Not Set/ જેફ બેઝોસે રચ્યો ઈતિહાસ, અંતરિક્ષનો સફર કરી ધરતી પર પરત ફર્યા

વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ પોતાની ડ્રીમ સ્પેસ ફ્લાઇટનાં પ્રવાસ કર્યા બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે.

Top Stories World
વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ

વિશ્વનાં સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસ પોતાની ડ્રીમ સ્પેસ ફ્લાઇટનાં પ્રવાસ કર્યા બાદ સુરક્ષિત રીતે પૃથ્વી પર પરત ફર્યા છે. મંગળવારે, એમેઝોનનાં સ્થાપક જેફ બેઝોસ 11 મિનિટની અંતરિક્ષ યાત્રા બાદ પૃથ્વી પર પરત ફર્યા હતા. તેમની સાથે 3 વધુ મુસાફરો પણ હતા. આ મુસાફરોમાં જેફનો ભાઈ માર્ક, 82 વર્ષીય વૈલી ફંક અને 18 વર્ષિય ઓલિવર ડેમેેન છે.

11 428 જેફ બેઝોસે રચ્યો ઈતિહાસ, અંતરિક્ષનો સફર કરી ધરતી પર પરત ફર્યા

બર્ડ ફ્લુ / દેશમાં બર્ડ ફ્લૂના લીધે પ્રથમ મોત,કેન્દ્રએ હાઈ એલર્ટ જાહેર કર્યુ

વિશ્વનાં સૌથી ધનિક ઉદ્યોગપતિ જેફ બેઝોસ મંગળવારે સ્પેસ વોક કરી પરત ફર્યા છે. Blue Origine નું New Shepard સ્પેસક્રાફ્ટ સ્પેસ લિમીટ સમજી શકાય તેવી Karman Line ને ક્રોસ કરી ધરતી પર પરત ફર્યુ છે. આપને જણાવી દઈએ કે, બેઝોસ (World’s Richest Man) ની ટીમમાં અન્ય ત્રણ લોકો પણ હતા. જેમાંથી એક વિશ્વનાં સૌથી વૃદ્ધ અવકાશયાત્રી અને બીજા સૌથી યુવા અવકાશયાત્રી બન્યા છે. એટલું જ નહીં, બેઝોસ પણ અવકાશમાં મુસાફરી કરનારા બીજા અબજોપતિ બની ગયા છે.

11 429 જેફ બેઝોસે રચ્યો ઈતિહાસ, અંતરિક્ષનો સફર કરી ધરતી પર પરત ફર્યા

માફી માંગે / અમરિંદર સિંહની ટીમે કહ્યું સિદ્વુ જ્યાં સુધી માફી નહીં માંગે ત્યાં સુધી મુખ્યમંત્રી મળશે નહીં

બેઝોસ પહેલા બ્રિટિશ ઉદ્યોગપતિ રિચાર્ડ બ્રૈન્સન આ ખિતાબ પોતાના નામે કરી ચૂક્યા છે. આપને જણાવી દઈએ કે, ગયા મહિને, બેઝોસે તેના Blue Origine નાં New Shepard નાં પ્રથમ ક્રૂ મિશન પર તેના ભાઈ માર્ક અને અન્ય બે લોકો સાથે અંતરિક્ષનાં કિનારાની મુસાફરી કરી, જેમા 28 મિલિયન પાઉનન્ડની હરાજીનાં વિજેતાનો પણ સમાવેશ થાય છે. જુલાઈ 1 નાં રોજ, બેઝોસે ક્રૂ નાં ચોથા સભ્ય – વૈલ્લી ફંક નામની એક વિખ્યાત વિમાનચાલકની જાહેરાત કરી, જેની પાસે વર્જિનની વીએસએસ યુનિટીની ટિકિટ પણ છે. વર્જિન ગેલેક્ટિકની જાહેરાત પણ તે જ દિવસે કરવામાં આવી હતી.

11 430 જેફ બેઝોસે રચ્યો ઈતિહાસ, અંતરિક્ષનો સફર કરી ધરતી પર પરત ફર્યા

રસીકરણમાં લાગવગનું રાજકારણ / મુન્દ્રા શહેરમાં રસીકરણ કાર્યક્રમમાં હોબાળો

નોંધનીય છે કે બેઝોસ અવકાશની ઉંચાઈને સ્પર્શ કરનારા વિશ્વનાં પ્રથમ અબજોપતિ બની શક્યા નથી, પરંતુ તેમની કંપની બ્લુ ઓરિજિનની સાથે, તેમણે ચોક્કસપણે એક ઇતિહાસ રચ્યો છે. કારણ કે અવકાશમાં પહોંચ્યા પછી, નિષ્ણાત પાઇલોટ વોલી ફંક વિશ્વનો સૌથી વધુ ઉંમર ધરાવતા અવકાશયાત્રી બન્યા છે. આ સિવાય 18 વર્ષિય ઓલિવર ડેમન વિશ્વનો સૌથી યુવા અવકાશયાત્રી બન્યો છે. અહીં અમે તમને નવા શેફર્ડ વિશે જણાવીશું. જણાવી દઇએ કે, શેફર્ડ રોકેટ એક સબઓર્બિટલ ફ્લાઇટ છે અને તેમાં અવાજની ગતિથી 3 ગણા અવકાશમાં મુસાફરી કરવાની ક્ષમતા છે. તેની સૌથી અગત્યની બાબત એ છે કે આ અંતરિક્ષમાં ત્યા સુધી સીધુ જાય છે, જ્યાં સુધી તેનું ઇંધણ પૂરું ન થાય.

11 431 જેફ બેઝોસે રચ્યો ઈતિહાસ, અંતરિક્ષનો સફર કરી ધરતી પર પરત ફર્યા

Viral / માતાએ પોતાના જ દિકરા સાથે અશ્લિલ ડાન્સ કરતો વીડિયો કર્યો શેર, પછી જે થયુ…

આપને જણાવી દઈએ કે, અવકાશ સંબંધિત ઇતિહાસ રચવાની શરૂઆત 52 વર્ષ પહેલા થઈ ગઇ હતી, જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર પ્રથમ પગ મુક્યો હતો. આ સાથે, નીલ આર્મસ્ટ્રોગ આમ કરનારો વિશ્વનો પ્રથમ વ્યક્તિ બન્યો હતો. તેમણે 16 જુલાઇએ નાસાનાં અવકાશયાન એપોલોથી યુએસએનાં ફ્લોરિડા, જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટરથી ઉડાન ભરી હતી અને 20 જુલાઇ 1969 નાં રોજ ચાર દિવસીય યાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફર્યા હતા. એક માહિતી અનુસાર, આ અવકાશયાન 21 કલાક 31 મિનિટ સુધી ચંદ્ર પર હતું.