Village/ વિશ્વના એક ગામમાં રહેવા માટે શરીરનો એક ભાગ હટાવો પડે

પેટ પર સર્જરી કરીને એપેન્ડીકસને હટાવવું પડે છે

Ajab Gajab News
vilash વિશ્વના એક ગામમાં રહેવા માટે શરીરનો એક ભાગ હટાવો પડે

દરેક દેશમાં તેના બંધારણ મુજબ નિયમો અને કાયદાઓ હોય છે.  તમે વિચારો કે તમારે આ ગામમાં રહેવું હોય તો તમારે તમારા શરીરમાંથી એક અંગ નીકાળવું પડે છે. પેટ પર સર્જરી કરીને એપેન્ડીકસને હટાવવું પડે છે. આ ગામનું નામ વિલાસ લાસ અસ્ટ્રેલાસ છે. જે એન્ટાટિકાના મહાદીપ પર આવેલું છે.

આ ગામમાં સુવિધાનો અભાવ છે. પરતું જરૂરીયાત પ્રમાણે બેંક, સ્કૂલ, પોસ્ટ ઓફિસ છે. પરતું હોસ્પિટલમાં સુવિધા મેળવવા અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સારી સ્વાસ્થ સુવિધા માટે એન્ટાટિકામાં મોટી હોસ્પિટલ છે જે વિલાસ લાસ અસ્ટ્રેલાસ ગામથી એક હજાર કિલોમીટર દૂર છે. જો આ ગામમાં કોઇને એપેન્ડિકસનું દર્દ ઉપડે તો તેનો જીવ જાય તેવો ડર રહેલો છે.

આ ગામના લોકો એટલે એપેન્ડિકસને ગેર જરૂરી અંગ માને છે એટલા માટે તેને નીકાળી દેવામાં આવે છે. વિલાસ લાસ એસ્ટ્રેલાસ એ વિસ્તાર છે કે જયા સંશોધનકર્તા વૈજ્ઞાનિકો અને નૌસેનાના સૈનિકો, વાયુદળના સૈનિકો રહે છે, આ ગામમાં સૈનિકોની અવર જવર વધારે છે. ઘણા સૈનિકો પરિવાર સાથે પણ અહીંયા રહે છે. સ્વાસ્થ માટે અહીંના લોકો સજાગ રહે છે કારણ કે તબિયત માટે ઇમરજન્સી સ્થિતિ ઉભી ના થાય. આ ઉપરાંત પરિવાર સાથે રહેનાર વ્યક્તિઓને સલાહ આપવામાં આવે છે કે તેમની પત્નીઓ ગર્ભવતી ના થાય કારણ કે મેડિકલ સુવિધાનો અભાવ છે. જેના લીધે અનિચ્છનીય બનાવ ના બને.

આ ગામમાં હિમવર્ષા ખુબ પડે છે. જેના લીધે તાપમાન પણ માઇન્સમાં રહે છે. વિલાસ લાસ એસ્ટ્રેલાસમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા નથી.

માટે જો આ ગામમાં રહેવાનું કે જવાનું વિચારો છો તો પછી વિચાર બીજીવાર કરવો જોઇએ.