Not Set/ સુરતમાં ડ્રીન્કીંગ વોટર યુનિટો પર આરોગ્ય વિભાગના દરોડા, 20 જેટલા પ્લાન્ટને નોટીસ સાથે પાંચ યુનિટ સીલ

સુરત. આજ રોજ સુરતમાં મ્યુનીસીપાલ કોર્પોરશનની આરોગ્ય ટીમ દ્વારા મિનરલ વોટર બનાવતા વિવિધ ડ્રીન્કીંગ વોટર યુનિટોમાં દરોડા પાડ્યા હતા. આજ રોજ મનપાની આરોગ્ય વિભાગની ટીમે સુરતના સાત અલગ-અલગ ઝોનમાં ડીંડોલી અને લીંબાયત જેવા સ્થળોમાં  દરોડા પડ્યા હતા. વિવિધ યુંનીતોના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલના નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી જે યુનિટના રીઝલ્ટ નકારાત્મક આવ્યા હતા […]

Top Stories Gujarat
111 સુરતમાં ડ્રીન્કીંગ વોટર યુનિટો પર આરોગ્ય વિભાગના દરોડા, 20 જેટલા પ્લાન્ટને નોટીસ સાથે પાંચ યુનિટ સીલ

સુરત.

આજ રોજ સુરતમાં મ્યુનીસીપાલ કોર્પોરશનની આરોગ્ય ટીમ દ્વારા મિનરલ વોટર બનાવતા વિવિધ ડ્રીન્કીંગ વોટર યુનિટોમાં દરોડા પાડ્યા હતા. આજ રોજ મનપાની આરોગ્ય વિભાગની ટીમે સુરતના સાત અલગ-અલગ ઝોનમાં ડીંડોલી અને લીંબાયત જેવા સ્થળોમાં  દરોડા પડ્યા હતા. વિવિધ યુંનીતોના આરોગ્ય વિભાગ દ્વારા પાણીના સેમ્પલના નમુના લેવામાં આવ્યા હતા જેમાંથી જે યુનિટના રીઝલ્ટ નકારાત્મક આવ્યા હતા તેના યુનિટોને સીલ કરવામાં આવ્યા હતા. મુખ્યત્વે સાત ઝોનમાંથી પાંચ યુનિટના નમૂનાઓ નકારાત્મક આવતા તેમના યુનિટ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેમાંથી સીલ કરવામાં આવેલા યુનિટોમાં અધિકતમ યુનિટો લાયસન્સ વગરના યુનિટો છે જેના આરોગ્ય વિભાગે સીલ માર્યા છે.

જે ડ્રીન્કીંગ વોટર યુનિટના નમૂનાના સેમ્પલ નકારાત્મક આવ્યા હતા તેવા 20 જેટલા પ્લાન્ટ ધારકોને નોટીસ ફટકારવામાં આવી છે. જેમાં લાયસન્સ વગરના ધધમતા ડ્રીન્કીંગ વોટર યુનીટને સીલ મારવામાં આવ્યા છે.