Recipe/ સ્વાદમાં લાજવાબ એવા ‘દહીથરાં’ની પરિવાર સાથે માણો મજા

દહીંથરા પુરી એક લોકપ્રિય સુરતી ગુજરાતી રેસીપી છે. જે લગ્ન જેવા વિશેષ પ્રસંગે શ્રીખંડ સાથે સર્વ કરવામાં આવે છે. દહીંથરા એ પહેલા ના સમય ની એકદમ જૂની અને જાણીતી રેસીપી છે તો જાણો કેવી રીતે બને છે

Food Lifestyle
a 92 સ્વાદમાં લાજવાબ એવા 'દહીથરાં'ની પરિવાર સાથે માણો મજા

દહીંથરા પુરી એક લોકપ્રિય સુરતી ગુજરાતી રેસીપી છે. જે લગ્ન જેવા વિશેષ પ્રસંગે શ્રીખંડ સાથે સર્વ કરવામાં આવે છે. દહીંથરા એ પહેલા ના સમય ની એકદમ જૂની અને જાણીતી રેસીપી છે તો જાણો કેવી રીતે બને છે પરંપરા થી ચાલી આવતી આ રેસિપી દહીંથરા અને આજે જ બનાવો…

સામગ્રી 

300  ગ્રામ મેંદો

200  ગ્રામ રવો

500 ગ્રામ ઘી

250  ગ્રામ દહીં

500 ગ્રામ ખાંડ

જરૂર મુજબ ઈલાયચી પાવડર

બનાવવાની રીત 

સૌ પ્રથમ મેંદો અને રવામાં 150 ગ્રામ ઘીનું મોણ કરી, દહીંમાંથી પાણી નિતારી દહીંથી હળવા હાથે લોટ બાંધવો. તેને 30 મિનિટ ઢાંકી રાખવો.

કઢાઈમાં ઘી ગરમ કરી દહીં થરાને બંને બાજુ આછા ગુલાબી રંગનાં થાય ત્યાં સુધી તળો.

ખાંડની ઘટ્ટ ચાસણી કરી તેને ફીણી લેવી જેથી દૂધિયા સફેદ રંગની ચાસણી તૈયાર થશે.

એક થાળીને ઘીથી ગ્રીસ કરો. તળેલા દહીંથરા ઠરે પછી તેને ચાસણીમાં નાખી ગ્રીસ કરેલી થાળીમાં છૂટા છૂટા મુકો તેની પર સહેજ ઈલાયચી પાવડર ભભરાવો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ