kerala news/ કેરળમાં હેપેટાઈટિસ વાયરસનો કહેર, 1977 કેસ નોંધાયા, થયા 12 લોકોના મોત

કેરળમાં હેપેટાઈટિસ એ વાયરસનો કહેર જોવા મળ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં હેપેટાઈટિસ એના 1977 કેસ નોંધાઈ ચૂકયા છે. આ વાયરસથી કુલ 12 લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે.

Top Stories India
Beginners guide to 2024 05 15T155015.252 કેરળમાં હેપેટાઈટિસ વાયરસનો કહેર, 1977 કેસ નોંધાયા, થયા 12 લોકોના મોત

કેરળમાં હેપેટાઈટિસ એ વાયરસનો કહેર જોવા મળ્યો. રાજ્યમાં અત્યાર સુધીમાં હેપેટાઈટિસ એના 1977 કેસ નોંધાઈ ચૂકયા છે. આ વાયરસથી કુલ 12 લોકોના મોત થયું હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પ્રદેશમાં વધુ 5536 જેટલા શંકાસ્પદ કેસ તરીકે સામે આવ્યા છે. પરંતુ તંત્ર દ્વારા આ મામલે કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી. સત્તાવાર રીતે હેપેટાઈટિસના એના 1977 કેસ નોંધાયા છે જ્યારે આ સિવાયના શંકાસ્પદ 5536 જેટલા કેસ હોસ્પિટલમાં નોંધાયા નથી પરંતુ આ વાયરસ સંદર્ભે સારવાર લઈ રહ્યા છે. આ વાયરસનો કહેર વધતા કેરળના આરોગ્ય મંત્રી દ્વારા સંબંધિત વિસ્તારોમાં એલર્ટ જારી કરાયુ છે.

રાજ્યના ત્રણ જિલ્લાઓમાંથી – ત્રિશૂર, મલપ્પુરમ અને કોઝિકોડ. સોમવારે એક વ્યક્તિનું વાયરલ રોગથી મૃત્યુ થયું હતું અને તાજેતરના દિવસોમાં અન્ય છ કેસ નોંધાયા છે. આ જિલ્લામાં વાયરસના વધુ કેસ નોંધાતા રાજ્યના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે હવે આ પ્રદેશોને જાગ્રત રહેવા કહ્યું છે. આ સાથે આ પ્રદેશમાં આદેશ આપ્યો છે કે વાયરસથી બચવા મચ્છર નિયંત્રણ માટે પગલાં લેવામાં આવે, એમ તેમના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે. વાયરસથી બચવા જાહેર જળાશયોમાં કલોરીન નાખવામાં આવી રહ્યું છે તેમજ ઘરની બહાર રેસ્ટોરન્ટમાં જાઓ ત્યારે ઉકાળેલું પાણી પીવાની સલાહ આપી છે. આ સાથે મંત્રીએ કહ્યું કે વાયરસ વિશે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, પરંતુ વાયરસના લક્ષણો દેખાતા લોકોને તાત્કાલિક સારવાર લેવા વિનંતી કરી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ કેરળમાં વાયરસના સૌથી વધુ કેસ એર્નાકુલમ જિલ્લાના વેંગુરમાં જોવા મળ્યા. ગત મહિનામાં 17 એપ્રિલ બાદ ત્યાં સૌથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું. સંક્રમિત લોકોમાંથી 41ની હાલત વધુ ગંભીર છે તો કેટલાકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. રાજ્યના આરોગ્ય મંત્રાલય દ્વારા વાયરસને રોકવા નાગરિકોને સ્વાસ્થ્ય મામલે જાગૃત રહેવા તેમજ જાહેર સ્થાનો પર સ્વચ્છતા મામલે તમામ સઘન પ્રયાસો હાથ ધરાયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બ્રહ્માંડમાં જોવા મળ્યો ‘ભગવાનનો હાથ’, NASAની તસવીર જોઈને લોકો થયા આશ્ચર્યચકિત

આ પણ વાંચો: ભાજપ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા માધવી રાજે સિંધિયાનું બીમારીને પગલે થયું નિધન, ગ્વાલિયરમાં થશે અંતિમ સંસ્કાર

આ પણ વાંચો: રાજસ્થાનમાં HCLની કોલિહાન ખાણમાં લિફ્ટ તૂટી પડતા તમામ 14 લોકોને રેસ્કયુ કરાયા, 3ની હાલત ગંભીર