી કરી દે તો બીજી તરફ આંતરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કીંમતો વધતી જઇ રહી છે. અને હજુ વધશે તેની પણ પુરી સંભાવના છે. તેવું થશે તો ભારતમાં સામાન્ય જનતાને પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં જરાત રાહત નહી મળે આવતા કેટલાક સમય સુધી મહીનામાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં ઉતાર ચઢાવ આવી શકે છે. પણ વિશેષજ્ઞ કહે છે કે આવતા સમયમાં કિંમતોમાં ભારે ઉછાળો આવશે.

ક૨ 7 જો આવું થાય તો પેટ્રોલ અને ડીઝલ ભારતમાં સસ્તું મળી શકે છે...

હાલના દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત લગભગ ૬૬-૬૭ ડોલર પ્રતિ બેરલ છે. તો શું આ વર્ષે તે ૧૦૦ ડોલર સુધી જઇ શકે છે..? જોકે આંતરરાષ્ટ્રીય બજારના જાણકારો કહે છે કે ૧૦૦ ડોલર નહી પણ તેલની કીંમત તેનાથી પણ વધી શકે છે. કેન્દ્ર સરકાર તેલના ભાવને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે. પણ સત્તારૂઢ ભાજપના આર્થિક મામલાના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણના વિચારમાં સરકારના હાથ બંધાયેલા છે.

ભાવવધારો / પ્લેટફોર્મ ટિકિટનો ભાવ વધારો હંગામી, રેલ્વેએ આપ્યું આ નિવેદન

Petrol price today: Petrol, diesel prices remain unchanged on Friday - The  Economic Times

જો કે કુલ મળીને સરકારના રેવન્યુ કલેકશનમાં ૧૪.પ ટકા ઘટાડો આવ્યો છે. આ અવધિમાં સરકારનો ખર્ચ ૩૪.પ ટકા જેટલો વધી ગયો છે. તેમ છતાં સરકારે ટેક્સ નથી વધાર્યો. તેના લીધે રાજકોષિય ખાધ ૯.પ ટકા થઇ ગઇ છે. જેમાં ઘરેલું ઉત્પાદન ઉધારનો ભાગ ૭૮ ટકા જેટલો છે. તેવામાં કેન્દ્ર સરકાર તરફથી તેમાં કોઇ રાહત મળી શકે તેવી કોઇ શકયતા નથી. પણ આ કિસ્સામાં રાજય સરકારો રાહત આપી શકે તેમ છે.

Ambani Threat Case / પડોશી બોલ્યા- બાળકોને તરવાનું શિખવાડતા હતા મનસુખ, આત્મહત્યા ન કરી શકે

Delhi Petrol Price Up 26 Paise Diesel By 29 Paise-ANI - BW Businessworld

પણ જો કેન્દ્રના હાથ બંધાયેલા છે તો રાજય સરકારો પણ મજબૂર છે. તેલમાંથી થનારી કમાણીમાં કેન્દ્રનો હિસ્સો સૌથી વધારે છે. દર ૧૦૦ રૂપિયાના તેલ પર કેન્દ્ર અને રાજય સરકારોનો કર અને એજન્ટના કમિશનને જોડીએ તો ૬પ રૂપિયા જેટલા થાય છે. તેમાં ૩૭ રૂપિયા કેન્દ્ર સરકારના અને ૨૩ રૂપિયા રાજય સરકારના છે. લોકડાઉન દરમિયાન જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ ગગડ્યા હતા. અને ૨૦ ડોલર પ્રતિબેરલ સુધી પહોચી ગયા હતા. ત્યારે લોકોને આશા હતી કે.,પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થશે. પણ તે વધતા જ ગયા અને આવું શા માટે થયું..?

Covid-19 / રાજ્યમાં ફરી માથું ઉચકતો કોરોના, આજે નોધાયાં 515 નવા કેસ

Crude Oil Futures Slip Nearly 1% To Rs 4,423 Per Barrel On Rise In US Crude  Inventory

પાછલા વર્ષે જયારે આંતરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ ઓછા થયા હતા. તેમ છતાં આપણા દેશમાં શા માટે પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો ન થયો..? કારણ કે કેન્દ્ર સરકારે તેલ પર ટેક્સ બે વાર વધારી દીધો, પાછલા વર્ષે લોકો પર તેની અસર ન થઇ કારણ કે કાચા તેલની કીંમતો ઓછી હતી. એટલે કે ૨૦ ડોલર હતી. પણ અત્યારે ૬૭ ડોલર છે. એટલે કે ૮૦ ટકા જેટલી મોંઘી થઇ ગઇ છે.

Petrol Price Hiked By Up To 16 Paise Per Litre In Metros, Diesel Price  Unchanged

દેશમાં પેટ્રોલ પંપ પર મળતા પેટ્રોલ અને ડિઝલના ભાવ આંતરાષ્ટ્રીય બજાર સાથે જોડાયેલા હોય છે. તેનો મતલબ એવો થયો કે આંતરાષ્ટ્રીય બજારમાં તેલનો ભાવ ઘટે કે વધે તો ભારતમાં પણ તે પ્રકારનો ઉતાર ચઢાવ જોવા મળે છે. પણ પાછલા છ વર્ષમાં એક પણ વાર તેવું થયુ જ નથી. ૨૦૧૪માં જ્યારે સરકાર સત્તામાં આવી તો તેલની કીંમત ૧૦૬ ડોલર પ્રતિ બેરલ હતી. તે પછી કીંમતોમાં ઘટાડો આવી રહયો હતો.  ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મજાકમાં કહ્યુ હતું કે હું ભાગ્યશાળી છું જ્યારથી હું સત્તામાં આવ્યો છું. ત્યારથી કિંમતોમાં ઘટાડો થઇ રહ્યો છે. તે વખતે પેટ્રોલની કિંમત ૭૨ રૂપિયા પ્રતિલીટર હતી. તે પછી સરકારે ભારતમાં પેટ્રોલની કિંમત ઓછી ન થવા દીધી. ઉપરથી સરકારે તેના ઉત્પાદન દરમાં વધારો કર્યો.

Political / રામ કાર્ડ સામે હરેકૃષ્ણ હરેરામ અને નમઃ શિવાયનો નારો