the Tokyo Para Olympics/ હરવિંદર સિંહે તીરંદાજીમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતને ફાળે કુલ 13 મેડલ

રવિંદરે શૂટ-ઓફમાં કો.રિયન શૂટરને 6-5થી હરાવ્યો અને મેડલ જીત્યો. તેણે જર્મનીના મેક સાર્ઝઝેવસ્કીને 6-2થી હરાવીને ઇવેન્ટની સેમિફાઇનલમાં

Sports
Untitled 20 હરવિંદર સિંહે તીરંદાજીમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, ભારતને ફાળે કુલ 13 મેડલ

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાં ભારતનું શાનદાર પ્રદર્શન શાનદાર જોવા  મળી રહ્યું છે જે અંતર્ગત હરવિંદર સિંહે તીરંદાજીમાં ભારત માટે 13 મો મેડલ જીત્યો. આ રમતોમાં મેડલ જીતનાર તે પ્રથમ ભારતીય તીરંદાજ છે. તેણે શૂટ-ઓફમાં પહોંચેલી બ્રોન્ઝ મેડલ મેચમાં કોરિયન ખેલાડીને 6-5થી હરાવ્યો હતો. બંને ખેલાડીઓ પાંચ સેટ બાદ 5-5 થી ટાઈ રહ્યા હતા. આ પછી શૂટ ઓફ શરૂ થયું.

રવિંદરે શૂટ-ઓફમાં કો.રિયન શૂટરને 6-5થી હરાવ્યો અને મેડલ જીત્યો. તેણે જર્મનીના મેક સાર્ઝઝેવસ્કીને 6-2થી હરાવીને ઇવેન્ટની સેમિફાઇનલમાં જગ્યા બનાવી હતી આ પહેલા શુક્રવારે પેરા એથ્લીટ પ્રવીણ કુમારે ટોક્યો પેરાલિમ્પિક્સમાં હાઈ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે શૂટર અવની લેખારાએ મહિલાઓની 50 મીટર રાઈફલ થ્રી પોઝિશન SH1 માં ત્રીજું સ્થાન મેળવીને બ્રોન્ઝ જીત્યો હતો.

આ પણ વાંચો :

ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 13 મેડલ જીત્યા છે. ભારત પાસે હવે 2 ગોલ્ડ, 6 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ છે. પેરાલિમ્પિક્સના ઇતિહાસમાં ભારતનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. રિયો પેરાલિમ્પિક્સ (2016) માં ભારતે 2 ગોલ્ડ સહિત 4 મેડલ જીત્યા હતા.