Cricket/ હાર્દિક પંડ્યાની મુસિબત વધી, BCCI એ કહ્યુ- દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે સાબિત કરો Fitness

BCCI નાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈજામાંથી હાર્દિકની રિકવરી મુખ્યત્વે આરામ પર નિર્ભર રહેશે. તેણે ટૂંક સમયમાં NCA ની મુલાકાત લેવી જોઈએ અને અમે તેની ફિટનેસનાં આધારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે તેનો સમાવેશ કરવાનો નિર્ણય લઈશું.

Sports
હાર્દિક પંડ્યા

ન્યૂઝીલેન્ડ સામેની હોમ સીરીઝમાંથી બહાર થયા બાદ હાર્દિક પંડ્યાનો સાઉથ આફ્રિકાનો પ્રવાસ પણ શંકાસ્પદ છે. BCCI અને પસંદગીકારો ઈચ્છે છે કે તે બ્રેક પછી NCAને રિપોર્ટ કરે અને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે તેની ફિટનેસ સાબિત કરે.

હાર્દિક પંડ્યા

આ પણ વાંચો – India vs Newzealand / મેચમાં એક ક્ષણ એવી આવી કે કોચ દ્રવિડે ખુશ થઇને ફિલ્ડિંગ કોચની થપથપાવી પીઠ

BCCI નાં એક અધિકારીએ જણાવ્યું હતું કે ઈજામાંથી હાર્દિકની રિકવરી મુખ્યત્વે આરામ પર નિર્ભર રહેશે. તેણે ટૂંક સમયમાં NCA ની મુલાકાત લેવી જોઈએ અને અમે તેની ફિટનેસનાં આધારે દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે તેનો સમાવેશ કરવાનો નિર્ણય લઈશું. ફિટનેસ સામે લડી રહેલા આ ઓલરાઉન્ડરે T20 વર્લ્ડકપમાં તમામ મેચ રમી હતી પરંતુ તે સફળ રહ્યો ન હતો. પંડ્યાનું ફોર્મ પણ ટી-20 વર્લ્ડકપમાંથી ભારતને બાકાત રાખવાનું એક કારણ હતું. પંડ્યાને ન્યૂઝીલેન્ડ સામેની મેચો માટે આરામ આપવામાં આવ્યો છે અને તેને ફરીથી ફિટનેસ મેળવવા માટે કહેવામાં આવ્યું છે. તેમની જગ્યાએ વેંકટેશ ઐયરને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, હાર્દિક પંડ્યા છેલ્લા કેટલાક મહિનાઓથી કમરની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એટલા માટે તે છેલ્લી ઘણી મેચોથી બોલિંગ પણ કરી રહ્યો નથી. તેણે T20 વર્લ્ડકપમાં બોલિંગ કરી હતી પરંતુ તે ધીમી બોલિંગ કરી રહ્યો હતો. તેને ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટેની ટીમની જાહેરાત ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ બાદ કરવામાં આવશે. BCCI ઈચ્છે છે કે, હાર્દિક NCAને રિપોર્ટ કરે અને તેની ફિટનેસ સાબિત કરે. જો તે ફિટ રહેશે તો 11 જાન્યુઆરીથી શરૂ થનારી ODI અને T20 શ્રેણી માટે તેની પસંદગી કરવામાં આવશે. તેને વિજય હજારે ટ્રોફીમાં ન રમવાની સલાહ આપવામાં આવી છે, પરંતુ અંતિમ નિર્ણય તેનો જ રહેશે.

1 5 હાર્દિક પંડ્યાની મુસિબત વધી, BCCI એ કહ્યુ- દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે સાબિત કરો Fitness

આ પણ વાંચો – India vs Newzealand / ચહરની બેટિંગથી કેપ્ટન રોહિત એટલા ખુશ થયા કે કર્યુ ડ્રેસિંગ રૂમથી Salute, જુઓ Video

BCI અધિકારીએ કહ્યું કે બોર્ડનો એક વર્ગ અને નવા મુખ્ય કોચ રાહુલ દ્રવિડ સહિત ભારતીય ટીમ મેનેજમેન્ટ હાર્દિક પંડ્યાને સંપૂર્ણપણે ટીમમાંથી બહાર કરવા માંગે છે. તેને હજુ પણ આ પેઢીનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર માનવામાં આવે છે અને બોર્ડ ઈચ્છે છે કે તે તેનો રિકવરી પ્રોગ્રામ પૂર્ણ કરે અને રિકવરી માટે NCAને રિપોર્ટ કરે. જો તે પસંદગીની બેઠકમાં ફિટનેસ ટેસ્ટ પાસ કરશે તો પણ તે મર્યાદિત ઓવરોની સીરીઝ માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ કરશે.