હરિશચંદ્રની ચૌરી/ શામળાજીમાં ઐતિહાસિક સ્થળ હરિશચંદ્રની ચોરી બિસ્માર હાલતમાંઃ પુરાતત્વખાતાનું વલણ પણ ‘પુરાતત્વીય’

ભારતનું પુરાતત્વખાતુ ઐતિહાસિક વારસાની જાળવણીને લઈને કેટલું બેદરકાર છે. તેનો વધુ એક પુરાવો યાત્રાધામ શામળાજી ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચૌરી પરથી મળી આવે છે. યોગ્ય જાળવણીના અભાવે રાજા હરિશ્ચંદ્રની ચૌરી બિસ્માર બની છે.

Top Stories Gujarat
Harishchandra Chauri

ભારતનું પુરાતત્વખાતુ ઐતિહાસિક વારસાની જાળવણીને લઈને કેટલું બેદરકાર છે. તેનો વધુ એક પુરાવો યાત્રાધામ શામળાજી ખાતે આવેલી રાજા હરિશ્ચંદ્રની ચૌરી પરથી મળી આવે છે. યોગ્ય જાળવણીના અભાવે રાજા હરિશ્ચંદ્રની ચૌરી Harishchandra Chauri બિસ્માર બની છે. દસમી સદીની આ ઐતિહાસિક ધરોહરની પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરાવવામાં આવે તેની સ્થાનિકો માંગ કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે તંત્ર દ્વારા આ ઐતિહાસિક સ્થળની કોઈપણ પ્રકારની જાળવણી કરાતી નથી. આ બતાવે છે કે પુરાતત્વખાતાનું વલણ પણ પુરાતત્વીય છે.

એકબાજુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ જેવા સ્થળમાં પણ રણોત્સવનું Harishchandra Chauri આયોજન કરીને સ્થાનિકોને આત્મનિર્ભર કરી રહ્યા છે તો બીજી બાજુએ જે સરળતાથી આત્મનિર્ભર થઈ શકે તેવા સ્થળ અને યાત્રાધામ શામળાજીમાં આવેલા ઐતિહાસિક સ્થળો તંત્રની અવગણનાનો ભોગ બન્યા છે. તેમા દસમી સદીની ઐતિહાસિક રાજા હરિશચંદ્રની ચોરીની જાળવણી ન કરાઈ તો તેને કાયમી ધોરણે નુકસાન થાય તેવી દહેશત છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વર્ષો જૂની પ્રાચીન ધરોહર હાલમાં યોગ્ય જાળવણી અને મરામતના અભાવે નષ્ટ થવાના આરે આવીને ઊભી છે. આ પ્રાચીન સ્મારક ઉપર ઝાડીઝાંખરા પણ ઉગી ગયા છે. ઉપરાંત સ્મારકના પથ્થરો પણ કાળા પડી ગયા છે અને અનેક ઠેકાણેથી તૂટી ગયા છે. તેના લીધે આ સ્મારક બિસ્માર બની ગયા છે. એક દંતકથા મુજબ રાજા હરિશચંદ્રના લગ્ન આ સ્થળે થયા હતા.

https://fb.watch/iEJQzXwMmV/

સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર સમયની આ સત્ય કાળની ઝાખી કરાવતી આ ધરોહરને પુરાત્વ વિભાગ દ્વારા માત્ર રાજ્ય રક્ષિત સ્મારકોમાં સ્થાન આપી ચારે તરફ પ્રોટેક્શન વોલ બનાવી રક્ષિત કરાયું છે, પરંતુ જાળવણીના અભાવે બીજા નંબરનું ઐતિહાસિક તોરણ પણ નામશેષ થવાના આરે છે. તોરણ ઉપરની કોતરણીના પથ્થરો પણ જીર્ણશીર્ણ થઇ ચૂક્યા છે. ત્યારે તંત્રએ દ્વારા આ સ્થળનું મરામત કરી જો વિકાસ કરવામાં આવે તો શામળાજી ખાતે આવતા હજારો શ્રદ્ધાળુઓ માટે એક પર્યટકનું સ્થાન બની શકે તેમ છે.
અરવલ્લી જિલ્લામાં આવા 15થી વધુ જુદા-જુદા ઐતિહાસિક સ્મારકો આવેલા છે.. પરંતુ તંત્ર દ્વારા યોગ્ય જાળવણી અને મરામત નહિ કરવામાં આવતા હાલ આ સ્મારકોની સ્થિતિ દયનીય બની ચુકી છે.. તેવા સંજોગોમાં પુરાતત્વવિદોમાં પણ દુઃખની લાગણી છે. ત્યારે શામળાજી ખાતેની આ પ્રાચીન ધરોહરને પુરાતત્વ વિભાગ દ્વારા મરામત કરી બચાવામાં આવે તે જરૂરી છે.

આ પણ વાંચોઃ

વડોદરા-હત્યા/ વડોદરાના વિશ્વનાથ ગુર્જરની હત્યાના આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી પાડતી પોલીસ

તરુણ ગર્ભવતી/ મોરલો કળા કરી ગયોઃ બીમાર તરૂણીની દાખલ કરાતા ગર્ભવતી નીકળી

અશ્વિન માસ્ટરક્લાસ/ અશ્વિનના માસ્ટરક્લાસ સામે ઓસ્ટ્રેલિયાનો હજી પણ નથી કોઈ ક્લાસ