Not Set/ ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમની 42 દિવસની પેરોલની માંગીણીને હરિયાણા સરકારનું ગ્રીન સિગ્નલ

ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમ હાલમાં 20 વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે. જે તેમને તેમની બે શિષ્ય પર દુષ્કર્મ કરવાના મામલે મળેલી સજા છે. તાજેતરમાં સામે આવી રહેલી માહિતી અનુસાર ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને હરિયીણાનાં સિરસામાં પોતાના ખેતરોમાં ખેતી કરવા માટે 42 દિવસની પેરોલની માંગણી કરી હતી. જેમા હરિયાણા […]

India
ra1 ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમની 42 દિવસની પેરોલની માંગીણીને હરિયાણા સરકારનું ગ્રીન સિગ્નલ

ડેરા સચ્ચા સૌદાનાં પ્રમુખ ગુરમીત રામ રહીમ હાલમાં 20 વર્ષની કેદની સજા ભોગવી રહ્યા છે. જે તેમને તેમની બે શિષ્ય પર દુષ્કર્મ કરવાના મામલે મળેલી સજા છે. તાજેતરમાં સામે આવી રહેલી માહિતી અનુસાર ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને હરિયીણાનાં સિરસામાં પોતાના ખેતરોમાં ખેતી કરવા માટે 42 દિવસની પેરોલની માંગણી કરી હતી. જેમા હરિયાણા સરકારે તેને ગ્રીન સિગ્નલ આપી દીધુ છે.

મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજ અને જેલ મંત્રી કૃષ્ણ પવારે પણ રામ રહીમની વકાલત કરી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તેટલુ જ નહી અનિલ વિજએ તો ત્યા સુધી કહ્યુ કે, રામ રહીમ એક સામાન્ય માણસનાં અધિકારનાં કારણે પેરોલનો હકદાર છે.

નિયમ શું કહે છે

આપને જણાવી દઇએ કે, જેલ તંત્રએ બે વર્ષનો સમય પૂરો થયા પહેલા જ પેરોલનાં આવેદનને સ્વીકાર કરી લીધો છે. જ્યારે નિયમ મુજબ બે વર્ષની સજા પૂરી થયા બાદ જ પેરોલ આપી શકાય છે.

હાલમાં રામ રહીમ હરિયાણાનાં રોહતકમાં સુનારિયા જેલમાં સજા ભોગવી રહ્યો છે. તેની પેરોલ અરજી પર પોલીસ અધિક્ષક તરફથી જાહેર કરેલ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે, ગુરમીત રામ રહીમ સિંહ જેલમાં બંધ છે. સીબીઆઈ કોર્ટ દ્વારા રામ રહીમની વિરુદ્ધ 12 ડિસેમ્બર 2002નાં રોજ દાખલ કેસમાં સજા સંભળાવવામાં આવી છે અને દંડ પણ કરવામાં આવ્યો છે. તેને બે કેસમાં 10-10 વર્ષની જેલની સજા ભોગવવાની છે.

તદઉપરાંત એક અન્ય કેસમાં પણ રામ રહીમને આજીવન જેલ તથા દંડ થયો છે, આ સાથે પંચકૂલા કોર્ટમાં બે અન્ય કેસ પણ વિચારાધીન છે. આવી સ્થિતિમાં તેણે વિખરાયેલા ડેરા સચ્ચા સૌદામાં ફરી જાન ફૂંકાવા માટે પેરોલની માંગણી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.