ગુજરાત/ ગોંડલ આશાપુરા અંડરબ્રિજમાં એક માસમાં બસ અકસ્માતની હેટ્રિક

અંડરબ્રિજ ને તાત્કાલિક ધોરણે બંધ કરવા શહેર કોંગ્રેસની માંગ કરી અન્યથા આંદોલનનું બ્યુગલ ફૂંક્યું

Gujarat Rajkot
Untitled 89 ગોંડલ આશાપુરા અંડરબ્રિજમાં એક માસમાં બસ અકસ્માતની હેટ્રિક

ગોંડલ ની પ્રજા પર ધરાર થોપી દેવામાં આવેલ કરોડો રૂપિયા ના ખર્ચે બનેલ આશાપુરા અંડરબ્રિજ થી શહેરીજનો અને વાહનચાલકો હાડમારી ભોગવી રહ્યા છે ત્યારે છેલ્લા એક મહિનામાં અનેક નાના વાહનો , બે એસટી બસ અને એક ખાનગી બસ મળી ત્રણ મોટા અકસ્માત સર્જાતા અનેક લોકો ઘવાયા હતા અકસ્માતની ઘટના પગલે શહેર કોંગ્રેસ દ્વારા નવા વર્ષની શુભ શરૂઆતે આંદોલન છેડવામાં આવશે તેવું બ્યુગલ ફૂંકી પ્રાંત અધિકારીને આવેદન આપવામાં આવ્યું હતું.

આ  પણ  વાંચો:Technology / દેશભરના કુલ 13 શહેરોને આગામી વર્ષે 5G હાઈસ્પીડ સાથે જોડી દેવાશે….

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના આશાપુરા ચોકડી એ તંત્ર દ્વારા ઉંદરના દર સમાન બનાવવામાં આવેલ રેલવે ટ્રેક નીચે ના અંડરબ્રિજમાં માતૃ કૃપા ટ્રાવેલ્સ ની મિની લક્ઝરી બસ GJ11TT8808 ડ્રાઈવર સાઈડ ધડાકાભેર પુલ ની દીવાલ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં 8 થી 10 લોકોને ઇજા પહોંચતા નગરપાલિકાની એમ્બ્યુલન્સ દ્વારા સરકારી દવાખાને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સદ્નસીબે કોઇ જાનહાની થઇ ન હતી આશાપુરા અંડરબ્રિજમાં વારંવાર થતા અકસ્માતો ની ઘટનાને પગલે શહેરીજનોમાં વ્યાપક રોષ ફેલાયો હતો.

આ પણ  વાંચો:નેતાઓનો વિરોધનો મામલો / આમ આદમી નેતાઓને મોટી રાહત, AAPના નેતા ઇસુદાન ગઢવીને મળ્યા જામીન

અકસ્માતના બનાવના પગલે ગોંડલ શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ આશિષભાઈ કુંજડિયા સહિતનાઓ દ્વારા પ્રાંત અધિકારી કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને માંગ કરાઈ હતી કે આ અંડરબ્રિજ ને તાત્કાલિક ધોરણે બંધ કરવો જરૂરી છે સતત પાણી ભરાઇ રહેવાના કારણે અકસ્માતોની વણઝાર થંભી રહી નથી ગત 25 ડિસેમ્બરના પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ને પણ આ અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તેઓએ પણ રજૂઆતને યથાર્થ ગણાવી હતી જો આ અંડરબ્રિજ અંગે બે દિવસમાં તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે આંદોલન છેડવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારી તંત્રની રહેશે તેવું અંતમાં જણાવ્યું હતું