HDFC BANK/ વિજ્ઞાપનના કારણે HDFC બેંકનો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વિરોધ

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી HDFC બેંક એક જાહેરાતને લઈને સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર #AntiHinduHDFC મંગળવાર સવારથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

Top Stories India
YouTube Thumbnail 2023 10 17T143147.205 વિજ્ઞાપનના કારણે HDFC બેંકનો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વિરોધ

HDFC બેંક ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. હાલમાં જ HDFC બેંકે બીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા. HDFC સાથે મર્જર થયા બાદ HDFC બેંકના નફામાં 50% થી વધુનો વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર #AntiHinduHDFC મંગળવાર સવારથી ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર HDFC બેંક ટ્રોલ થઈ રહી છે. એક વિજ્ઞાપનના કારણે છે HDFC બેંકને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. વિજ્ઞાપનમાં એવું શું છે કે લોકો તેને હિંદુ વિરોધી ગણાવી બેંકને ટ્રોલ કરી રહ્યા છે. મહત્વનું છે કે HDFC બેંક ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. બેંકે નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં (Q2FY24) એટલે કે જુલાઈ-સપ્ટેમ્બર, HDFC બેન્કે રૂ. 16,811.4 કરોડનો નફો કર્યો છે. જયારે બીજા ક્વાર્ટરમાં કુલ આવક વાર્ષિક ધોરણે 70% વધીને રૂ. 78,406 કરોડ થઈ છે. આમ બેંક ઉત્તરોત્તર નફો કરતી રહી છે

HDFC બેંક જે વિજ્ઞાપનના કારણે ટ્રોલ થઈ છે તેમાં ફ્રોડથી કેવી રીતે બચવું તે માટે લોકોને જાગૃત કરી રહી છે. આ જાહેરાતમાં અભિનેતા અનૂપ સોનીની સાથે એક મહિલા છે. જેને વિજીલ આંટી કહેવામાં આવી રહી છે. આ મહિલાએ કપાળ પર બિંદીના બદલે સ્ટોપનું સિમ્બોલ લગાવ્યું છે. જેને લઈને યુઝર્સ ભડકયા છે અને જાહેરાતને હિંદુ વિરોધી ગણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અભિનેતા અનૂપ સોની ક્રાઈમ પેટ્રોલમાં લોકોને સર્તક રહેવાની સલાહ આપતા હોય છે. આથી જ HDFC બેંકે અનૂપ સોનીની સાથે વિજીલ આંટી કિરદારના માધ્યમથી લોકોને બેંકિગ ફ્રોડથી જાગૃત કરવાનો પ્રયાસ કર્યો.

HDFC બેંકની છેતરપિંડીથી જાગૃત કરવાની જાહેરાતને લોકો હિંદુ વિરોધી ગણાવી રહ્યા છે. એક યુર્ઝસે ટ્રોલ કરતા લખે છે કે બેંક જાહેરાતના નામે હિંદુ વિરોધી વિચારધારા પીરસી રહી છે. જાહેરાતમાં મહિલાના કપાળ પર બિંદીના બદલે સ્ટોપનો સિમ્બોલ છે. સામાન્ય રીતે હિંદુ મહિલાઓના કપાળ પર કરાતી બિંદીને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. ત્યારે જાહેરાતમાં બિંદીના બદલે સ્ટોપના સિમ્બોલ દર્શાવતા વિવાદ જોવા મળ્યો. એક યુઝર લખે છે કે લોકો વિરોધ કરી રહ્યા છે છતાં મેકર્સ માફી માંગતા નથી. તે પરથી લાગે છે કે તેઓ હિંદુઓને ખૂબ નફરત કરે છે. જ્યારે અન્ય એક યુઝર લખે છે કે કંપનીના માલિક એક ગુજરાતી જૈન છે જો તેઓ માફી ના માંગે તો HDFCની બેંકની સેવાનો ઉપયોગ ના કરતા તેનો બહિષ્કાર કરવો જોઈએ.

નોંધનીય છે કે સુરક્ષિત બેંકિંગની આદતોને પ્રોત્સાહન આપવા HDFC બેંકે 2022માં ‘વિજિલ આંટી’ અભિયાન શરૂ કર્યું હતું. ‘વિજિલ આંટી’ જાહેરાત પણ ફ્રોડ અવેરનેસ અભિયાનનો જ એક ભાગ છે. સોશિયલ મીડિયા પર HDFC બેંક ટ્રોલ થવા પાછળ કોઈ તથાકથિતો પોતાનો હેતુ પાર પાડી રહ્યા છે. આ વિવાદ બેંક આ જાહેરાત પાછી ખેંચશે કે કેમ તે આગામી સમય કહેશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ મુંબઈની એચડીએફસી બેંક વિવાદમાં સપડાઈ હતી. મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલ એચડીએફસી બેંકની બહારના ઓટલા પર લોખંડના અણીદાર ખિલ્લા રાખ્યા હતા. કેમકે બેંક સમય બાદ રાતે ગરીબ અને નિઃસહાય લોકો બહારના ઓટલાના ઉપયોગ કરતા હતા. તેની તસવીર એક સમાચારમાં પ્રકાશિત થતા એચડીએફસી બેંક ટ્રોલ થઈ હતી. જેના બાદ મુંબઇના એચડીએફસી બેંકના માલિકે માફી માંગતા લોખંડના ખીલ્લા હટાવી દીધા હતા.


whatsapp ad White Font big size 2 4 વિજ્ઞાપનના કારણે HDFC બેંકનો સોશિયલ મીડિયામાં થઈ રહ્યો છે વિરોધ


આ પણ વાંચો : https://mantavyanews.com/same-sex-marriage-is-recognized-in-34-countries-of-the-world-and-laws-are-made-in-22-of-these-countries/