Not Set/ અયોધ્યા કેસ/ ધવનનાં નકશા ફાડ્યા વિવાદ પર ફરિયાદ લઇને બાર કાઉન્સિલ પાસે પહોંચી હિન્દુ મહાસભા

અયોધ્યા કેસમાં હિન્દુ પક્ષ ‘અખિલ ભારતીય હિન્દુ મહાસભા’ એ મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધવનની સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડી નાખ્યો હોવાની ફરિયાદ ભારતીય  કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) માં કરી છે. અખિલ ભારત હિન્દુ મહાસભાએ વરિષ્ઠ વકીલ રાજીવ ધવન વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ફરિયાદ કરી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ રાજીવ ધવનનાં કોર્ટરૂમમાં નકશો ફાડી દેવાની […]

India
dhvan અયોધ્યા કેસ/ ધવનનાં નકશા ફાડ્યા વિવાદ પર ફરિયાદ લઇને બાર કાઉન્સિલ પાસે પહોંચી હિન્દુ મહાસભા

અયોધ્યા કેસમાં હિન્દુ પક્ષ ‘અખિલ ભારતીય હિન્દુ મહાસભા’ એ મુસ્લિમ પક્ષનાં વકીલ રાજીવ ધવનની સુપ્રીમ કોર્ટમાં નકશો ફાડી નાખ્યો હોવાની ફરિયાદ ભારતીય  કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (બીસીઆઈ) માં કરી છે.

અખિલ ભારત હિન્દુ મહાસભાએ વરિષ્ઠ વકીલ રાજીવ ધવન વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં ફરિયાદ કરી હતી. અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ રાજીવ ધવનનાં કોર્ટરૂમમાં નકશો ફાડી દેવાની ફરિયાદ કરી છે. જણાવી દઇએ કે રાજીવ ધવન અયોધ્યા કેસમાં મુસ્લિમ પક્ષોમાંથી એક છે. અખિલ ભારતીય હિન્દુ મહાસભાનાં પ્રવક્તા પ્રમોદ પંડિત જોશીનાં હસ્તાક્ષરથી મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે બાર કાઉન્સિલ દ્વારા કેસની નોંધ લેતા ધવન સામે કાર્યવાહી કરવી જોઈએ. આ પત્ર આજે બાર કાઉન્સિલમાં મળ્યો છે.

પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ધવનનાં કૃત્યથી સુપ્રીમ કોર્ટનું અપમાન થયું છે. નોંધપાત્ર વાત એ છે કે, બુધવારે સર્વોચ્ચ અદાલતમાં હિન્દુ મહાસભાનાં એડવોકેટ વિકાસકુમાર સિંહે કિશોર કૃણાલ દ્વારા લખાયેલ ‘અયોધ્યા રિવિઝિટેડ’ પુસ્તક લાવવાની ઇચ્છા કરી હતી અને નકશો પણ રજૂ કર્યો હતો, જેના પર ધવન ભડકી ઉઠ્યા હતા અને તેમણે નકશો ફાડી નાખ્યો. જો કે, બાદમાં જ્યારે કોર્ટ રૂમમાં આ બાબતે ચર્ચા કરવામાં આવી ત્યારે ધવને કહ્યું કે તેમણે મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇનાં કહેવાથી નકશો ફાડી નાખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.