કાર્યવાહી/ દિલ્હી એરપોર્ટ પરથી 30 કરોડનું હેરોઈન ઝડપાયું, નાઈજીરિયન મહિલાની ધરપકડ

હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 30 કરોડ રૂપિયા છે. નાઈજીરિયન મહિલા આ ડ્રગને પેસેન્જર બેગના કેવિટીમાં છુપાવીને ભારત લાવી હતી.

Top Stories India
હેરોઈન

રાજધાની દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI એરપોર્ટ) પર કસ્ટમ વિભાગે એક નાઈજીરિયન મહિલાની 4 કિલો હેરોઈન સાથે ધરપકડ કરી છે. આ હેરોઈનની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત આશરે 30 કરોડ રૂપિયા છે. નાઈજીરિયન મહિલા આ ડ્રગને પેસેન્જર બેગના કેવિટીમાં છુપાવીને ભારત લાવી હતી.

ગત મે મહિનામાં પણ 434 કરોડનું હેરોઈન પકડાયું હતું

મે મહિનામાં પણ ડીઆરઆઈ દ્વારા ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 62 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કન્સાઈનમેન્ટ એરપોર્ટના કાર્ગો કોમ્પ્લેક્સમાંથી મળી આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 434 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી હતી.

ડીઆરઆઈએ 10 મે ના રોજ ઓપરેશન ‘બ્લેક એન્ડ વ્હાઈટ’ હેઠળ આ જપ્તી કરી હતી. જપ્ત કરાયેલ હેરોઈનને 126 ટ્રોલી બેગની હોલો મેટલ ટ્યુબમાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. યુગાન્ડાના એન્ટેબેથી કાર્ગો દુબઈ થઈને એર કાર્ગો કોમ્પ્લેક્સ, આઈજીઆઈ એરપોર્ટ, નવી દિલ્હી પહોંચ્યો હતો.

આ પણ વાંચો: થરાદમાં વડાપ્રધાનની સભાના મંડપના બોલ્ટ કાઢવાનો વીડિયો વાયરલ બાબતે પોલીસે એક યુવકની કરી ધરપકડ

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા દરમિયાન બિમાર થયેલ વૃદ્વ મહિલાની લીધી સંભાળ,વીડિયો વાયરલ

આ પણ વાંચો:મોરબીના આરોપીઓ પર વકીલો પણ ગુસ્સે, બાર એસોસિએશન સાથે કેસ નહીં લડવાનો પ્રસ્તાવ પાસ