Vaccine/ ખુશ ખબર : દેશમાં વધુ એક રસી ક્લિનિકલ ટ્રાયલમાં પાસ, ભારત બાયોટેક એ જાહેર કર્યા પરિણામ

ભારત બાયોટેકે સ્વદેશી વેક્સિન કોવેક્સિનને લઈને સારા સમાચાર આપ્યાં છે. કંપનીએ બુધવારે વેક્સિનના ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ્સના ઈન્ટરિમ પરિણામો જાહેર કર્યા છે. આ વેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે. સરકારે

Top Stories India
ખુશ ખબર : દેશમાં વધુ એક રસી ક્લિનિકલ ટ્રાયલમાં પાસ, ભારત બાયોટેક એ જાહેર કર્યા પરિણામ

સમગ્ર દેશમાં એક તરફ કોરોનાના આંકડા દિનપ્રતિદિન વધી રહ્યા છે તેની વચ્ચે બીજી તરફ મોટા પાયા પર રસીકરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે ભારતવાસીઓ માટે વધુ એક સારા સમાચાર આવ્યા છે. ભારત બાયોટેકે સ્વદેશી વેક્સિન કોવેક્સિનને લઈને સારા સમાચાર આપ્યાં છે. કંપનીએ બુધવારે વેક્સિનના ફેઝ-3ના ક્લીનિકલ ટ્રાયલ્સના ઈન્ટરિમ પરિણામો જાહેર કર્યા છે. આ વેક્સિન 81% સુધી અસરકારક સાબિત થઈ છે.

Political / સેક્સ સીડી પ્રકરણથી કર્ણાટકમાં રાજકીય ભૂકંપ, મંત્રી રમેશ કિહોલીનું સ્વૈચ્છિક રાજીનામું

COVID Vaccine: Bharat Biotech's COVAXIN expected to be at least 60% effective, roll-out likely by mid-2021 - The Economic Times Video | ET Now

સરકારે જાન્યુઆરીના પહેલાં સપ્તાહમાં વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ આપી હતી. સરકારનો આ નિર્ણય વિશેષજ્ઞોના નિશાને હતો કેમકે તેઓ ફેઝ-3ના પરિણામ જોયા વગર ઈમરજન્સી એપ્રુવલના વિરૂદ્ધમાં હતા.હૈદરબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળીને આ વેક્સિન ડેવલપ કરી છે. ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક મંત્રીઓએ હાલમાં જ કોવેક્સિનના ડોઝ લીધા છે.

Budget 2021 / બજેટ 2021 માં મહિલાઓ અને બાળકો માટે શું છે ખાસ? ફાળવાયા 3,511 કરોડ રૂપિયા

વેક્સિનનો જથ્થો અન્ય દેશને મોકલવામાં આવી રહી છે

Suicide / વડોદરામાં સામૂહિક આત્મહત્યા : 6 સભ્યોએ પીધી ઝેરી દવા, 3 નાં મોત

ભારત બાયોટેકના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. કૃષ્ણા એલ્લાનું કહેવું છે કે આ અમારા માટે ઘણી જ મોટી ઉપલબ્ધિવાળો દિવસ છે. ક્લીનિકલ ટ્રાયલ્સના ત્રણેય ફેઝમાં અમે 27 હજાર વોલેન્ટિયર્સ પર અમારી વેક્સિનનો પ્રયોગ કર્યો છે. ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સના પરિણામની સાથે આ પુરવાર થઈ ગયું છે કે કોવેક્સિન કોરોના વાયરસ વિરૂદ્ધ અસરકારક છે. આ વેક્સિન ઝડપથી સામે આવી રહેલા કોરોના વાયરસના અન્ય વેરિએન્ટ્સ વિરૂદ્ધ અસરકારક છે.કોવેક્સિનના ફેઝ-3 ક્લીનિકલ ટ્રાયલ્સમાં 25,800 વોલેન્ટિયર્સ સામેલ થયા હતા. આ ભારતમાં કોરોના વેક્સિનના ક્લીનિકલ ટ્રાયલમાં સામેલ થનારા અત્યાર સુધીના સૌથી મોટા આંકડા છે.

Oxford trial 'lousy', we'll be ready with 70 cr Covaxin doses this year, says Bharat Biotech

વિધાનસભા / રાજ્યમાં બાળ મરણના ચોકાવનારા આંકડા આવ્યા સામે, રોજ સરેરાશ આટલાં બાળકોના મોત

જેમાં 2,433 લોકો 60 વર્ષથી વધુની ઉંમરના હતા, જ્યારે 4,500 વોલેન્ટિયર્સ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યાં હતા. જેમાંથી 43 વોલેન્ટિયર્સ કોરોના વાયરસથી ઈન્ફેક્ટેડ થયા છે. 36 પ્લેસિબો ગ્રુપના હતા, જ્યારે માત્ર 7 વેક્સિન ગ્રુપના. આ આધારે જ વેક્સિનની ઈફેક્ટિવનેસ 80.6% રહી છે.કોવેક્સિન કે BBV152 એક વ્હોલ વાયરોન ઈનએક્ટિવેટેડ SARS-CoV-2 વેક્સિન છે. જેને વેરો સેલ્સથી બનાવવામાં આવ્યા છે. આ 2થી 8 ડિગ્રી સેલ્સિયસમાં પણ સ્ટેબલ રહે છે અને રેડી-ટૂ-યુઝ લિક્વિડ ફોર્મેશનમાં ટ્રાંસપોર્ટ કરવામાં આવે છે. હાલની વેક્સિલ સપ્લાઈ ચેન ચેનલ્સ માટે આ ઉપયોગી છે. BBV152ની સાથે 28 દિવસની ઓપન વાયલ પોલિસી પણ છે, જે વેક્સિનના વેસ્ટેજને 10-30% સુધી કામ કરે છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…