મતદાન/ ગાંધીજી સાથે દાંડીકૂચમાં ભાગ લઈ ચુકેલા 105 વર્ષના જસદણના હીરાબા એ કર્યું મતદાન,આટલા વર્ષમાં એક પણ વખત ચૂક્યા નથી

મતદાન એ લોકશાહીનો પ્રાણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું નામ પણ હીરાબા છે ત્યારે સૌરાષ્ટ્રના હીરાબાએ 105 વર્ષની ઉંમરે મતદાન કર્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. ત્યારે

Top Stories Gujarat
hiraba jasdan ગાંધીજી સાથે દાંડીકૂચમાં ભાગ લઈ ચુકેલા 105 વર્ષના જસદણના હીરાબા એ કર્યું મતદાન,આટલા વર્ષમાં એક પણ વખત ચૂક્યા નથી

મતદાન એ લોકશાહીનો પ્રાણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાનું નામ પણ હીરાબા છે ત્યારે સૌરાષ્ટ્રના હીરાબાએ 105 વર્ષની ઉંમરે મતદાન કર્યું છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. ત્યારે આજ સવારથી જ મતદારોની લાંબી લાઇન લાગી છે. ત્યારે યુવાનોને શરમાવે તેવા 105 વર્ષના હીરૂબેને જસદણના વીરનગર ગામમાં મતદાન કરી મતાધિકારીનો ઉપયોગ કર્યો હતો. હીરૂબેન ગામમાં હીરાબાના નામથી ઓળખાય છે.

Live Update / વિરમગામ અને ભાભરમાં મતદાન દરમિયાન મારામારી,પોલીસે કાબૂ મેળવવા કર્યો લાઠીચાર્જ

આટલા વર્ષમાં એક પણ વખત મતદાન કરવાનું ચૂક્યા નથી

હીરાબા હરજીભાઇ વઘાસીયાએ મતદાન કર્યા બાદ જણાવ્યું હતું કે, મેં ગાંધીજી સાથે દાંડીકૂચમાં પણ ભાગ લીધો હતો. તેમજ એક પણ વખત હું મતદાન કરવાનું ચૂકી નથી. હીરાબાએ જણાવ્યું હતું કે, પૌત્ર લાલજીભાઇએ જણાવ્યું હતું કે,મારા દાદી બિમાર પડે એટલે 100 ગ્રામ ગાંઠિયા ખાય  એટલે સારૂ થઇ જાય. મારા દાદી હંમેશા અમારી સાથે રાજાશાહીની વાત કરે છે. મારા દાદીનું પિયર હલેન્ડા ગામ છે.હીરાબા વઘાસીયા વીરનગર ગામની શાળામાં મતદાન કરવા આવ્યા હતા. પોતાના ઘરેથી ચાલીને મતદાન મથકે પહોંચ્યા હતા. તેઓ આજે પણ લાકડીના ટેકા વગર ચાલી શકે છે અને ઘરનું દરેક કામ હોંશે હોંશે કરે છે. હીરાબાના પતિ હરજીભાઇનું 40 વર્ષ પહેલા થયું હતું. હીરાબાએ આજે ઘરમાં રહેલી પાંચમી પેઢીને પણ શીખ આપી હતી કે, લોકશાહીના પર્વમાં મતદાન અચૂક કરવું જોઇએ.

 

Political / પુડુચેરીમાં ગૃહમંત્રી અમિત શાહની ગર્જના : જૂઠ બોલવાનો એવોર્ડ નારાયણ સામીને મળવો જોઈએ

દીર્ઘ આયુષ્યનું રહસ્ય સાદુ ભોજન અને વહેલી દિનચર્યા

105 વર્ષે પણ હીરાબાને કોઇ પણ જાતની બિમારી નથી. પોતે જ પોતાનું કામ કરી પરિવારને પણ મદદરૂપ બને છે.હીરાબાને સંતાનમાં પાંચ પુત્રી અને એક પુત્ર છે. જેમાં પુત્રમાં પ્રેમજીભાઇ, પુત્રીઓમાં જડીબેન, ફુલીબેન, કાશીબેન, રંભાબેન અને અંબાબેનનો સમાવેશ થાય છે. સંતાનોના ઘરે પણ આજે ચોથી પેઢી છે. પાંચ-પાંચ પેઢી જોનાર હીરાબાએ ભાગ્યે જ દવાખાનું જોયું છે. હીરાબાનો પરિવાર ખેતી કરે છે.હીરાબાની ઉંમર હાલ 105 વર્ષની છે. તેઓના દીર્ઘ આયુષ્ય રહસ્યની વાત કરીએ તો તેઓ સાદુ જ ભોજન લે છે. તેઓ બપોરે શાક-રોટલી તથા સાંજે દુધ-ખીચડીનું ભોજન લે છે. તેઓ નિયમિત સવારે વહેલા ઉઠી જાય અને સાંજે વહેલા સૂઇ જાય છે. આથી તેઓનું સ્વાસ્થ્ય આજે પણ અડીઘમ જીવન જીવી રહ્યાં છે.

Corona Update / કોરોના બન્યો પડકારજનક, 24 કલાકમાં નવા કેસ 17,000 જ્યારે રિકવરી 17,800

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…