Not Set/ પાલનપુરમાં ધોધમાર વરસાદથી લડબી નદી પરનો બ્રિજ ધરાશાયી, જુઓ વીડિયો

બનાસકાંઠાના પાલનપુરમાં લડબી નદી પરના બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. વેડચાથી હોડા જતાં રોડ પર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો.

Gujarat Others
A 181 પાલનપુરમાં ધોધમાર વરસાદથી લડબી નદી પરનો બ્રિજ ધરાશાયી, જુઓ વીડિયો
  • પાલનપુરમાં બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો
  • લડબી નદી પરના બ્રિજ ધરાશાયીનો વીડિયો
  • વેડચાથી હોડા રોડ પરનો બ્રિજ તૂટી પડ્યો
  • બ્રિજ ધરાશાયીનો વીડિયો સો.મીડિયામાં વાયરલ
  • ઘટનાસ્થળે લોકોના ટોળેટાળો ઉમટી પડ્યા
  • પાલનપુરમાં સવારે ધોધમાર વરસ્યો હતો વરસાદ

બનાસકાંઠાના પાલનપુરમાં લડબી નદી પરના બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો છે. વેડચાથી હોડા જતાં રોડ પર બ્રિજનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ ઘટના અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો ઘટનાના પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટ્યા હતા. મહત્વનું છે કે પાલનપુરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો..જેના કારણે બ્રિજનું ધોવાણ થયું હોવાનું મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો : પાંડેસરાનાં સરસ્વતી આવાસમાં સ્લેબ થયો ધરાશાયી, 8 માસની બાળકીનું મોત

આપને જણાવી દઈએ કે, સિઝનના પહેલા વરસાદમાં જ લોકોનાં ઘરોમાં પાણી ઘૂસતા પાલિકાની પ્રિ મોન્સૂન કામગીરીની પોલ ખૂલી પડી છે. તો બીજી તરફ પાલનપુરના વેડંચાથી હોડા ગામને જોડતો લબડી નદી પરનો બ્રિજ પ્રથમ વરસાદમાં જ ધોવાયો છે. લબડી નદી પરના પુલનો રોડ કાગળની જેમ તૂટીને પડ જતાં હલકી ગુણવત્તાવાળા કામની પોલ ખુલી છે. રોડ ઉપર કોઈ વાહન ન હોવાથી મોટી જાનહાની ટળી છે.

આ પણ વાંચો :સુરતમાં વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, સ્ટંટ કરવા જતા 11 વર્ષની બાળકીએ ગુમાવ્યો જીવ

હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠાના અનેક વિસ્તારમાં વહેલી સવારથી વરસાદનું આગમન થઈ ગયું હતું. સમગ્ર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુરમાં ધોધમાર વરસાદ તો દાંતા અને વડગામમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.

આ પણ વાંચો :રખિયાલમાં યુવકનાં રિસેપ્શનમાં પહોંચી પહેલી પત્ની, પછી થયું આવું…

આ પણ વાંચો :રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો, લુણાવાડા તાલુકામાં સૌથી વધુ 1.5 ઇંચ વરસાદ