ગુજરાત/ ગઈકાલે રાત્રે રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અમદાવાદમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો

અમદાવાદ શહેરના  અનેક  વિસ્તારોમાં વીજળીના ચમકારા  અને  ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.જેમાં  શહેરના  અનેક વિસ્તારો જેવા કે સાયન્સ સીટી, બોપલ, ઘૂમા, એસ.જી હાઈવે સહિતના વિસ્તારમાં  ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.જેમના  લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા . આ ઉપરાંત રાજય ના  અમદાવાદ, વડોદરા ,નડિયાદ ,અમરેલી ,ગાંધીનગર ,પાટણ,નવસારી,સાબરર્કાંઠા,સુરેન્દ્રનગર જેવા અનેક શહેરોમાં જોરદાર પવન […]

Gujarat Others
Untitled 33 ગઈકાલે રાત્રે રાજ્યના અનેક શહેરોમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અમદાવાદમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો

અમદાવાદ શહેરના  અનેક  વિસ્તારોમાં વીજળીના ચમકારા  અને  ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.જેમાં  શહેરના  અનેક વિસ્તારો જેવા કે સાયન્સ સીટી, બોપલ, ઘૂમા, એસ.જી હાઈવે સહિતના વિસ્તારમાં  ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો.જેમના  લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા .

આ ઉપરાંત રાજય ના  અમદાવાદ, વડોદરા ,નડિયાદ ,અમરેલી ,ગાંધીનગર ,પાટણ,નવસારી,સાબરર્કાંઠા,સુરેન્દ્રનગર જેવા અનેક શહેરોમાં જોરદાર પવન સાથે વરસાદ ખાબક્યો હતો .વાતાવરણમાં ઠંડક પ્રસરતી જોવા મળી હતી .ગરમીમાંથી અકળાતા લોકોને રાહત અનુભવાયી હતી .

આ ઉપરાંત રાજ્યમાં વાતાવરણને લઇ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં સૌરાષ્ટ્રમાં 5 દિવસ વરસાદ રહેશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 48 કલાક વરસાદી માહોલ રહેશે. કેરળમાં ચોમાસાના આગમન થઇ ચૂક્યું છે. ચોમાસાની સ્થિતિ સાનુકૂળ રહેશે તેવું અનુમાન હવામાન વિભાગે દર્શાવી રહ્યું છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી ગુજરાત સહિત રાજ્યના કેટલાક જિલ્લાઓ અને શહેરોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે તેમજ વાતાવરમાં ફેરફાર સાથે પવન સાથે વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું જોવા મળી શકે છે તેમજ હળવા પવન સાથે વરસાદ પડી શકે છે.