OMG!/ શું તમે ક્યારેય સોનાનું વડાપાંઉ જોયું છે ? તો જોઈલો આ વિડીયોમાં 22 કેરેટ સોનાનું વડાપાંઉ !

આ વડાપાઉં પર 22K ગોલ્ડ પ્લેટથી આવરણ ચઢાવવામાં આવ્યુ છે, જેના કારણે તેની કિંમત સામાન્ય વડાપાંઉ કરતા ઘણી વધારે રાખવામાં આવી છે.

Ajab Gajab News
Untitled 8 શું તમે ક્યારેય સોનાનું વડાપાંઉ જોયું છે ? તો જોઈલો આ વિડીયોમાં 22 કેરેટ સોનાનું વડાપાંઉ !

મુંબઈ આમ તો વડાપાઉં થી પ્રખ્યાત છે  તેમાં પણ  આપને મુંબઈને  વડાપાઉંની નગરી કહીએ તો પણ તેમાં  ખોટું નથી , એટલા માટે જ તમને મુંબઈના દરેક શેરી ખૂણામાં તમને સરળતાથી વડાપાંઉ મળી રહેશે.આ ફાસ્ટફુડમાં  સૌથી લોકપ્રિય ફુડ છે, પરંતુ જ્યારે 2000 રૂપિયાનું વડાપાંઉ મળે તો ! તાજેતરમાં એક સોનાના વડાપાંઉનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે,જે જોઈને તમે પણ દંગ રહી જશો.

એક અહેવાલ મુજબ, UAEના અલકરામાં O,Pao નામનું રેસ્ટોરન્ટ ખોલવામાં આવ્યુ છે, જેના મેનુમાં વડાપાંઉની લગભગ 2000 રૂપિયા કિંમત લખવામાં આવી છે,આ રેસ્ટોરન્ટ મેનુમાં વડાપાઉંની કિંમત જોઈને ઘણા લોકોને આશ્વર્ય થયુ, પરંતુ દાવો કરવામાં આવ્યો છે કે આ દુનિયાનુ પહેલુ 22 કેરેટ સોનાનું ‘ગોલ્ડન પ્લેટેડ વડાપાઉં’ છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

એટલું જ નહીં, આ વડાપાઉં પર 22K ગોલ્ડ પ્લેટથી આવરણ ચઢાવવામાં આવ્યુ છે, જેના કારણે તેની કિંમત સામાન્ય વડાપાંઉ કરતા ઘણી વધારે રાખવામાં આવી છે. આ સોનાના વડાપાંઉ હાલ લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.