Not Set/ લગ્નની લાલચ આપી સગીરાને બનાવી ગર્ભવતી, ગામની અમન કમિટી દ્રારા નોંધાવાઇ ફરિયાદ

પાટણ, પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં આવેલા એક ગામમાં 17 વર્ષિય સગીરાને ગામના જ કોઇક શખ્સે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના પગલે સગીરા ગર્ભવતી બની હતી. સગીરાની ડિલેવરી એક ખાનગી હોસ્પિટલમાં કરવી હતી. પરંતુ બાળકનો મૃત હાલતમાં જન્મ થયો હતો. પિતા માનસિક બિમાર હોવાથી સગીરા મામાને ઘરે રહેતી હતી. ગામની અમન કમિટી દ્રારા […]

Top Stories Gujarat Others
mantavya 38 લગ્નની લાલચ આપી સગીરાને બનાવી ગર્ભવતી, ગામની અમન કમિટી દ્રારા નોંધાવાઇ ફરિયાદ

પાટણ,

પાટણ જિલ્લાના સિધ્ધપુર તાલુકામાં આવેલા એક ગામમાં 17 વર્ષિય સગીરાને ગામના જ કોઇક શખ્સે લગ્નની લાલચ આપી શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના પગલે સગીરા ગર્ભવતી બની હતી. સગીરાની ડિલેવરી એક ખાનગી હોસ્પિટલમાં કરવી હતી.

પરંતુ બાળકનો મૃત હાલતમાં જન્મ થયો હતો. પિતા માનસિક બિમાર હોવાથી સગીરા મામાને ઘરે રહેતી હતી. ગામની અમન કમિટી દ્રારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગત તા. 27 ડિસેમ્બરની રાત્રીના આ સગીરાને પેટમાં દુખાવો થતા તેના પરિવારજનો માં તેના મામા અને મામી દ્વારા સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ડિલિવરી માટે લાવવામાં આવી હતી, જ્યાં તબીબ દ્વારા સગીરાને નોર્મલ ડીલિવરી કરાવી હતી, જોકે તબીબોના જણાવ્યા પ્રમાણે સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.

જેથી સગીરાના પરિવારજનો દ્વારા મૃત બાળકની દફન વિધિ કરાઈ હતી. જોકે આ બાબતે હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી, જેમાં પોલીસ જવાબ લેતા સગીરાના પરિવારમાં તેની માતા મૃત્યુ પામેલ અને પિતા માનસિક રીતે બીમાર હોવાથી આ સગીરા તેના મામાના ઘરે રહેતી હતી.

ત્યારે સગીરાના મામાએ પોલીસ ફરિયાદ કરવાનો ઇન્કાર કરી દેતા ગામમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ સગીરાને ન્યાય મળે તે માટે ગામની જાગૃત નાગરિકોની કમિટી અમન કમિટીના સભ્યોના ધ્યાને આવતા અમન કમિટીના સભ્યો કાકોશી પોલીસ સ્ટેશન સહિત જિલ્લા પોલીસ વડાને આ અંગેની અરજી આપી હતી અને ગામમાં ફરીવાર ગામમાં આવી કોઈ અઘટિત ઘટના કોઈ ઈસમ દ્વારાના ન આચરવામાં આવે અને આ સગીરાને યોગ્ય ન્યાય મળે તેમજ ગુનેગારોને કડક સજા થાય તેવી માંગ કરી હતી.