Hit and Run/ રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો

સુરેન્દ્રનગરના લીંબડી – રાજકોટ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. બોડીયા અને લીંબડી વચ્ચે અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જતા વહેલાલથી દ્વારકા જતા પદયાત્રીનું……..

Top Stories Gujarat Breaking News
Beginners guide to 2024 03 10T103144.366 રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો

Gujarat News:  રાજ્યમાં જુદા જુદા સ્થળે હિટ એન્ડ રનથી મોતના બનાવો બન્યા છે. ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર જીલ્લામાં અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જી ફરાર થઈ ગયા હતા.

સુરેન્દ્રનગરના લીંબડી – રાજકોટ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. બોડીયા અને લીંબડી વચ્ચે અજાણ્યા વાહનચાલકે અકસ્માત સર્જતા વહેલાલથી દ્વારકા જતા પદયાત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. વાહનચાલક જોકે ફરાર થઈ ગયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

પદયાત્રીઓનો સંઘ દ્વારકા જઈ રહ્યો હતો દરમિયાન સુરેન્દ્રનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે. લીંબડી નેશનલ હાઈવે પર સવારે અજાણ્યા વાહન ચાલકે વહેલાલથી દ્વારકા જતા પદયાત્રીને ટક્કર મારતા ઘટના સ્થળે મોત નિપજ્યું છે. અજાણ્યો વાહનચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આવી જ ઘટના ગીર સોમનાથ જીલ્લામાં હિટ એન્ડ રનમાં એકનું મોત થયું છે. સોમનાથ ઉના હાઈવે ઉપર અકસ્માત થતાં સાઈકલ સવારનું મોત થયું છે. પ્રાચી સરસ્વતી બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો હતો. રસ્તે જતા અજાણ્યા વાહનચાલકે સાઈકલ સવારને અડફેટે લીધો હતો. સાઈકલ સવારનું મોત થતાં અજાણ્યો વાહનચાલક ઘટના સ્થળથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કયા નેતાને ક્યાંથી મળી ટિકિટ

આ પણ વાંચો:હાઠગ સુકેશે ફરી જેકલીનને લખ્યો પત્ર, કહ્યું- ‘તને મળવા માટે બેતાબ છું’