Not Set/ આઝાદીની ચળવળનું એ પી સેન્ટર મુંબઈનું ક્રાંતિ મેદાન

૧૯૪૨ની ૯મી ઓગષ્ટે ક્વિટ ઈન્ડિયાના નારા સાથે યોજાયેલી રેલીએ દેશભરમાં લોકજાગૃતિનો જુવાળ ઉભો કરી દીધો હતો

India Trending
kutch 7 આઝાદીની ચળવળનું એ પી સેન્ટર મુંબઈનું ક્રાંતિ મેદાન

ક્વિટ ઈન્ડિયા : લોકમત અને લોકજુવાળ ભલે અત્યારે સોશ્યલ મીડિયા કે ટીવી ચેનલોના જમાનામાં આપણે ઘરે બેસીને જાેઈ શકતા હોઈએ પણ લોકોમાં જાગૃતિ કેવું પરિણામ લાવી શકે છે તેનું પરિણામ આપણને મળેલી આઝાદી છે. ૧૮૫૭માં અંગ્રેજ સલ્તનતને હલાવી નાખે તેવો સશસ્ત્ર બળવાનો પ્રયાસ થયો હતો. પરંતુ તેને અંગ્રેજ સલ્તનતને નિષ્ફળ બનાવ્યો અને આના કારણે અંગ્રેજાેને દેશ પર વધુ રાજ કરવાનો મોકો મળી ગયો. ૧૮૮૫માં કોંગ્રેસની સ્થાપના થઈ અને ત્યારબાદ ધીમે ધીમે સ્વાતંત્ર્ય જંગ શરૂ કરવાની દિશામાં દેશે ડગ માંડ્યા. ભગતસિંહ સુખરામ, રાજ્યગુરૂ, ચંદ્રશેખર આઝાદે અંગ્રેજાેને તેની ભાષામાં જવાબ આપી શહીદી વહોરી. નેતાજી સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજ રચી અંગ્રેજાેને બરાબર પડકાર આપ્યો. બાલ ગંગાધર તીલક એટલે કે લોકમાન્ય તીલકે એવું સૂત્ર આપ્યું કે ‘સ્વાતંત્ર્ય અમારો જન્મસિધ્ધ અધિકાર છે’ – આ પહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ એવું સૂત્ર આપ્યું હતું કે ‘તુમ હમે ખૂન દો – હમ તુમે આઝાદી દેંગે’ દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા પોરબંદરના સપૂત મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી), સરદાર પટેલ, જવાહરલાલ નહેરૂ સહિતના સ્વાતંત્ર્યવીરોએ અહિંસક માર્ગે આઝાદી લાવવાના શપથ લીધા.

himmat thhakar આઝાદીની ચળવળનું એ પી સેન્ટર મુંબઈનું ક્રાંતિ મેદાન
અંગ્રેજાેના વલણ સામે પડકાર ફેંકવા માટે ૧૯૪૨ના ઓગસ્ટ માસથી નિર્ણાયક લડતનો આરંભ થયો. ઓગસ્ટમાં મહાત્મા ગાંદીએ અંગ્રેજાેને ક્વિટ ઈન્ડિયા નો સંદેશો આપ્યો અને નવમી ઓગસ્ટે ક્વીટ ઈન્ડિયા આંદોલન દિવસ ઉજવવાનું એલાન કર્યું અને સાથોસાથ એ દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણીનું એલાન કર્યું. અંગ્રેજાેએ આઝાદીની આ નિર્ણાયક ચળવળ શરૂ થાય અને વેગ પકડે તે પહેલા દબાવી દેવાનો નિર્ધાર કર્યો હોય તેમ ૭મી ઓગસ્ટથી કોંગ્રેસના તમામ શીર્ષસ્થ એટલે કે પહેલી હરોળના નેતાઓની ધરપકડનો દોર શરૂ થયો અને મહાત્મા ગાંધી સહિતના તમામ નેતાઓને જ્યાં હતાં તે સ્થળેથી પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા.

kutch 4 આઝાદીની ચળવળનું એ પી સેન્ટર મુંબઈનું ક્રાંતિ મેદાન
ક્વિટ ઈન્ડિયા : અંગ્રેજાેના મનમાં એમ હતું કે પહેલી હરોળના નેતાઓને જેલના સળિયા પાછળ ધકેલી દીધા એટલે લડત શરૂ થશે જ નહિ. મુંબઈના ગોવાલિયા ટેક મેદાનમાં જે વિશાળ સભા અને ભારતના રાષ્ટ્રધ્વજ જે નક્કી થઈ ચૂક્યો હતો તે ફરકાવવાની જવાબદારી બાકી રહી ગયેલા નેતાઓ પર આવી પડી હતી. નિયત સમયે ગોવાલિયા ટેંકના મેદાનમાં વિશાળ મેદની પણ એકઠી થઈ અને તેમા મંચ પર કોંગ્રેસના બીજી હરોળના નેતાઓ પણ હાજર થઈ ગયા. તે વખતે વિશાળ જનમેદનીની હાજરીમાં ઉષાબેન મહેતા, અરૂણા અસફઅલી સહિતના મહિલા આગેવાનો સહિત એક ડઝનથી વધુ કોંગ્રેસના આગેવાનોએ અંગ્રેજી સલ્તનતના પાયા હચમચી જાય તેવા પ્રવચનો પણ કર્યા અને નક્કી થયેલો રાષ્ટ્રધ્વજ પણ ફરકાવ્યો. સાથોસાથ ‘અંગ્રેજાે ભારત છોડો’નો નારો દેશવ્યાપી બનાવવા શપથ પણ લેવાયા. અંગ્રેજાેએ ત્યારબાદ આ મંચ પરના કોંગ્રેસી નેતાઓને પકડી તેની સામે ખટલો પણ ચલાવ્યો હતો. ભલે તે વખતે આજની જેમ સોશ્યલ મિડીયા નહોતું, ટીવી નહોતું, ટેલિફોન સેવા મર્યાદિત હતી, રેડિયો અંગ્રેજાેના કબજામાં હતો તે સમયે કોંગ્રેસે ૧૪મી ઓગસ્ટે ‘કોંગ્રેસ રેડિયો’ શરૂ કર્યો અને આ સંદેશો આ સેવા અંગ્રેજાે બંધ કરાવે તે પહેલા ક્વિટ ઈન્ડિયાનો સંદેશો લાકડિયા તારની જેમ દેશના ખૂણે ખૂણે ફેલાઈ ચૂક્યો હતો. ‘શીર જાયે તો જાયે આઝાદી ઘર આવે’, ‘ડંકો વાગ્યો લડવૈયા શરા જાગજાે રે’ નો નારો ચોમેર સંભળાતો થયો હતો.

kutch 5 આઝાદીની ચળવળનું એ પી સેન્ટર મુંબઈનું ક્રાંતિ મેદાન

૯મી ઓગસ્ટે જે સ્વાતંત્ર્ય પ્રાપ્તિના ધ્યેયને પ્રાપ્ત કરવા કોંગ્રેસે જે મજબૂત પાયો નાખ્યો હતો તેના પર લોકજાગૃતિની મજબૂત દિવાલ ઉભી થઈ ગઈ હતી. આ ક્વીટ ઈન્ડિયા મોમેન્ટના પ્રારંભના પાંચ વર્ષ અને પાંચ દિવસ બાદ દેશને આઝાદી આપવાની અંગ્રેજાેને ફરજ પડી હતી. આઝાદી બાદ ૯મી ઓગસ્ટના દિવસને ક્વીટ ઈન્ડિયા દિવસ તરીકે ઉજવવાની જાહેરાત થઈ તો તેની સાથે, જે મેદાનમાંથી અપાયોલો ‘ક્વીટ ઈન્ડિયા’ નો નારો રાષ્ટ્રભરમાં ગાજતો થયો હતો તે મુંબઈના ગોવાલિયા ટેંક મેદાનને ઓગસ્ટ ક્રાંતિ મેદાનનું નામ આપવામાં આવ્યું હતું.

kutch 5 આઝાદીની ચળવળનું એ પી સેન્ટર મુંબઈનું ક્રાંતિ મેદાન
આમ ૯મી ઓગસ્ટ ૧૯૪૨ ભારતની આઝાદી માટેનો ટર્નીંગ પોઈન્ટ બની ગયો હતો. આ દિવસથી જે લોકજૂવાળ ઉભો થયો તે આઝાદી મળી ત્યાં સુધી ટકી રહ્યો હતો. આ સમયગાળામાં અનેક સત્યાગ્રહો થયા. અંગ્રેજાેએ આઝાદીજંગના શીર્ષસ્થ નેતાઓને પકડી જેલમાં પૂરી દીધા અને પછી છોડવા પણ પડ્યા. રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણીએ પોતે પણ સ્વાતંત્ર્ય જંગમાં ભાગ લીધો અને કોર્ટમાં તેમની સામે કેસ ચાલ્યો તે વખતે કોર્ટમાં દેશની આઝાદી માટે લોકોને પાનો ચડાવતું સૌર્ય ગીત લલકાર્યુ – આઝાદી જંગના શહીદો માટે મેઘાણીભાઈએ રચેલું ‘કોઈના લાડકવાયા’ ગીતથી સૌને રડાવ્યા પણ હતા. આમ ચોમેર રાષ્ટ્રભક્તિનો સ્વયંભૂ જુવાળ ઉભો થયો હતો.

kutch 6 આઝાદીની ચળવળનું એ પી સેન્ટર મુંબઈનું ક્રાંતિ મેદાન
આ સ્વયંભૂ લોકજૂવાળના મૂળમાં ૯મી ઓગસ્ટ ૧૯૪૨ના દિવસે મુંબઈમાં આજના ઓગસ્ટ ક્રાંતિ મેદાનમાંથી શરૂ થયેલો ‘ક્વીટ ઈન્ડિયા’નો નારો જવાબદાર હતો. ઘણા જાણકારો અને વડીલો કહે છે તે પ્રમાણે અગાઉ જણાવી ગયા તે પ્રમાણે ક્વીટ ઈન્ડિયા ચળવળનો પ્રારંભ સ્વાતંત્ર્ય માટેના જંગનો ટર્ન્િંાગ પોઈન્ટ બન્યો તો મુંબઈનું ઓગસ્ટ ક્રાંતિ મેદાન અંગ્રેજ સલ્તનતના પાયાને હચમચાવી દેનારા લોકજાગૃતિરૂપી જુવાળનું એપી સેન્ટર બની રહ્યું એટલા માટે જ આ દિવસને યાદ કરવો પડે અને સ્વાતંત્ર્ય જંગના તમામ શહીદોને વંદન કરી અંજલિ પણ આપવી જ પડે.

@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર 

રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી