Birthday/ માતા-પિતાના લગ્ન પહેલા જ થઇ ગયો હતો શ્રૃતિ હાસનનો જન્મ, 6 વર્ષની ઉંમરથી કરી રહી છે સિંગિંગ

અભિનેત્રી શ્રુતિ હાસન દક્ષિણથી લઇને બોલિવૂડ સુધી સફર કરી ચૂકી છે. ચેન્નાઈમાં 28 જાન્યુઆરી 1986માં જન્મેલી શ્રુતિ આજે તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીએ માત્ર 6 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એક અભિનેત્રી ઉપરાંત શ્રુતિ સિંગર પણ છે. તેણે તેના પિતા કમલ હાસનની ફિલ્મ આન્ટી 420 માં ગાયું હતું. ત્યારબાદ તેણે […]

Entertainment
shruti hasan માતા-પિતાના લગ્ન પહેલા જ થઇ ગયો હતો શ્રૃતિ હાસનનો જન્મ, 6 વર્ષની ઉંમરથી કરી રહી છે સિંગિંગ

અભિનેત્રી શ્રુતિ હાસન દક્ષિણથી લઇને બોલિવૂડ સુધી સફર કરી ચૂકી છે. ચેન્નાઈમાં 28 જાન્યુઆરી 1986માં જન્મેલી શ્રુતિ આજે તેનો 35 મો જન્મદિવસ ઉજવી રહી છે.

અભિનેત્રીએ માત્ર 6 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એક અભિનેત્રી ઉપરાંત શ્રુતિ સિંગર પણ છે. તેણે તેના પિતા કમલ હાસનની ફિલ્મ આન્ટી 420 માં ગાયું હતું. ત્યારબાદ તેણે ‘દિલ તો બચા હૈ જી’, ‘રમૈયા વસ્તાવૈયા’, ‘વેલકમ બેક’ અને ‘ગબ્બર’ જેવી ફિલ્મોમાં કામ કર્યું. જો કે તેને મોટી સફળતા મળી નથી.

Photos: ग्लैमरस अंदाज में श्रुति हसन ने बिखेरा जलवा, इंस्टाग्राम पर लगाई आग  - डाइनामाइट न्यूज़

શ્રુતિ હાસને સ્કૂલનું શિક્ષણ ચેન્નઈથી શરુ કર્યું હતું. ત્યારબાદ તેણે સેન્ટ એન્ડ્ર્યુ કોલેજમાંથી મનોવિજ્ઞાનિક વિષયમાં કોલેજ પૂર્ણ કરી. ગાવામાં રસ હોવાને કારણે તે કેલિફોર્નિયા સંગીત શીખવા પણ ગઈ હતી.

Shruti Haasan glamorous candy magazine photoshoot is blowing away the mind  | Shruti Haasan ने कराया ग्लैमरस Photoshoot, मैग्जीन कवर पर नजर आएगी तस्वीर  | Hindi News,

બહુ ઓછા લોકો જાણે છે કે શ્રુતિ હાસનનો જન્મ તેના માતાપિતાના લગ્નના માત્ર બે મહિના પછી થયો હતો. ખરેખર, કમલ હાસન અને સારિકા લાઇવ રિલેશનશિપમાં હતાં. આ દરમિયાન, સારિકા ગર્ભવતી થઈ અને શ્રુતિનો જન્મ થયો. બે વર્ષ પછી, કમલ હાસન અને સારિકાના લગ્ન થયા. તેમને બીજી એક પુત્રી અક્ષરા હાસન છે.

Shruti Haasan: Cannes dramatic debut done, now Shruti Haasan opts out of  'Sanghamitra' - The Economic Times

ફિલ્મોને કારણે શ્રુતિ હાસન જેટલી ચર્ચામાં છે એટલી જ તેની લવ લાઇફ પણ ચર્ચામાં છે. શ્રુતિ વિદેશી બોયફ્રેન્ડ માઇકલ કોર્સેલને ડેટ કરી રહી હતી. છેલ્લા ત્રણ વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા પછી 2019માં બ્રેકઅપ થયું હતુ. ત્યારબાદ શ્રુતિ ખરાબ રીતે તૂટી ગઈ. તેને દારૂનો નશો હતો. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતે એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. તેણે કહ્યું હતું કે દારૂના વ્યસનને કારણે તેની કારકિર્દી પર અસર થઈ હતી. પણ તેણે તેની કારકિર્દીમાંથી થોડો સમય વિરામ લેવો પડ્યો.

PICS- ब्लैक साड़ी में श्रुति हासन ने गिराईं हुस्न की बिजलियां, सोशल मीडिया  पर लगाई आग | PICS- ब्लैक साड़ी में श्रुति हासन ने गिराईं हुस्न की ...

આ સિવાય શ્રુતિ હાસન તેની પ્લાસ્ટિક સર્જરીને કારણે પણ ચર્ચામાં રહી છે. તેણે પોતે જાહેરાત કરી હતી કે તે પ્લાસ્ટિક સર્જરીનો આશરો લઈ રહી છે. આ દ્વારા, તેણે તેના નાકના આકારમાં સુધારો કર્યો.