Ahmedabad/ અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હેલ્પલાઈન શરૂ, 15 ડોકટરો આપી રહ્યા છે સેવ

આ હેલ્પલાઈન પર દરરોજ મોટા પ્રમાણમાં કૉલ આવી રહ્યા છે અને તેમા સૌથી વધારે શરદી-તાવ અને સાઈકોલોજિકલ કાઉન્સિલિંગને લઈને પૂછપરછ કરવામાં આવે છે.

Ahmedabad Gujarat
elephant 1 2 અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હેલ્પલાઈન શરૂ, 15 ડોકટરો આપી રહ્યા છે સેવ

કોરોનાના કેસ વધતા અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન પર દરરોજ મોટા પ્રમાણમાં કૉલ આવી રહ્યા છે અને તેમા સૌથી વધારે શરદી-તાવ અને સાઈકોલોજિકલ કાઉન્સિલિંગને લઈને પૂછપરછ કરવામાં આવે છે.

ગુજરાતમાં કોરોના વકર્યો છે અને તેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં આવી રહ્યા છે, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા હોમ ક્વારન્ટાઈન દર્દીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. તેના માટે દરરોજ 15 ડોક્ટરો અલગ-અલગ સમયે હેલ્પલાઈન પર સેવા આપી રહ્યા છે.

જેમાં દરરોજ મોટા પ્રમાણમાં ફોન કોલ્સ પર જ કન્સલ્ટિંગ કરાય રહ્યું છે. રાજ્યમાં મોટાભાગના લોકોએ કોરોનાની સામેની રસી લઈ લીધી હોવાથી સંક્રમણ દરમિયાન હળવા લક્ષણો ધરાવે છે. તેથી દર્દીઓની હોસ્પિટલમાં દાખલ થવાની સંખ્યા ઘટી છે. આવા સંજોગોમાં એએમએની હેલ્પલાઈન લોકોને ઘણી મદદરૂપ સાબિત થઈ રહી છે.

હેલ્પલાઈન પર આવી રહેલા ફોન કૉલ્સમાં શરદી અને તાવને અનુલક્ષીને માર્ગદર્શન માંગવામાં આવી રહ્યું છે. તેના માટે દવાની પૂછપરછ પણ કરાય રહી છે. આ સિવાય ઘણાં લોકો હોસ્પિટલાઈઝ્ડ તો થવું નહીં પડે ને.. તેવો  ભય પણ વ્યક્ત કરી રહ્યા છે. કોરોનામાંથી સાજા તો થઈ શકશે ને? તેવા સવાલો પણ કરી રહ્યા છે. ડૉક્ટરો ફોન પર કન્સલ્ટિંગ કરીને લોકોને યોગ્ય સારવારનું માર્ગદર્શન આપી રહ્યા છે.
Science / James Webb Telescope પૃથ્વીથી 1.6 મિલિયન કિમી દૂર સ્થિત…10 દિવસમાં પ્રથમ ચિત્ર!

ના હોય… / સહારાના રણમાં ચોંકાવનારી ઘટના! તપતી રેતી પર હિમવર્ષા, વૈજ્ઞાનિકોએ કહ્યું, …