Not Set/ આ જ બાકી રહી ગયું હતું ! હાઇવે પર ખાનગી બસમાં લૂંટરુ દ્વારા લૂંટ

રાજ્યમાં કોયદો અને વ્યાવસ્થાની કેવી સ્થિતિ છે તે વિશે હાલમાં જ ભાજપનાં જ એક સાંસદ દ્વારા જાહેરમાં જણાવવામાં આવ્યું છે. નવાઇની કોઇ વાત પણ નથી, જેમ સાંસદે ખુદ કહ્યું છે કે, તમે(જનતા) જાણો છે હકીકત શું છે. તેમ જનતા જાણે જ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રેપ, ગેંગરેપ, વ્યાજખોરોનો આતંક અને દારુનાં દાનવે માજા મુકી […]

Gujarat Others
loot.JPG1 આ જ બાકી રહી ગયું હતું ! હાઇવે પર ખાનગી બસમાં લૂંટરુ દ્વારા લૂંટ

રાજ્યમાં કોયદો અને વ્યાવસ્થાની કેવી સ્થિતિ છે તે વિશે હાલમાં જ ભાજપનાં જ એક સાંસદ દ્વારા જાહેરમાં જણાવવામાં આવ્યું છે. નવાઇની કોઇ વાત પણ નથી, જેમ સાંસદે ખુદ કહ્યું છે કે, તમે(જનતા) જાણો છે હકીકત શું છે. તેમ જનતા જાણે જ છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રેપ, ગેંગરેપ, વ્યાજખોરોનો આતંક અને દારુનાં દાનવે માજા મુકી છે.

ગુજરાતનું કાયદેસર બિહારીકરણ થઇ રહ્યું હોય તેવું થોડા સમયથી પ્રતિત થઇ રહ્યું છે. જો કે, હાલ તો બિહારમાં પણ આ પ્રમાણમાં ગુના કદાચ જોવામાં નહિં આવતા હોય તેટલી હદે ગુજરાતમાં કાયદાની ધચીયા ઉડી રહી છે અને હવે તો રોડ પર બસો રોકી શસ્ત્ર લૂંટારુઓ લૂંટ પણ કરી રહ્યા હોય તેવી ઘટના સામે આવી રહી છે. જી હા આવી જ એક ઘટના ઉના-અમદાવાદ હાઇવે પરથી સામે આવી છે.

ઉના-અમદાવાદ હાઇવે પર ખાનગી બસમાં લૂંટનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. ઉના-અમદાવાદ વચ્ચે ચાલતી ખાનગી બસને ગાંગડા ચેકપોસ્ટ પાસે લૂંટારુઓ દ્વારા ટાર્ગેટ કરવામાં આવી હતી. 4 અજાણ્યા શખ્સો દ્વારા બસને રોકીને લૂંટવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બસના ક્લિનર દ્વારા વિરોધ કરાતા ક્લિનરને માર મારી મેમો સહિત રોકડ રકમ લઈને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

આ મામલાને લઈને જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આપને જણાવી દઇએ કે થોડા સમય પૂર્વે ઉત્તર ગુજરાતમાં પણ એક ચેક પોસ્ટ પાસે જ આ રીતે જ બસ લૂંટવામાં આવી હતી. ત્યારે હવે સવાલ એ છે કે, હવે શું આજ બાકી હતું ગુજરાતમાં?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.