T20 World Cup/ આખરે હસન અલીએ તોડ્યું મૌન, ટ્વિટર પર શેર કરી Emotional પોસ્ટ

રોમાંચક મેચમાં એક વખત એવું લાગતું હતું કે પાકિસ્તાન આરામથી મેચ જીતી જશે, પરંતુ હસન અલીએ મેથ્યુ વેડનો એવો કેચ છોડ્યો, જેના કારણે ટીમની મહેનત પર પાણી ફરી વળ્યું.

Sports
હસન અલીએ તોડ્યું મૌન

ગ્રુપ-B માં 5 મેચમાંથી 5 મેચ જીતનારી પાકિસ્તાની ટીમનો સફર સેમિફાઈનલમાં પૂર્ણ થઇ ગયો. ઓસ્ટ્રેલિયાની ટીમે પાકિસ્તાનને કારમી હાર આપી ફાઈનલમાં પ્રેવશ કર્યો હતો. આ હાર બાદ પાકિસ્તાનની ટીમની ખૂબ ટીકા કરવામા આવી રહી છે.

આ પણ વાંચો – Interesting / માહીનો ફોટો શેર કરી હોલિવૂડનાં દિગ્ગજે એકવાર ફરી સોશિયલમ મીડિયામાં Fans ને કર્યા હેરાન

આપને જણાવી દઇએ કે, પાકિસ્તાનની હાર બાદ દુનિયાભરથી પાકિસ્તાની ફેન ખૂબ દુઃખી થયા છે. આ હાર માટે ખાસ કરીને હસન અલીને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ICC T20 વર્લ્ડકપની સેમિફાઇનલ મેચમાં પાકિસ્તાનની ટીમને ઓસ્ટ્રેલિયા સામે 5 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. હાર બાદ પાકિસ્તાની ટીમ અને ખેલાડીઓની સોશિયલ મીડિયા પર ખૂબ જ મજાક ઉડી હતી. એટલું જ નહીં સોશિયલ મીડિયા પર કેટલાક ટીકાકારોએ મીમ્સ બનાવીને મજાક ઉડાવી હતી. રોમાંચક મેચમાં એક વખત એવું લાગતું હતું કે પાકિસ્તાન આરામથી મેચ જીતી જશે, પરંતુ હસન અલીએ મેથ્યુ વેડનો એવો કેચ છોડ્યો, જેના કારણે ટીમની મહેનત પર પાણી ફરી વળ્યું. હસન અલીને પાકિસ્તાની પ્રશંસકોએ ઘણું કહ્યું અને તેને ટીમમાંથી બહાર કરવા માંગ ઉઠી રહી છે. કેપ્ટન બાબર આઝમ સહિત તમામ દિગ્ગજ ક્રિકેટરોએ હસન અલીનો બચાવ કર્યો હતો. હવે ટીકાઓ વચ્ચે હસન અલીએ પણ મૌન તોડ્યું છે. સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરતા તેણે લખ્યું કે, આ સમયે તેમનાથી વધુ નિરાશ કોઈ નહીં હોય.

આ પણ વાંચો – T20 World Cup / આજે થશે ઓસ્ટ્રેલિયા vs ન્યૂઝીલેન્ડની ફાઈનલ મેચ, જાણો કોનું પલડું છે ભારે

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપમાં પાકિસ્તાને શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે લીગ તબક્કામાં તેની તમામ પાંચ મેચ જીતી હતી. વર્લ્ડકપનાં ઈતિહાસમાં પ્રથમ વખત કટ્ટર હરીફ ભારતને હરાવ્યું. પાકિસ્તાન બેક ટૂ બેક વિજય મેળવ્યા બાદ ખિતાબનો પ્રબળ દાવેદાર માનવામાં આવતુ હતુ પરંતુ ઓસ્ટ્રેલિયાએ તેને સેમિફાઇનલમાં 5 વિકેટે પરાજય આપીને ટીમની આશાઓ પર પાણી ફેરવી નાખ્યુ હતુ. 27 વર્ષીય હસન અલીએ મેચમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરનાં ક્વોટામાં 44 રન આપ્યા હતા. તેટલુ જ નહી 19મી ઓવરમાં વેડનો કેચ છોડવામાં આવ્યો હતો. જે બાદ તે સતત ટ્રોલ થઇ રહ્યો છે. હસને લખ્યું, ‘હું જાણું છું કે તમે બધા નિરાશ છો કારણ કે મારું પ્રદર્શન તમારી અપેક્ષાઓ પર ખરું નહોતું રહ્યું… પરંતુ (તમે) મારા કરતાં વધુ નિરાશ નહી હોઇ શકો. મારી પાસેથી તમારી અપેક્ષાઓ ઓછી ન કરો. હું પાકિસ્તાન ક્રિકેટને મોટા પ્રમાણમાં સેવા આપવા માંગુ છું, તેથી સખત મહેનત સાથે વાપસી કરીશ.