Not Set/ આ તાલુકાની 45 ગ્રામપંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી

ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે ગ્રામ્‍યકક્ષાએથી એફ.આર.આઇ.ની નકલ, રેશનકાર્ડને લગતા સુધારા, આવકપ્રમાણપત્ર, જન્‍મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર જેવીઅંદાજિત ૫૫ સેવાઓ હવેગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે.

Top Stories Gujarat Others
crow 35 આ તાલુકાની 45 ગ્રામપંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી

ડીજીટલ ઈન્ડિયાનું સ્વપ્નું ડીજીટલ ગામડાઓ વિના શક્ય ન હોય.  જેથી સરકાર ગ્રામ પંચાયતોમાં ઈન્ટરનેટ સુવિધાઓ પહોંચાડવા કદમ ઉઠાવી રહી છે. ત્યારે મોરબીના ટંકારા તાલુકાની 45 ગ્રામપંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી છે.

  • ટંકારાની તમામ ગ્રામ પંચાયતમાં ઈન્ટરનેટની સુવિધાઓ
  • તાલુકાની 45 ગ્રામ પંચાયતમાં ઈન્ટરનેટની સુવિધાઓ
  • ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા નેટની સુવિધા
  • ગ્રામ પંચાયતમાંથી અંદાજિત પપ જેટલી સેવાઓ મળી રહેશે
  • લોકોનો સમય અને નાણાનો વ્યય થતો અટકી જશે

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં તમામ ગામોમાં ઇન્ટરનેટ સુવિધા અને તાલુકા પંચાયતમાં પણ ઇન્ટરનેટ સુવિધા થકી તાલુકો ડીજીટલ બની ગયો છે.  જે મામલે તાલુકા વિકાસ અધિકારી જણાવે છે કે ગુજરાત રાજ્યનો ટંકારા તાલુકો સૌ પ્રથમ એવો તાલુકો બન્યો છે  કે જ્યાં તાલુકા પંચાયત અને તાલુકાની ૪૫ ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે.

crow 36 આ તાલુકાની 45 ગ્રામપંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી

ટંકારા તાલુકાના તમામ ૪૫ ગામોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ સુવિધા મામલે લજાઈ ગામના તલાટી કમ મંત્રી જણાવે છે કે, ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે ગ્રામ્‍ય કક્ષાએથી રેશનકાર્ડને લગતા સુધારા, આવક પ્રમાણપત્ર, જન્‍મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર જેવી અંદાજિત ૫૫ સેવાઓ હવે ગ્રામ્ય કક્ષાએથી કાર્યરત થશે. આ અગાઉ અરજદારોને તાલુકા મથકે જવું પડતું, જેથી સમય અને નાણાનો વ્યય થતો હતો. જેમાંથી હવે લોકોને મુક્તિ મળશે.

crow 37 આ તાલુકાની 45 ગ્રામપંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી

ટંકારા તાલુકાના તમામ ગામો સ્માર્ટ વિલેજથી ડિજિટલ વિલેજ તરફ કદમ મિલાવી રહ્યા છે. નાગરિકોને ગ્રામ્ય કક્ષાએથી જ તમામ ઓનલાઇન સેવા ઝડપથી મળી રહશે. સરકારની આધુનિક સેવાઓ ગામડે–ગામડે મળતી થાય તે સુત્રને સાર્થક કરવા વર્ષ ૨૦૧૮થી ઝુંબેશ રૂપે કામગીરી કરતા સમગ્ર ગુજરાત રાજ્યમાં મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો છે.

ડીજીટલ ઇન્ડિયાનું  સ્વપ્ન ડીજીટલ ગામડાઓ વિના શક્ય ન હોય જેથી. ગ્રામ પંચાયતોમાં હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધાઓ પહોંચાડવા સરકારે અનેક કદામ ઉઠાવ્યા છે. જેમાં મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં આવેલી ૪૫ ગ્રામપંચાયત અને ટંકારા તાલુકા પંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે.

crow 38 આ તાલુકાની 45 ગ્રામપંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી

ટંકારા તાલુકામાં તમામ ગામોમાં ઇન્ટરનેટસુવિધા અને તાલુકા પંચાયતમાં પણ ઇન્ટરનેટ સુવિધા થકી તાલુકો ડીજીટલ બની ગયો છે. જે મામલે તાલુકા વિકાસ અધિકારી જણાવે છે કે ગુજરાત રાજ્યનો ટંકારા તાલુકો સૌ પ્રથમ એવો તાલુકો બન્યો છે કે જ્યાં તાલુકા પંચાયત અને તાલુકાની તમામ ૪૫ ગ્રામ પંચાયતમાં ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ દ્વારા ભારતનેટ પ્રોજેક્ટ હેઠળ ૧૦૦ MBPS સ્પીડ સાથે અન્ડરગ્રાઉન્ડ ફાઈબર કેબલ દ્વારા ગ્રામ પંચાયતોને જોડવામાં આવી છે.  જેથી હવે લોકોના કામો ઝડપી થશે અને હાઈ સ્પીડ ઇન્ટરનેટને પગલે સર્વર ડાઉન જેવી સમસ્યા નહિ સર્જાય. જેથી નાગરિકોને ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે.

crow 39 આ તાલુકાની 45 ગ્રામપંચાયતને હાઈ સ્પીડ ઈન્ટરનેટ સુવિધા પુરી પાડવામાં આવી

ટંકારા તાલુકાના તમામ ૪૫ ગામોમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ સુવિધા મામલે લજાઈ ગામના તલાટી કમ મંત્રી જણાવે છે કે ઈ-ગ્રામ અને ડિજિટલ સેવાસેતુની સાથે ગ્રામ્‍યકક્ષાએથી એફ.આર.આઇ.ની નકલ, રેશનકાર્ડને લગતા સુધારા, આવકપ્રમાણપત્ર, જન્‍મ પ્રમાણપત્ર અને મરણ પ્રમાણપત્ર જેવીઅંદાજિત ૫૫ સેવાઓ હવેગ્રામ્યકક્ષાએથી કાર્યરત થશે. અગાઉ અરજદારોએ તાલુકા મથકે જવું પડતું જેથી સમય અને નાણાનો વ્યય થતો હતો.  જેમાંથી હવે મુક્તિ મળશે અને લોકોને વિધવા સહાય, આવકના દાખલાસહિતના કામો ગ્રામ્ય કક્ષાએથી થશે.  જેથી લોકોની સુવિધામાં વધારો થશે. તો ગ્રામજન પણ જણાવે છે કે અગાઉ તાલુકા મથકની કચેરીએ ધક્કા ખાવા પડતા હતા.  અને બે-ત્રણ ધક્કા ખાધાબાદ કામો થતા હતા જેથી સમયનો પુષ્કળ વ્યય થતો હતો. જે હવે નહિ કરવો પડે અને પોતાના ગામમાં જ કામો થશે.  જેથી ગ્રામજનોને રાહત મળશે

આમ ટંકારા તાલુકો અને ટંકારા તાલુકાના તમામ ગામો સ્માર્ટ વિલેજથી ડિજિટલ વિલેજ તરફ કદમ મિલાવી શકશે. સાથે જ નાગરિકોને ગ્રામ્ય કક્ષાએથી જ તમામ ઓનલાઇન સેવા ઝડપભેર મળતી થશે. ટંકારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા અને તેની ટીમ દ્વારા સરકારની આધુનિક સેવાઓ ગામડે–ગામડે મળેના સુત્રને સાર્થક કરવા માટે વર્ષ૨૦૧૮ થી ઝુંબેશ રૂપ કામગીરી કરતા સમગ્ર ગુજરાત રાજ્ય અને મોરબી જિલ્લામાં પ્રથમ તાલુકો ટંકારા બન્યો છે. જ્યાં તમામ ગ્રામ પંચાયતના વિલેજ ઓપરેટર એના કોમ્પ્યુટરઉપર ૧૦૦ MBPS સ્પીડ સાથે કામ કરી ડિજિટલ યુગમાં કદમ મિલાવી શકશે.