Not Set/ અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ

12 વર્ષ સુધી પેપ્સીકો વ્યવસાય સાંભળ્યા પછી ઇન્દિરા નૂઈ હવે અમેરિકન ફૂડ અને બેવરેજિસ કંપની પેપ્સીકોની સીઇઓ નું પદ છોડવા જઈ રહ્યા છે. પેપ્સીકોની સીઈઓ ઈન્ડિરા નૂઈ બિઝનેસ આઈકોન બન્યા છે, અને ઘણા લોકો માટે એક ઉદાહરણ છે. 2014 માં તેમને ફોર્ચ્યુન દ્વારા બિઝનેસ ફીલ્ડમાં ત્રીજા સૌથી શકિતશાળી મહિલાનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો. સમગ્ર […]

Top Stories India World Business
top 10 indian ceos who are ruling the world min અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ

12 વર્ષ સુધી પેપ્સીકો વ્યવસાય સાંભળ્યા પછી ઇન્દિરા નૂઈ હવે અમેરિકન ફૂડ અને બેવરેજિસ કંપની પેપ્સીકોની સીઇઓ નું પદ છોડવા જઈ રહ્યા છે. પેપ્સીકોની સીઈઓ ઈન્ડિરા નૂઈ બિઝનેસ આઈકોન બન્યા છે, અને ઘણા લોકો માટે એક ઉદાહરણ છે. 2014 માં તેમને ફોર્ચ્યુન દ્વારા બિઝનેસ ફીલ્ડમાં ત્રીજા સૌથી શકિતશાળી મહિલાનો ખિતાબ પણ આપવામાં આવ્યો હતો.

સમગ્ર વિશ્વની ઘણી મોટી કંપનીઓમાં ભારતીય સીઇઓના પદ પર છે અને તેઓ તેમની જવાબદારી નિભાવી રહયા છે. આવો જ ભારતીય સીઇઓ વિશે જાણીએ……

1. સુંદર પીચાઈ:-

sundar pichai ba188078 8a88 11e8 82c5 1329a5e665e9 અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ
ગુગલના સીઈઓ સુંદર પિચાઈનું નામ હવે બધા લોકો જાણે છે. 43 વર્ષનાં મૂળ તમિલનાડુના ચેન્નઇનાં છે. સુંદર પિચાઈ ગુગલ સર્ચ એંજિન, એડ્સ, એપ્સ, યુટ્યુબ અને એન્ડ્રોઇડ સિસ્ટમ જેવા મોટા પ્રોજેક્ટ્સ લીડ કરી રહ્યા છે.

તેમણે IIT ખડગપુરમાં બી.ટેકનો અભ્યાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી એમએસ કર્યું હતું અને પછી પેનિસિલવેનિયા યુનિવર્સિટીના વાર્ટન સ્કૂલથી એમબીએ કર્યું હતું. ગુગલથી પહેલાં પિચાઈએ એપ્લાઇડ મટીરિયલ્સમાં એંજિનિયર તરીકે કામ કર્યું હતું. ત્ત્યારબાદ તેમણે કન્સલ્ટન્સી ફર્મ મેકકિન્સેમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સીની પણ નોકરી કરી છે. આપને જણાવી દઇએ કે પિચાઈ ઘણા શરમાળ છાત્ર તરીકે માનવામાં આવતા હતા.

2. સત્ય નડેલા:-

satya nadella અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ
ટેક્નોલોજીની દુનિયામાં સફળતાનો પતાકો ફરકાવનાર ભારતીયોમાંથી આપણે સત્ય નડેલાને કેમ ભૂલી શકીએ? નડેલાએ એક વાર કહ્યું હતું કે, માઈક્રોસોફ્ટ જેવી કંપનીને લીડ કરવી એ તેમના સપના બહારની વસ્તુ છે.

1992 માં માઈક્રોસોફ્ટ જોઈન કર્યા પછી નડેલા કંપનીમાં ખુબ ઓળખીતા વ્યક્તિ બની ગયા હતા. તેમણે મનીપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બેચલરની ડિગ્રી લીધા બાદ યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનથી કોમ્યુટર સાયન્સથી માસ્ટર અને યુનિવર્સિટી ઓફ શિકાગો બુથ સ્કૂલ ઓફ બિઝનેસથી એમબીએ કર્યું હતું. માઈક્રોસોફ્ટ જોઈન કર્યા પહેલા નડેલા સન માઈક્રોસિસ્ટમમાં ટેક્નોલોજી સ્ટાફનાં સભ્ય પણ રહી ચુક્યા છે.

3. નિકેશ અરોડા:

TE AB401 ARORA GR 20150731154232 અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ

નિકેશ અરોડા ઉત્તરપ્રદેશનાં ગાજિયાબાદમાં જનમ્યાં હતા. હાલમાં જ તે સાઇબર સિક્યુરિટી ફર્મ પાલો અલ્ટો નેટવર્કર્સનાં સીઈઓ બન્યા છે. ભારતના નિકેશ અરોડાને ટેક્નોલોજીની દુનિયામાં સૌથી વધારે સેલેરી મેળવવાવાળા સીઈઓ માનવામાં આવે છે. જેમ કે શરૂઆતમાં તેમને પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં નિકેશ અરોડાએ જણાવ્યું હતું કે ઘણી કંપનીઓએ તેમને નોકરી દેવાની મનાઈ કરી દીધી હતી અને અમેરિકા જતા સમયે ઘરેથી જે ત્રણ હજાર ડોલર સાથે હતા તેમાંથી ગુજરાન ચલાવવું પડ્યું હતું.

આ પહેલા તેઓ સોફ્ટવેર ઇન્ટરનેટ એન્ડ મીડિયાના સીઈઓ પદ પર રહી ચુક્યા છે. નિકેશ અરોડાએ આઈઆઈટી વારાણસીથી ઇલેક્ટ્રિકલ એંજીનિયરિંગમાં બેચલર ડિગ્રી લીધી હતી. તેમણે નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટથી એમબીએ કર્યું છે અને બોસ્ટન કોલેજથી ફાઇનાન્સમાં માસ્ટર ડિગ્રી લીધી છે. તેઓ ગૂગલમાં પણ હાઈપ્રોફાઈલ એમ્પ્લોયી પણ રહી ચુક્યા છે.

4. શાંતનું નારાયણ:-

Shantanu Narayen photo by Kendall Whitehouse અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ
તેઓ મૂળ તેલંગાણાના છે. તેમણે ઓસ્માનિયા યુનિવર્સિટીથી ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગનો અભ્યાસ કરેલો છે. આ સિવાય યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા, બર્કલેથી એમબીએ ની ડિગ્રી લીધી છે. બોલિંગ ગ્રેન સ્ટેટ યુનિવર્સીટી ઓહિયોથી કોમ્પ્યુટર સાયન્સથી માસ્ટર પણ કર્યું છે. એડોબમાં જોઈન થયાના નવ મહિના બાદ 2007 માં શાંતનુંને કંપનીના સીઈઓ બનાવવામાં આવ્યા હતા. 2016 માં બેરેન મેગેજિનમાં તેમને દુનિયાના બેસ્ટ સીઈઓનો પુરસ્કાર પણ મળેલ છે.

5. અજય બાંગા:-

AN AA120C MONEY P 20140707174307 અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ
માસ્ટર કાર્ડ-નેસ્લે અને ત્યારબાદ અજય બાંગાએ 2010 માં ક્રેડિટકાર્ડ કંપનીનાં સીઈઓ નું પદ સંભાળ્યું હતું. તેમણે પોતાનું કેરિયર 1981 માં શરુ કર્યું હતું. તેઓ મૂળ મહારાષ્ટ્ર પુણાનાં છે.

6. ઈવાન મેંજેસ:-

84812096 228f58f7 d0c5 4ecd b90f 354500a601cf 080718124526 અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ

તેઓ પુણેથી છે અને આઇઆઇએમથી ગ્રેજ્યુએટ છે. તેમણે બ્રિટિશ ડ્રિન્ક ડિયાગોનુ કાર્યભાર 2013 માં સંભાળ્યું હતું. અજય બાંગાની જેમ જ તેમણે પોતાનાં કેરિયરની શરૂઆત નેસ્લેથી કરી હતી.

7.જોર્જ કુરિયન:-

George Kurian NetApp અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ
તેઓ કેરળના કોટ્ટાયમ જિલ્લામાં જનમ્યાં હતા. હવે તે નેટએપ કંપનીનાં સીઈઓ છે. આઈઆઈટી મદ્રાસથી એન્જીનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ પ્રિન્સટન યુનિવર્સિટી જોઈન કરવા માટે તેમણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. તેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સીટીથી એમબીએ પણ કર્યું છે.

8. સંજય મલ્હોત્રા:-

1253 Mehrotra અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ
તેઓ ઉત્તરપ્રદેશના કાનપુરમાં જન્મ્યા હતા. હાલમાં તેઓ માઇક્રોન ટેક્નોલોજીના સીઈઓ છે. તેમણે ઇલેક્ટ્રોનિક્સ એન્જીનિયરિંગથી બેચલર્સની ડિગ્રી મેળવેલી છે. યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયા, બાર્કલેથી કમ્પ્યુટર સાઇન્સમાં માસ્ટરનો અભ્યાસ કર્યો છે. તેઓ સેનડિસ્કનાં કો-ફાઉન્ડર પણ છે.

9. રાજીવ સુરી:-

Rajeev Suri અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ
તેઓ મૂળ દિલ્લીના છે. જયારે માઈક્રોસોફ્ટે નોકિયા મોબાઈલનું અધિગ્રહણ કર્યું ત્યારે તેઓ નોકિયાના સીઈઓ.બન્યા હતા. સુરીએ મણીપાલ ઇન્સ્ટીટ્યુશન ઓફ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનમાં બી.ટેક કર્યું હતું. નોકિયા જોઈન કર્યા પહેલા તેઓ યુકે અને મિડલ ઇસ્ટમાં ઘણી મલ્ટી નેશનલ કંપનીમાં પણ કામ કરી ચુક્યા છે.

10. ફ્રેન્સીસ્કો ડિસુઝા:-

001ec94a1ea113d454035f અહીં છે ભારતના ટોપ ટેન સીઈઓ, જેમણે વિદેશમાં બનાવ્યું છે દેશનું નામ
ફ્રેન્સીસ્કો ડિસુઝા ભારતીય મૂળના છે. તેમનો નૈરોબીમાં થયો હતો. વર્તમાનમાં તેઓ કોગ્નિઝન્ટના સીઈઓ અને કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સદસ્ય છે. ફ્રેન્સીસ્કો ડિસુઝાએ યુનિવર્સિટી ઓફ ઇસ્ટ એશિયાથી બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનમાં ડિગ્રી મેળવી છે. ત્યારબાદ તેમણે કાર્નેગી મેલન યુનિવર્સીટી, પિટ્સબર્ગથી એમબીએ નો અભ્યાસ પણ કર્યો છે.