Supreme Court/ હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને તેમની વચગાળાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. હેમંત સોરેને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન માંગ્યા હતા.

Top Stories India
Beginners guide to 2024 05 20T094801.339 હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને તેમની વચગાળાની જામીન અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. હેમંત સોરેને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન માંગ્યા હતા. આ દિવસે ચુકાદો ટાળવામાં આવતા આજે મંગળવારે સુનાવણી હાથ ધરાશે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટે આપ નેતા અરવિંદ કેજરીવાલને વચાગાળાના જામીન આપ્યા હતા. સમર વેકેશન બેન્ચ આ કેસની સુનાવણી કરશે. સંભવતઃ આ મામલો જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવશે કારણ કે જસ્ટિસ સંજીવ ખન્નાએ સ્પષ્ટ કર્યું છે કે બે જજમાંથી એક જ તે બેન્ચ પર રહેશે. ઝારખંડમાં એક રાઉન્ડનું મતદાન થયું છે. વધુ મતદાન 20મી મે, 25મી મે અને 1લી જૂને છે.

શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે EDના વકીલ એએસજી એસવી રાજુને કહ્યું કે આ અરજી ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન માટે છે. તમારું વલણ શું છે? રાજુએ આનો વિરોધ કર્યો હતો. સોરેનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ઝારખંડમાં 20 અને 25 મેના રોજ મતદાન છે. જસ્ટિસ ખન્નાએ સિબ્બલને જમીનના કબજા વિશે પૂછ્યું, જેના પર તેમણે કહ્યું કે તે ક્યારેય કબજામાં નથી. હેમંત સોરેને આ કેસમાં પોતાની ધરપકડને પડકારી છે અને વચગાળાના જામીનની પણ માંગણી કરી છે. કેજરીવાલની જેમ સોરેને પણ વચગાળાના જામીન માંગ્યા છે જેથી તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરી શકે.

છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે EDને નોટિસ પાઠવી હતી અને તેનો જવાબ માંગ્યો હતો. ED વતી, ASG SV રાજુએ સોરેનને વચગાળાના જામીન આપવાનો વિરોધ કરતા કહ્યું કે, ધરપકડ ચૂંટણી જાહેર થયા પહેલા જ થઈ ગઈ હતી. સોરેનના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે જમીન કૌભાંડનો આરોપ કેટલાક લોકોના નિવેદનના આધારે લગાવવામાં આવ્યો છે જ્યારે મારી પાસે જમીનનો કોઈ કબજો નથી. હવે ED સોમવાર સુધીમાં તેનો જવાબ દાખલ કરશે અને વેકેશન બેન્ચ મંગળવારે તેની સુનાવણી કરશે.

જણાવી દઈએ કે શુક્રવાર (મે 17) ના રોજ મની લોન્ડરિંગ કેસમાં ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન માટે ઝારખંડના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેનની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હતો. હેમંત સોરેને લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર માટે વચગાળાની છૂટની માંગ કરી હતી . સોરેનના વકીલ કપિલ સિબ્બલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેઓ 2 જૂને આત્મસમર્પણ કરશે. તેના પર EDએ કહ્યું કે સોરેનની 31 જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ચૂંટણીઓ મુક્તિનો આધાર બની શકે નહીં. તે જ સમયે, કોર્ટે તાત્કાલિક રાહતનો ઇનકાર કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવા રાષ્ટ્રપતિના શપથ પહેલા તાઈવાનની સંસદમાં થઇ મુક્કાબાજી,જુઓ વીડિયો

આ પણ વાંચો:માલદીવનું વલણ નબળું પડ્યું, રાષ્ટ્રપતિ મુઈઝુએ ભારતની તરફેણમાં આપ્યો મોટો નિર્ણય

આ પણ વાંચો:ભારત સાથે કલમ 370 નહીં, પરંતુ જંગી ટેક્સના લીધે વેપાર બંધ થયોઃ પાકના પ્રધાનનો દાવો