Not Set/ યુએઈમાં બનશે હિંદુ મંદિર, પીએમ મોદી મુકશે આધારશીલા

નવી દિલ્હી, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્રણ દેશની વિદેશયાત્રા દરમ્યાન બે દિવસ માટે ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીએ સંયુક્ત અરબ અમીરાત પહોચશે. ત્યારે યુએઈમાં વસતો હિંદુ વર્ગ  એક ઐતિહાસિક ઘટનાને પોતાની આંખો સામે પૂરું થતો જોઈ શકશે. કારણ કે, અહીની સરકારે હિંદુ વર્ગ માટે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લઈને બંને દેશના સંબંધ […]

India
abudhabi યુએઈમાં બનશે હિંદુ મંદિર, પીએમ મોદી મુકશે આધારશીલા

નવી દિલ્હી,

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ ત્રણ દેશની વિદેશયાત્રા દરમ્યાન બે દિવસ માટે ૧૦ અને ૧૧ ફેબ્રુઆરીએ સંયુક્ત અરબ અમીરાત પહોચશે. ત્યારે યુએઈમાં વસતો હિંદુ વર્ગ  એક ઐતિહાસિક ઘટનાને પોતાની આંખો સામે પૂરું થતો જોઈ શકશે. કારણ કે, અહીની સરકારે હિંદુ વર્ગ માટે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લઈને બંને દેશના સંબંધ પણ ઘણા મજબુત બનશે.

વડાપ્રધાન મોદી આબુધાબીમાં હિંદુ મંદિર આધારશીલા મુકશે. યુએઈ સરકારે ૨૦૧૫માં જમીન આપવાનો વાયદો કર્યો હતો.

મહત્વપૂર્ણ છે કે, આબુધાબીમાં હિંદુ મંદિર બનાવવા માટે ભારતીય પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે અને આ મંદિરની બનાવટ દિલ્હીના અક્ષરધામ મંદિર જેવી જ હશે.

વર્ષ ૨૦૧૫માં જયારે પીએમ મોદી સંયુક્ત અરબ અમીરાતની મુલાકાતે ગયા હતા. ત્યારે ત્યાં વસતા ભારતીય લોકોએ આબુધાબીમાં પૂજા કરવા માટે એક સ્થળની માંગણી કરી હતી. ત્યારબાદ આબુધાબીની સરકારે મંદિર બનાવવા માટે જમીન આપવાનું નક્કી કર્યું હતું.

ખુશીની વાત એ છે, કે ભારત અને યુએઈ બંને દેશની સંસ્કૃતિની ભાગીદારી ધરાવતું આ હિંદુ મંદિર ૨૦૨૦ સુધીમાં બનશે એવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ બાબતે વિદેશ મંત્રાલયમાં સંયુક્ત સચિવ મૃદુલ કુમારે કહ્યું કે, હિંદુ મંદિર માટે યુએઈ સરકારે આબુધાબી અને દુબઈની વચ્ચે જગ્યા ફાળવી છે. આ મંદિર ખુબજ ભવ્ય હશે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે, આ મંદિરમાં ભગવાન કૃષ્ણ, ભગવાન શંકર સાથે બીજા ઘણા ભગવાનની મૂર્તિ સ્થાપવામાં આવશે. તેની સાથે જ મંદિરમાં એક સુંદર બગીચો અને મનને મોહી લે તેવા ફુવારા પણ ગોઠવવામાં આવશે. આ ઉપરાંત મંદિર પરિસરમાં પર્યટક કેન્દ્ર, પ્રાર્થના સભા હોલ, બાળકોને રમવા માટેની જગ્યા, ફૂડ કોર્ટ અને પુસ્તક અને ગીફ્ટની પણ દુકાનો હશે.

આ મંદિરનું નિર્માણ કરનારા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના એક પ્રવક્તાએ કહ્યું હતું કે, મંદિરના નિર્માણમાં ઉપયોગ કરનાર પથ્થરનું નકશીકામ ભારતના શિલ્પકાર દ્વારા કરવામાં આવશે. ત્યારબાદ આ પથ્થરોને યુએઈ લાવવામાં આવશે.

યુએઈ સરકારનું નિર્માણથી લઈને બધું આયોજન હિંદુ મંદિર માટે બદલ બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાએ કૃતજ્ઞતા  વ્યક્ત કરી  છે.