CM રૂપાણી/ CM રૂપાણીની તબિયતને લઈને આજે હેલ્થ બુલેટિન જાહેર કરાશે : UN મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે.પટેલ

UN મહેતાના ડાયરેક્ટર આર.કે.પટેલે કહ્યું કે, CM ચાલતા રૂમમાં ગયા હતા. ચિંતાનું કોઇ કારણ નથી. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તેમને ચક્કર આવ્યા હતા. આવતીકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાશે.બાદ ભાજપ દ્વારા નિવેદન

Top Stories Gujarat
cm thursday CM રૂપાણીની તબિયતને લઈને આજે હેલ્થ બુલેટિન જાહેર કરાશે : UN મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે.પટેલ

UN મહેતા હોસ્પિટલના ડાયરેક્ટર આર.કે.પટેલે કહ્યું કે, CM ચાલતા રૂમમાં ગયા હતા. ચિંતાનું કોઇ કારણ નથી. થાક અને ડિહાઇડ્રેશનના કારણે તેમને ચક્કર આવ્યા હતા. આવતીકાલે હેલ્થ બુલેટિન જાહેર કરાશે. ભાજપ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ભાજપના પ્રવક્તાએ કહ્યું કે, અફવાઓ પર કોઈ ધ્યાન ન આપે. મુખ્યમંત્રીની તબિયત સારી છે. મુખ્યમંત્રીનું બીપી-લૉ થયું હતું. ડૉક્ટરે સારવાર આપતા તેઓ હવે સ્વસ્થ છે.  નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ જાણકારી આપી કે, CM રૂપાણીની તબિયત સારી છે.  સી.આર પાટીલ શાહીબાગમાં સભા ટૂંકાવી અને સિવિલ હોસ્પિટલ મુખ્યમંત્રીની તબિયત અંગે જાણકારી મેળવવા માટે પહોંચ્યા હતા.

toolkit case / જળવાયુ કાર્યકર્તાના સમર્થનમાં આગળ આવ્યા કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ, કહ્યું ભારત વાહિયાત રંગમંચ બની ગયું છે

આ હતું સાચુ કારણ

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને માહોલ જામતો જાય છે ત્યારે સામાન્ય કાર્યકર્તા થી લઈને મુખ્યમંત્રીએ સુધી સૌકોઇ પ્રચાર અને પ્રસારમાં વ્યસ્ત છે.છેલ્લા કેટલાક દિવસોથી સતત સભાઓ અને કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે આજે વડોદરામાં મુખ્યમંત્રીની 3 સભા હતી. જોકે ત્રીજી સભા દરમિયાન મુખ્યમંત્રીને ચક્કર આવ્યા હતા. મુખ્યમંત્રીએ વડોદરામાં આ અગાઉ 2 સભા સંબોધી હતી. જામનગર અને ભાવનગરમાં 2-2 સભાઓ ગજવી હતી. સતત વ્યસ્ત કાર્યક્રમને લઇને ચક્કર આવ્યા હતા.

toolkit case / સંયુક્ત કિસાન મોરચા દ્વારા દિશા રવિની ધરપકડની નિંદા, તાત્કાલિક મુક્તિની માંગ

મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણીનું નિવેદન

મુખ્યમંત્રીના પત્ની અંજલી રૂપાણીએ ફોન પર વાત કરી હતી. તેઓ રાજકોટથી ગાંધીનગર પહોંચી ચૂક્યા છે મીડિયાને તેઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીની તબિયત અંગે અંજલી રૂપાણીએ કહ્યું કે, વિજય રૂપાણી હાલ સ્વસ્થ છે.

ગ્લુકોઝ ઓછું થવાથી પડી ગયા હતાઃ CR પાટીલ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીને UN મહેતા હોસ્પિટલમાં દાખલ કરાશે. ગ્લુકોઝ ઓછું થવાથી પડી ગયા હતા. મહત્વનું છે કે, પાટીલે શાહીબાગમાં સભા ટુંકાવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રીએ રૂપાણીની તબિયતને લઇને કર્યું ટ્વિટ

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતના CM રૂપાણીના અવસ્થ થવાના સમાચાર મળ્યા, હાલ તેઓ ડૉક્ટરોની સારવાર હેઠળ છે અને તબિયત સારી છે. હું ઇશ્વરને તેમના તાત્કાલિક સારા થવાની પ્રાર્થના કરું છું.

 

case filed / આખરે આઠ મહિના બાદ ક્રિકેટર યુવરાજસિંહ વિરુદ્ધ કેસ દાખલ, શું છે હકીકત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…