મુશળધાર વરસાદ/ પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદ,રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતા રહીશોને હાલાકી

ગોધરા નગરમાં વરસેલા વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ ઉપર બે બે ફૂટ જેટલા પાણી ભરાયા છે. ગોધરા નગરની મુખ્ય ભૂગર્ભ લાઈન જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં જ રસ્તા ઉપર ભરાયેલા પાણીનાદ્રશ્યોએ પાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે.

Gujarat Trending
godhra rain પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદ,રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતા રહીશોને હાલાકી

મોહસીન, પંચમહાલ@મંતવ્ય ન્યૂઝ

પંચમહાલ જિલ્લામાં ગત રોજ સવારથી જ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે ગોધરા શહેરમાં પણ વરસેલા વરસાદમાં અમુક જગ્યાએ રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા તેમજ મુખ્ય ભૂગર્ભ ગટર લાઈનનું કામ વ્યવસ્થિત રીતે કરવામાં ન આવતા રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા અને આ રસ્તાઓ ઉપર પાણી ભરાવવાને કારણે રહીશોને ભારે હાલાકીઓ વેઠવાનો વારો આવ્યો.

godhra rain 2 પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદ,રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતા રહીશોને હાલાકી

ગોધરા શહેરમાં મુશળધાર વરસેલા વરસાદે ગોધરા નગર પાલિકાની પ્રીમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી. તેમજ ગોધરા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનની કામગીરી અધૂરી હોવા છતાં નગર પાલિકાને સુપ્રત કરી દેવામાં આવી છે, અને આ વર્ષે જ નગર પાલિકા તંત્ર દ્વારા આ ભૂગર્ભ ગટર લાઈનને કાર્યરત પણ કરી દેવામાં આવી છે, અને જાહેરાત પણ કરવામાં આવી છે કે ગોધરા નગરમાં ભૂગર્ભ ગટર લાઈનને પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે. આ લાઈનોમાં પોતાના ઘરના જોડાણ કરી દેવામાં આવે ત્યારે ગોધરા નગરમાં વરસેલા વરસાદથી ઠેર ઠેર રસ્તાઓ ઉપર બે બે ફૂટ જેટલા પાણી ભરાયા છે.

ગોધરા નગરની મુખ્ય ભૂગર્ભ લાઈન જે વિસ્તારમાંથી પસાર થાય છે ત્યાં જ રસ્તા ઉપર ભરાયેલા પાણીનાદ્રશ્યોએ પાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે.આ રસ્તાઓ ઉપર ભરાયેલા પાણીના દ્રશ્યો જોતા નગર પાલિકા તંત્ર દ્વારા કાર્યરત કરવામાં આવેલ ભૂગર્ભ ગટર લાઈનના દાવાઓ પોકળ સાબિત થયા હોય તેવું લોકમુખે ચર્ચા જોવા મળી આવી,  આ રસ્તાઓ ઉપર ભરાયેલા પાણીનો નિકાલ નગર પાલિકા તંત્ર દ્વારા ભૂગર્ભ ગટર લાઈનમાં કરવામાં આવશે કે પછી આજ રીતે ભરાયેલા પાણીમાંથી રાહદારીઓ અને વાહન ચાલકોને પસાર થવું પડશે તે તો હવે આવનાર સમય જ બતાવશે.

majboor str 13 પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદ,રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાતા રહીશોને હાલાકી