ધમકી/ પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ચીમકી, કોને આપશે ગુલાબ?

હાર્દિકે જણાવ્યું હતું કે લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માગું છું. સરકારને વિનંતી છે કે ચેતવણી જે સમજવું હોય એ સમજે.

Top Stories Gujarat Others
પાટીદારો સામેના કેસો

પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ધમકી આપી છે. 23 માર્ચ સુધીમાં કેસો પાછા નહીં ખેંચાય તો ફરી પાટીદાર આંદોલન કરવામાં આવશે. પાટીદાર ધારાસભ્યોને ગુલાબનું ફૂલ આપીને રજૂઆતો કરીશું, તેમ હાર્દિક પટેલે કહ્યું હતું. 6 માર્ચથી સંઘર્ષના સાથી તરીકેનો સમાજ કાર્યક્રમ કરાશે. પાટીદારો વિરુદ્ધના કેસ પાછા ખેંચવાનું 23 માર્ચ સુધી હાર્દિક પટેલે સરકારને અલ્ટીમેટમ આપ્યું છે.

હાર્દિકે આગળ જણાવ્યું હતું કે લાંબા સમય બાદ સરકાર સમક્ષ વાત પહોંચાડવા માગું છું. સરકારને વિનંતી છે કે ચેતવણી જે સમજવું હોય એ સમજે. નેતા કે પક્ષના આગેવાન તરીકે નહીં, પણ સમાજના આંદોલનકારી તરીકે હું આ કહેવા માગું છું. આંદોલન માત્ર પાટીદાર સમાજનું નહોતું, તમામ સમાજના લોકોને આંદોલનના લાભ મળ્યા છે. માર્ચ-2017 બાદ આનંદીબેન પટેલે કેસ પરત ખેંચવા કહ્યું હતું, કેસ પરત ખેંચવા સમાજના અગ્રણીઓ સાથે વાત કરી હતી. આનંદીબહેને 140 કેસ પરત ખેંચ્યા હતા.

મુખ્યમંત્રી અને સીઆર પાટીલે વચન આપ્યા બાદ પણ કેસ પાછા ખેંચાયા નથી. પાટીદાર ધારાસભ્યો અને સાંસદ સભ્યોની રજૂઆત બાદ પણ કેસ પરત ખેંચાયા નથી. સાસંદ રમેશ ધડૂકે પણ પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની રજૂઆત કરી હતી. રાજ્યની ભાજપ સરકાર પાટીદાર સમાજને ગેરમાર્ગે દોરે છે. મારી સામે દ્વેશભાવ હોય તો કેસ પરત ન ખેંચો, પરંતુ અન્ય સામેને કેસ પાછા ખેંચો. 23 માર્ચ સુધીમાં પાટીદારો સામેના કેસ પરત નહીં ખેચાય તો અમે આંદોલન કરીશું.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે, મારી વાતને વિનંતી કે ચેતવણી સમજવી એ સરકારનો નિર્ણય છે. હુ નેતા કે કોગ્રેસના નેતા તરીકે નહી આંદોલન કારી તરીકે કહું છું. આંદોલન શરૂ થયું ત્યારે સવાલ હતો કે આંદોલન સફળ થશે કે કેમ? આ આંદોલનમાં અસંખ્ય કેસ થયા. અમારા આંદોલનના કારણે અનેક વિદ્યાર્તીઓને ફાયદો થયો છે. જેમાં રાજ્યના 50 હજાર યુવાનોએ 10 ટકા અનામત અને બિન અનામત આયોગના લાભ લીધા છે. ગુજરાતના તમામ સમાજને આંદોલનનો લાભ મળ્યો છે. માર્ચ 2017 પછી મુખ્યમંત્રીએ કેસ પાછા ખેંચવાની વાત કરી હતી. આનંદીબેન ના નેતૃત્વમાં 140 કેસ પરત ખેંચાયા તે બદલ ધન્યવાદ.. પરંતુ હજુ 190 થી 200 કેસ યથાવત છે.  જેમાં ચારથી પાંચ હજાર પાટીદાર યુવાનો પર કેસ નોંધાયેલા છે.

શહીદ થયેલા યુવાનોના પરિવારને સાથે રાખીશું. 23 માર્ચ સુધી નિર્ણય નહીં લેવાય તો અગાઉ જેવું આંદોલન ફરીથી થશે. પદ્માવતી ફિલ્મના વિરોધ સમયે જે કેસ થયા ત્યારે પ્રદીપસિંહ ગૃહમંત્રી હતા, જેથી કેસ પરત ખેંચવામાં આવ્યા હતા. રાજસ્થાનની અંદર અમારી સરકાર હતી ત્યારે ગુર્જર પર થયેલા કેસ પરત ખેંચ્યા છે. સમાજના યુવાનોને ઘરબાર છોડીને લોકો માટે આંદોલન કર્યું, તેમના કેસ પરત ખેંચો. ભાજપ ચૂંટણી નજીક આવતાં જ સમાજના માણસને મુખ્યમંત્રી બનાવે છે. બાબુ જમનાને પણ ચિંતા હોય તો સમાજ માટે રજૂઆત કરે અને ના સાંભળે તો તેઓ રાજીનામું આપે.

હાર્દિકે જણાવ્યું કે, મંદિર માટે જમીન આપી કે ફાઇલ પાસ કરી સમજાવી દેશે એમ હવે નહી થાય. જરૂર પડશે તો કોંગ્રેસના કાર્યકારી તરીકે રાજીનામું આપીને પણ આંદોલનમાં જોડાઇશ. માત્ર પાટીદાર સમાજનો દુર ઉપયોગ થઇ રહ્યો છે. ઊંઝા ઉમિયા ધામના પ્રમુખ ભાજપાના ધારાસભ્ય છે, તેમને વિનંતી કે તેઓ સરકારને રજુઆત કરે, અને જો તેમની રજુઆત સરકાર ન સાંભળતી હોય તો તે રાજીનામું આપે.

હાર્દિકે વધુમાં ઉમેર્યું કે અનેક સમાજના લોકોને લાભ મળ્યો છે, જેમાં OBC, SC, ST સમાજના યુવાનોને લાભ મળ્યો છે. અમારી લડાઈ સત્યના માર્ગે હતી. સી.આર પાટીલ પ્રો પાટીદાર પોલિટિક્સ કરવા માગે છે. જેના પર કેસ થયા તેઓ વિદેશ નથી જઈ શકતા, સરકારી નોકરી નથી મળતી, મારી પરના નહીં ખેંચો તો હું ઇલેક્શન નહીં લડી શકું. ચૂંટણી આવે એટલે ચર્ચા નથી કરી. 23 માર્ચ સુધીમાં સરકાર નિર્ણય કરે, નહીં તો સરકાર આંદોલન માટે તૈયાર રહે.

સરકારે ડરાવવા અને ધમકાવવા માટે કેસ કર્યા છે. પોલીસ સારી હોય તો રાજકોટના કેસ તપાસો. રાજ્યમાં પાટીદાર સમાજને જાતિ અને ધર્મના વહેંચી ગુમરાહ કરવામાં આવે છે. કોંગ્રેસ પાર્ટીના કાર્યકારી પ્રમુખ તરીકે રાજીનામું આપીને આંદોલન કરી શકું છું, સરકારથી ડરતો નથી.

જયરાજસિંહના રાજીનામા અંગે તેણે જણાવ્યું કે, સત્તાનાં જોરે સત્તાની આશાએ અનેક લોકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ભુતકાળમાં જોડાઇ ચુક્યાં છે. તેમની સ્થિતિ શું છે તે સૌકોઇ જોઇ શકે છે. આગામી દિવસોમાં ભાજપમાંથી પણ અનેક લોકો કોંગ્રેસમાં આવી શકે છે. જયરાજસિંહ અત્યારે ભલે કોંગ્રેસ પર આક્ષેપો કરી રહ્યા હોય પરંતુ આ જ કોંગ્રેસના તેઓ છેલ્લા 13 વર્ષથી મુખ્યપ્રવક્તા હતા. 3-3 વખત જિલ્લા પંચાયત સભ્ય અને જિલ્લા પંચાયત સમિતીમાં અનેકવાર યોગ્ય સ્થાન અપાઇ ચુક્યું છે. તેમના પુત્ર પણ NSUI ના નેતા હતા. તેમને જનતાની જ સેવા કરવી હોય તો ભાજપ શું કે કોંગ્રેસ શું.

હાર્દિક પટેલે કહ્યું કે રાજકોટ પોલીસ કમિશનર ઘરમાં કૂતરો પાળે છે અને તેનું નામ પ્રેસિડેન્ટ રાખ્યું છે. કમિશનર અમદાવાદમાં તેના કૂતરાનો જન્મદિવસ ઉજવે છે. રાજકોટ ખાસ બ્રાંચના કેટલાક અધિકારીઓ કમિશનરના કૂતરાના ચાર પગમાં પહેરવા સોનું લાવે છે. રાજકોટના લોકોને પોલીસ પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. પોલીસ કમિશનરના નજીકના વ્યક્તિએ અમદાવાદથી કરોડોનું સોનુ ખરીદ્યુ છે. કમિશનરની નજીકના વ્યક્તિના બર્થ ડે પર ગિફ્ટમાં ખાસ બ્રાંચે એન્ડેવિયર કાર આપે છે. પોલીસના કથિત કમિશનકાંડ મુદ્દે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી ચૂપ કેમ છે?

આ પણ વાંચો :પલસાણામાં 11 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, જાણો સમગ્ર ઘટના

આ પણ વાંચો :વિધાર્થીઓને પરીક્ષામાં ગેરરીતિ કરવી પડશે મોંઘી,સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ 65 વિધાર્થીઓને

આ પણ વાંચો :ગેરકાયદેસર ફરતા ઓવરલોડ ડમ્પરોના ત્રાસથી લોકો પરેશાન