Not Set/ હાર્દિક પટેલે પોતાના નિવેદન પર ગુલાટી મારી, સોશિયલ મીડિયામાં કહ્યુ આંદોલન રહેશે ચાલુ

આજે હાર્દિક પટેલે બે અલગ-અલગ જગ્યાએથી નિવેદનો આપ્યા છે. પાટીદાર આંદલનને લઇને તેનું બેવડુ વલણ હોય તેવુ હવે દેખાઇ રહ્યુ છે. આ પહેલા રાજકોટમાં પત્રકાર પરિષદમાં પાટીદાર આંદોલનને પૂર્ણ બતાવ્યુ હતુ જ્યારે થોડી ક્ષણોમાં તે પોતાના જ નિવેદન પરથી ફરી ગયો છે. તેણે આ વખતે સોશિયલ મીડિયામાં કહ્યુ કે, આંદોલન ચાલુ રહેશે. હાર્દિક પટેલનાં એક […]

Top Stories Gujarat Others
hardik હાર્દિક પટેલે પોતાના નિવેદન પર ગુલાટી મારી, સોશિયલ મીડિયામાં કહ્યુ આંદોલન રહેશે ચાલુ

આજે હાર્દિક પટેલે બે અલગ-અલગ જગ્યાએથી નિવેદનો આપ્યા છે. પાટીદાર આંદલનને લઇને તેનું બેવડુ વલણ હોય તેવુ હવે દેખાઇ રહ્યુ છે. આ પહેલા રાજકોટમાં પત્રકાર પરિષદમાં પાટીદાર આંદોલનને પૂર્ણ બતાવ્યુ હતુ જ્યારે થોડી ક્ષણોમાં તે પોતાના જ નિવેદન પરથી ફરી ગયો છે. તેણે આ વખતે સોશિયલ મીડિયામાં કહ્યુ કે, આંદોલન ચાલુ રહેશે.

હાર્દિક પટેલનાં એક નિવેદન પર તે હવે ફસાઇ ગયો છે. રાજકોટમાં જ્યારે પત્રકાર પરિષદ યોજાઇ ત્યારે તેણે આંદોલનને પૂર્ણ બતાવ્યુ હતુ પરંતુ સોશિયલ મીડિયામાં તેણે કહ્યુ કે, આંદોલન ચાલુ જ રહેશે. હવે કયુ નિવેદન સાચુ અને કયુ ખોટુ તે મોટો સવાલ બની ગયો છે. વાત વાતમાં તે કેમ ફરી જાય છે તે સવાલ પણ જનમુખે ચર્ચાઇ રહ્યો છે.