Khyati Hospital Scam/ ચકચારી ખ્યાતિ કાંડમાં આરોગ્ય વિભાગનો કર્મચારી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

ચકચારી ખ્યાતિ કાંડ (Khyati Hospital Scam)માં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) મોટી કાર્યવાહી કરી. ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો

Top Stories Ahmedabad Gujarat

Khyati Hospital Scam: ચકચારી ખ્યાતિ કાંડ (Khyati Hospital Scam)માં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) મોટી કાર્યવાહી કરી. ખ્યાતિકાંડ મામલે રાજ્યભરમાં ઉહાપોહ મચ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા સરકારની PMJAY યોજનામાં ગેરરિતી આચરી નાણાં પડાવવામાં આવતા હોવાના કૌભાંડનો પર્દાફાશ થયો. આ કૌભાંડની તપાસ કરતી સીબીઆઈને વધુ એક સફળતા મળી. ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે સમગ્ર ઓપરેશન પાર પાડતા આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરી.

ખ્યાતિ હોસ્પિટલકાંડમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી કરતાં PMJAY યોજનાના બોગસ કાર્ડ મુદ્દે વધુ 3 આરોપીને દબોચ્યા. કૌભાંડમાં સામેલ PMJAY ના જનરલ મેનેજર ડૉ. શૈલેષ આનંદની ધરપકડ કરી.

ખ્યાતિ કાંડમાં હોસ્પિટલના ડોક્ટર ઉપરાંત સરકારી અધિકારીઓની સંડોવણી સામે આવી. કાંડની તપાસ કરતી ક્રાઈમ બ્રાંચને બાતમી મળી હતી કે આ કૌભાંડમાં ફક્ત ડોક્ટરો જ નહી પરંતુ સરકારી અધિકારીઓ પણ સામેલ છે. આ મામલાની તપાસમાં ગાંધીનગરનો આરોગ્ય વિભાગનો કર્મચારી ક્રાઈમ બ્રાન્ચના સંકજામાં આવ્યો. વધુ પૂછપરછ માટે આરોગ્ય વિભાગના કર્મચારી મિલાપ પટેલની ધરપકડ કરવામાં આવી. આ ઉપરાંત અન્ય બે શંકાસ્પદ કર્મચારીઓની સઘન પૂછપરછ ચાલુ છે. સંભવત સાંજ સુધીમાં બંનેની ધરપકડ થઈ શકે છે. મિલાપ પટેલ હેલ્થ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો. 10 દિવસ પહેલાં ખોટી રીતે PMJAY કાઢી આપતી ગેંગ ઝડપાઈ હતી. અને મિલાપ પટેલ આ ગેંગ સાથે પણ સંડોવાયેલો હોવાની ક્રાઈમ બ્રાન્ચને શંકા છે.

આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ પર કામ કરનાર મિલાપ પટેલ વર્ષ 2017થી નોકરી કરે છે. નોકરીના આરંભા વર્ષમાં મિલાપ આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કરવાનું કામ કરતો હતો. દરમ્યાન મિલાપને PMJAY યોજનાની આટીઘૂંટીનો ખ્યાલ આવી ગયો અને બહુ સરળતાથી આ યોજના થકી રૂપિયાની કમાણી કરવા લાખોની સંખ્યામાં ખોટા આયુષ્યમાન કાર્ડ એપ્રૂવ કર્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જમીનના કૌભાંડમાં ભૂમાફિયા કાર્તિક પટેલને બચાવવા ભ્રષ્ટ સરકારી બાબુઓ સક્રિય

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ભૂગર્ભમાં ઉતરી ગયેલા ડો. સંજય પટોળિયાની ધરપકડ

આ પણ વાંચો: ગુજરાતમાં PM-JAY ખાનગી હોસ્પિટલો માટે દૂઝણી ગાય, ત્રણ વર્ષમાં કરાવી 7,874 કરોડ રૂપિયાની કમાણી