Weather/ અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ

આગામી ત્રણ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે

Top Stories Ahmedabad Gujarat
j1 3 અમદાવાદ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ

અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદ શરૂ થયો છે શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ, નરોડા, સીટીએમ, રામોલ, વસ્ત્રાલ, અમરાઈવાડી, કાંકરિયા, ખોખરા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરમાં 11 વાગ્યે પૂર્વ વિસ્તારમાં જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.

અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. પશ્ચિમ માં આવેલા ચાંદખેડા, સાબરમતી વૈષ્ણોદેવી, ગોતા, એસજી હાઇવે, સિંધુભાવન રોડ પર ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.  લાંબા સમય ગાળા બાદ વરસાદનું આગમન થતાં શહેરીજનોએ ગરમીથી હાસકારો અનુભવી રહ્યા છે.

ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો ફરીએકવાર જળબંબાકાર  બન્યા છે તો શહેરના વિવિધ ગણપતિ મંડળો પણ ચિંતાગ્રસ્ત બન્યા છે. આ વર્ષે ખાસ કરીને વિવિધ મંડળો દ્વારા માટીના ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. અને જો મુર્તિ પર પાણી પડે તો વિસર્જન પહેલા જ મુર્તિ ઓગળી જવા કે પછી શણગાર કે આકારમાં ઓટ આવવાની ભીતિ સતાવી રહી છે. જો કે અનેક જગ્યાએ મંડળો દ્વારા અગાઉથી જ પ્લાસ્ટિકની સીટ અથવા વોટર પ્રૂફ મંડપ બનાવવામાં આવ્યા છે.

અત્રે નોધનીય છે કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં  આવી છે. તો કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.

વડોદરા / વેસ્ટ ઓઇલનો વેપારી ચાલુ ફ્લાઇટમાં દારૂ પીતા ઝડપાયો, કરાઇ અટકાયત