Not Set/ હિના ખાન ‘કેર ની કરદા’ સોંગ પર ડાન્સ કર્યો ડાન્સ, આ રીતે એક્સપ્રેશન્સ આપતી મળી જોવા

ટીવીથી લઈને બોલીવુડ સુધી પોતાની જબરદસ્ત ઓળખ બનાવનારી હિના ખાન આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે.

Entertainment
a 222 હિના ખાન 'કેર ની કરદા' સોંગ પર ડાન્સ કર્યો ડાન્સ, આ રીતે એક્સપ્રેશન્સ આપતી મળી જોવા

 

ટીવીથી લઈને બોલીવુડ સુધી પોતાની જબરદસ્ત ઓળખ બનાવનારી હિના ખાન આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તે હંમેશાં તેના ફોટા અને વીડિયો શેર કરીને ચાહકો સાથે સંકળાયેલી રહે છે. હિના ખાને માત્ર અભિનયથી જ લોકોનું દિલ નથી જીત્યું, પરંતુ તેના ગ્લેમરસ અંદાજ માટે પણ અભિનેત્રી હંમેશા ચર્ચામાં રહે છે. હિના ખાનનો એક વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ‘કેર ની કરદા’ સોંગ પર એક્સપ્રેશન્સ અને ડાન્સ કરતી જોવા મળી રહી છે. હિના ખાને આ વીડિયોને તેની ઇન્સ્ટાગ્રામ રીલથી શેર કર્યો છે, જેના પર અત્યાર સુધીમાં 2 લાખથી વધુ લાઈક્સ મળી છે.

Instagram will load in the frontend.

વીડિયોમાં હિના ખાન વ્હાઇટ અને ઓરેન્જ આઉટફિટ્સમાં જોવા મળી રહી છે, જેમાં તેનો લુક પણ જબરદસ્ત દેખાઈ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી પહેલા ‘કેર ની કરદા’ ગીત પર જબરદસ્ત એક્સપ્રેશન્સ આપે છે. આ પછી, તે આ ગીત પર ડાન્સ કરવાનું શરૂ કરે છે. ચાહકો તેના આ વિડીયો માટે તેની પ્રશંસા કરતા થાકતા નથી. ટીવી અભિનેત્રી કાંચી સિંહે હિના ખાનના ફોટો પર ટિપ્પણી કરતાં લખ્યું હતું કે, “ક્યૂટ ….” અભિનેત્રીના આ વીડિયો પરની કોમેન્ટની શ્રેણી થોભવાનું નામ નથી લઈ રહી. આ પહેલા હિના ખાને તેનો એક અન્ય વીડિયો શેર કર્યો હતો, જેમાં તે ટ્રેડીશનલ ડ્રેસ પહેરીને યે રિશ્તા ક્યા કહલાતા હૈ ગીત પર એક્સપ્રેશન્સ આપતી જોવા મળી હતી.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

હિના ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો અભિનેત્રી ટૂંક સમયમાં જ વેબસીરીઝની વિશલિસ્ટમાં જોવા મળશે. અગાઉ હિના ખાન ફરી એક વાર શો નાગિનના માધ્યમથી ધૂમ મચાવી હતી. ભલે હિના ખાન શોના ફક્ત ત્રણ એપિસોડમાં જ દેખાઈ હતી, પરંતુ તેની સ્ટાઇલમાં તેણે સ્પ્લેશ કરવામાં કોઈ કસર છોડી નથી. હિના ખાને આ વર્ષે હેક ફિલ્મ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે ટીવી એક્ટર રોહન શાહે મુખ્ય ભૂમિકા ભજવી હતી.

ગ્લેમરસ અંદાજમાં પલક તિવારીએ કર્યું ફોટોશૂટ, તસવીરો થઈ રહી છે વાયરલ

રાજકુમાર રાવે શેર કર્યો શર્ટલેસ ફોટો, ચાહકો બોલ્યા- શું વાત છે મારા ટાઈગર

દિનેશ લાલ યાદવે તેની નવી ફિલ્મ ‘ઘર-પરીવાર’નું કર્યું એલાન

એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન, દેવોલિના ભટ્ટાચાર્જીએ પોસ્ટ શેર કરી આપી માહિતી

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…