Not Set/ Happy Birthday/ 14 વર્ષની વયે કેટરીના કૈફે શરુ કર્યું હતું મોડલિંગ, જાણો એક્ટ્રેસની જાણી-અજાણી વાતો

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ 16 જુલાઈ 2020 ના રોજ પોતાનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. તેણે ‘નમસ્તે લંડન’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’, ‘એક થા ટાઇગર’ અને ‘ધૂમ 3’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેની ફિલ્મની સફર એટલી સરળ નહોતી.  તેને આ તબક્કે પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. તો […]

Uncategorized
02474936ae6701b94fa36cfec606354b Happy Birthday/ 14 વર્ષની વયે કેટરીના કૈફે શરુ કર્યું હતું મોડલિંગ, જાણો એક્ટ્રેસની જાણી-અજાણી વાતો

બોલિવૂડ એક્ટ્રેસ કેટરીના કૈફ 16 જુલાઈ 2020 ના રોજ પોતાનો 37 મો જન્મદિવસ મનાવી રહી છે. તેણે ‘નમસ્તે લંડન’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’, ‘એક થા ટાઇગર’ અને ‘ધૂમ 3’ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેની ફિલ્મની સફર એટલી સરળ નહોતી.  તેને આ તબક્કે પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. તો આવો આજે કેટરીનાના જન્મદિવસ પર જાણીએ તેના જીવનના સફર અને તેનાથી સંબંધિત ખાસ વસ્તુઓ વિશે.

કેટરિના કૈફનો જન્મ 1983 માં હોંગકોંગમાં થયો હતો. તેનું પૂરું નામ કેટરિના ટરકોટે છે, પરંતુ પાછળથી તેનું સરનેમ બદલીને કૈફ કરી નાખવામાં આવ્યું છે. આ તેના પિતાનું સરનેમ છે, જે યુ.એસ. ના સફળ ઉદ્યોગપતિમાંના એક છે.

કેટરીના બાળપણમાં ચાઇના, જાપાન, ફ્રાંસ અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા સ્થળોએ સફર કરી ચુકી હતી. તેની માતા એક સેવાભાવી સંસ્થામાં કામ કરતા હતા. આને કારણે તેમને દર 2 વર્ષે પોતાનું ઘર બદલવું પડતું. આ પછી તે લંડનમાં સ્થાયી થઈ, પરંતુ કેટરરીના ત્યાં માત્ર ત્રણ વર્ષ રહી અને તે પછી ભારત આવી ગઈ.

Happy Birthday Katrina Kaif: Excited fans cannot stop praising ...

કેટરિનાએ માત્ર 14 વર્ષની ઉંમરે મોડેલિંગ શરૂ કર્યું હતું. આના સાથે જોડાયેલ  એસાઈમેન્ટ માટે તે મુંબઇ આવી હતી.

એવું કહેવામાં આવે છે કે તેઓ કોફી શોપમાં નિર્માતા-દિગ્દર્શક મુકેશ ભટ્ટને મળી હતી. તેણે ‘સાયા’ (2004) ફિલ્મ માટે કેટને સાઇન કરી હતી, પરંતુ કેટ હિન્દી ન બોલી શકતી હોવાથી 2 દિવસ સુધી શૂટિંગ કર્યા બાદ આ ફિલ્મ છોડી દીધી હતી.

Birthday girl Katrina Kaif earns in crores but wants to steal this ...

આ પછી, કેટરિનાએ હિન્દી ભાષા શીખી અને સખત મહેનત બાદ સફળતા મેળવી.

કેટરિના કૈફ હવે અક્ષય કુમારની સાથે ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે, જે કોરોના વાયરસના મહામારીને કારણે રિલીઝ થઈ નથી. આ વર્ષે દિવાળી પર રિલીઝ થવાની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.