Not Set/ Health Tips/ફાસ્ટ ફૂડની આદત તમારા બાળકને કરી શકે છે બિમાર, જાણો આ છે ઉપાય

સમય હવે ધીરે ધીરે બદલાઇ રહ્યો છે. આજે બાળકો પોષક તત્ત્વો માટે નહીં પણ જીભનો સ્વાદ વધારવા માટે ખાય છે. આ જ કારણ છે કે ફાસ્ટ ફૂડ તેમની પ્રથમ પસંદગી બની ગયુ છે. તાજેતરમાં, પ્રયાગરાજ મેડિકલ કોલેજનાં મેડિસિન વિભાગનાં ડો.સરિતા બજાજે માહિતી આપી હતી કે શાળાનાં બાળકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. છોકરાઓમાં પેટની ચરબી […]

Health & Fitness Lifestyle
fast food Health Tips/ફાસ્ટ ફૂડની આદત તમારા બાળકને કરી શકે છે બિમાર, જાણો આ છે ઉપાય

સમય હવે ધીરે ધીરે બદલાઇ રહ્યો છે. આજે બાળકો પોષક તત્ત્વો માટે નહીં પણ જીભનો સ્વાદ વધારવા માટે ખાય છે. આ જ કારણ છે કે ફાસ્ટ ફૂડ તેમની પ્રથમ પસંદગી બની ગયુ છે. તાજેતરમાં, પ્રયાગરાજ મેડિકલ કોલેજનાં મેડિસિન વિભાગનાં ડો.સરિતા બજાજે માહિતી આપી હતી કે શાળાનાં બાળકોમાં સ્થૂળતા ઝડપથી વધી રહી છે. છોકરાઓમાં પેટની ચરબી વધુ જોવા મળે છે. વળી ઘણી છોકરીઓ શરીરની સંપૂર્ણ ચરબીથી ઘેરાયેલી જોવા મળે છે.

ડૉ.સરિતા બજાજે કન્વેન્શન સેન્ટરમાં યુ.પી. ચેપ્ટર ઓફ એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ ઈન્ડિયા (યુપીએઆઈપી) ને સંબોધિત કરતી વખતે સ્કૂલનાં બાળકોમાં મેદસ્વીપણા પર થયેલા સંશોધનને ટાંક્યું હતું અને ઘણી ગંભીર બાબતોનો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે આ સંશોધન ચાર સરકારી અને ચાર ખાનગી શાળાઓનાં 12000 બાળકો પર કરવામાં આવ્યું છે. ત્યારબાદ 19 ટકા વિદ્યાર્થીઓને મેદસ્વીપણા હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કહ્યું કે ફાસ્ટ ફૂડનાં વધુ પડતા વપરાશ અને રમત-ગમત પ્રત્યેની રુચિનાં અભાવે આ સમસ્યા વધી છે.

ફાસ્ટ ફૂડનાં ગેરફાયદા

ફાસ્ટ ફૂડ લીવરને નબળુ બનાવે છે. ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી બાળકનું મગજ નબળું થવા લાગે છે. ફાસ્ટ ફૂડનાં સેવનથી બાળકોમાં મેદસ્વીપણાની સમસ્યા પણ વધી રહી છે. ફાસ્ટ ફૂડનાં વધારે સેવનથી બાળકમાં ડાયાબિટીઝનું જોખમ વધી જાય છે.

ફાસ્ટ ફૂડની આદતથી મેળવો છુટકારો

બાળકોનાં ખોરાકની યાદી તૈયાર કરો. યાદી તૈયાર કરતી વખતે, તેની પસંદગીને ધ્યાનમાં રાખીને, યાદીમાં બધી પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરો. યોગ અથવા કસરત કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને મન શાંત રહે છે. ઘરે બનાવેલા ખોરાકમાં જ કેટલાક ફેરફાર કરીને સ્વાદનો પ્રયોગ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.